For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુ પૂર્ણિમા: 27 જુલાઇએ છે ગુરુ પૂર્ણિમા, જાણો તેનું મહત્વ, રાશિ અનુસાર કરો દાન

અષાઢ મહિનાની પૂનમને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે, આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે, આ વખતે 27 મી જુલાઇએ આ દિવસ આવ્યો છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

અષાઢ મહિનાની પૂનમને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે, આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે, આ વખતે 27 મી જુલાઇએ આ દિવસ આવ્યો છે. આ ઋતુ પછી ચાર મહિના સુધી પૂજા એટલે કે શિક્ષણ ગ્રહણનું વિધાન છે કારણ કે આ ચાર મહિનામાં ન વધારે ગરમી કે ન વધારે ઠંડી હોય છે તેથી આ ચાર મહિના અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, ગુરુ પૂર્ણિમાના દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મદિવસ પણ છે, તેમણે પોતે જ ચાર વેદની રચના પણ કરી હતી. આ કારણે તેમનું એક નામ વેદ વ્યાસ પણ છે.

ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે

ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે

તેઓ આદિગુરુ તરીકે પણ ઓળખાય છે અને તેમના માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભક્તિકાળના સંત ઘીસાદાસ પણ આ દિવસે જન્મ્યા હતા, તે કબીરદાસના શિષ્ય હતા.

ગુરુનો અર્થ

ગુરુનો અર્થ

શાસ્ત્રોમાં ગુ નો અર્થ કરવામાં આવ્યો છે - અંધકાર અથવા મૂળ અજ્ઞાનતા અને રુ નો અર્થ - તેને દૂર કરનાર. ગુરુને 'ગુરુ' એટલા માટે કહેવાય છે કે તેઓ અંધકાર દૂર કરી પ્રકાશ તરફ લઇ જાય છે.

દરેક શુભ દિવસની અસર તમારા જીવન પર પડે છે...

દરેક શુભ દિવસની અસર તમારા જીવન પર પડે છે...

માન્યતા મુજબ, દરેક શુભ દિવસની અસર તમારા જીવન પર પડે છે અને તમારી રાશિ પર અસર થાય છે. તેથી તમે આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે રાશિ મુજબ અમુક ખાસ વસ્તુઓનું દાન કરો અને આ દિવસનો પર્યાપ્ત શુભ લાભ મેળવો.

આ રીતે કરો દાન

આ રીતે કરો દાન

  • મેષ: આ રાશિના લોકોએ મગનું દાન કરવું જોઈએ.
  • વૃષભ: આ રાશિના લોકોએ ચાંદીનું દાન કરવું જોઈએ.
  • મિથુન: આ રાશિના લોકોએ શૉલનું દાન કરવું જોઈએ.
  • કર્ક: આ રાશિના લોકોએ ચોખાનું દાન કરવું જોઈએ.
  • સિંહ: આ રાશિના લોકોએ પંચ ધાતુથી બનેલી કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ.
  • કન્યા: આ રાશિના લોકોએ ડાયમંડનું દાન કરવું જોઈએ.
આ રીતે કરો દાન

આ રીતે કરો દાન

  • તુલા: આ રાશિના લોકોએ ધાબળાનું દાન કરવું જોઈએ.
  • વૃશ્ચિક: આ રાશિના લોકોએ માણિકનું દાન કરવું જોઈએ.
  • ધનુ: આ રાશિના લોકોએ સોનાનું દાન કરવું જોઈએ.
  • મકર: આ રાશિના લોકોએ પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ.
  • કુંભ: આ રાશિના લોકોએ સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
  • મીન: આ રાશિના લોકોએ ચણાની દાળનું દાન કરવું જોઈએ.

English summary
guru purnima 27th july 2018 friday read history and importance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X