For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Happy Diwali: દિવાળીના શુભેચ્છા મેસેજ, વૉટ્સએપ, ફેસબુક સ્ટેટસ અને તસવીરો

સંસ્કૃતમાં 'દિપ' એટલે દીવડો અને 'આવલી' એટલે કે હારમાળા એટલે કે દીવળાની હારમાળા જેને ગુજરાત સહિત ઉત્તર ભારતમાં દિવાળીના નામે ઓળખવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. પ્રકાશના તહેવાર તરીકે ઓળખાતા દિવાળીમાં કહેવાય છે કે અંધકાર રૂપી દુર્ગુણો પર પ્રકાશ રૂપી સદગુણોનો વિજય થાય છે. દિવાળી શબ્દ મુખ્ય સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં 'દિપ' એટલે દીવડો અને 'આવલી' એટલે કે હારમાળા એટલે કે દીવળાની હારમાળા જેને ગુજરાત સહિત ઉત્તર ભારતમાં દિવાળીના નામે ઓળખવામાં આવે છે.

ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા મુજબ 14 વર્ષનો વનવાસ કરી ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા હતા, અયોધ્યા પરત ફરતાં પહેલાં તેમણે રાવણ પર વિજય મેળવ્યો હતો, ત્યારે અયોધ્યાના નગરજનોએ આખી અયોધ્યાને દીવડાથી સજાવીને ભગવાન રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણી કરી હતી. દિવાળીના દિવસે લોકો નવાં નવાં વસ્ત્રો પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે. જ્યારે વેપારીઓ દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે.

Diwali wishes

તો આવો આપણે પણ દિવાળીના આ પાવન પર્વ પર બધા જ સગા સંબંધીઓને, બધા જ મિત્રોને શુભકામનાઓ પાઠવીએ. આ પોસ્ટમાં દિવાળીના શુભેચ્છા કાર્ડ, Diwali Greeting, Wishes લઈને આવ્યો છું. એટલું જ નહિ તમે આ Whatsapp Status અને Facebook Status તરીકે પણ અપલોડ કરી શકો છો.

Happy Diwali Message for family & friends in Gujarati

diwali wishes

રંગોળીનો રંગ જામ્યો

પ્રકાશનો તહેવાર આવ્યો
મારા અને મારા પરિવાર તરફથી
તમને બધાને હેપ્પી દિવાળી કહેવા આવ્યો

Diwali wishes

દિવાળીના આ પાવન પર્વ પર
જીવનની નવી પાવન શરૂઆત થાય
તેવી બધા મિત્રોને શુભકામનાઓ

Diwali wishes

છમ છમ પગલે લક્ષ્મી આવે
દ્વાર ખુલ્લા રાખજો
દિવાળીનો પહેલો દિવસ છે
ખુશીના દીપ પ્રગટાવજો.

Diwali wishes

મારી તો બસ એ જ છે દિવાળી.!!
તું ત્યા શુભ લખે હુ અહીં લખુ લાભ..!!
હેપ્પી દિવાળી

Diwali wishes

દિવાળી ના પાવન પર્વ ની આપને અને આપના પરિવાર ને "સુખ,શાંતિ સમૃદ્ધિ"આપે

એવી મારી અને મારા પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ

આ પણ વાંચો- દિવાળી પર આ 7 રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

પાંચ દિવસમાં ઉજવાય છે દિવાળી

દિવાળીના પાંચ દિવસીય તહેવારની શરૂઆત વસુ બારસથી થાય છે, બારસ એટલે બારમો દિવસ અને વસુનો મતલબ ગાય, આ દિવસે ગાય માતાની પૂજા કરવામાં આવે છે. બીજો દિવસ ધન તેરસના રૂપમાં ઉજવવામાં આવે છે- આ દિવસને સોના- ચાંદી, વાહન, ઘર ખરીદી માટે શુભ માનવામાં આવે છે. નરક ચતુર્દશી અથવા કાળી ચૌદસ તરીકે ત્રીજો દિવસ ઉજવવામાં આવે છે. દંત કથાઓ મુજબ આ દિવસે રાક્ષસ નરકાસુરનો વધ થયો હતો. અસુર પર દૈવી શક્તિનો વિજય થયો હતો. ચોથો દિવસ દિવાળીના રૂપમાં ઉજવવામાં આવે છે- આ દિવસે દીવડા પ્રગટાવી, મિઠાઈ ખાઈ, રંગોળી રંગી અને આતસબાજી કરીને મનાવવામાં આવે છે. અને પાંચમો દિવસ એટલે કે ગુજરાતીઓનું બેસતું વર્ષ- આ દિવસે ગુજરાતી મહિનાનું નવું વર્ષ શરૂ થાય છે, બેસતાં વર્ષના દિવસે બધા જ વડીલોને ચરણ સ્પર્શ કરી તેમના આશિર્વાદ લેવામાં આવે છે અને સહ ઉમંરના લોકોને રામ રામ કરીને અથવા તો ગળે મળીને દિવસની ઉજવણી કરવામાં આવે છે.

English summary
Happy Diwali: Greetings, Wishes, Messages, Images, WhatsApp & Facebook Status in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X