Happy Kiss Day: વેલેંટાઈન વીકનો સાતમો દિવસ, હોઠોં સે છૂ લો તુમ...
નવી દિલ્લીઃ આજે વેલેંટાઈન વીકનો સાતમો દિવસ છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચૉકલેટ ડે, ટેડી બિયર ડે, પ્રૉમિસ ડે, હગ ડે પછી આજે આવે છે કિસ ડે. પ્રેમ વ્યક્ત કરવાનુ સૌથી સારુ માધ્યમ છે કિસ. કહેવાય છે કે કોઈ પણ યુવતી પોતાની પહેલી કિસ પોતાના પતિ કે પ્રેમીને આપે છે. કિસ કરવાની છે તેવા વિચાર માત્રથી જ વ્યક્તિ ઉત્તેજિત થઈ જાય છે માટે પહેલુ ચુંબન ઘણી વાર લોકોને આજીવન યાદ રહે છે.

પહેલી કિસ
કિસ કરવાથી તમે તમારા પ્રેમની અભિવ્યક્તિ તો કરો જ છો પરંતુ તે તમારા રિલેશનનુ ઉંડાણ અને તમારા પ્રેમને પણ દર્શાવે છે. અમેરિકન રિસર્ચ રિપોર્ટ કહે છે કે લિપલૉક સમયે ઈન્દ્રિયોની ગતિ એકદમ તેજ થઈ જાય છે જે સંબંધને વધુ નજીક લાવે છે. માટે પહેલી કિસ સાવચેતીપૂર્વક થવી જોઈએ.

સુખદ અનુભવ આપે છે કિસ
દરેક વસ્તુની પોતાની એક ખાસિયત હોય છે. કિસ પ્રેમમાં સુખદ અનુભવ આપે છે માટે પોતાના આ અહેસાસને પોતાના સાથી સાથે શેર કરો અને તેની સંમતિથી આ પગલુ લો. જ્યારે સમર્પણ અને પ્રેમની ભાવનાથી કિસ કરવામાં આવે તો ખરેખર મનમાં જે શાંતિ મળે તેની સરખામણી કોઈ વસ્તુથી ન થઈ શકે.

પ્રેમની અભિવ્યક્તિ
પ્રેમ એક મધુર ભાવના છે જેની કલ્પના માત્રથી મન ખુશ થઈ જાય છે પરંતુ આ આનંદ તમે ત્યારે જ લઈ શકો છો જ્યારે નિશ્ચલ ભાવથી તમે પોતાના સાથી સાથે પ્રેમ કરશો. આ ભાવના સાથે જો તમે આજના દિવસને મનાવશો તો ખરેખર તમારો આજનો દિવસ તમારા જીવનની સૌથી હસીન પળોમાં શામેલ થઈ જશે. હેપ્પી કિસ ડે...
Happy Hug Day 2021: બાંહોમે ચલે આઓ.... હમસે સનમ ક્યા પરદા...