Happy Hug Day 2021: બાંહોમે ચલે આઓ.... હમસે સનમ ક્યા પરદા...
નવી દિલ્લીઃ આજે વલેંટાઈન વીકનો છઠ્ઠો દિવસ છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચૉકલેટ ડે, ટેડી બિયર ડે, પ્રૉમિસ ડે બાદ આજે છે હગ ડે. પ્રેમીને ગળે મળીને દિલને જે શાંતિ મળે તેની સરખામણી બીજી કોઈ વસ્તુથી ન થઈ શકે. કહેવાય છે ને કે મહેબૂબાની બાંહોમાં જન્નત હોય છે. જ્યારે પ્રેમનો ઉભરો આવે ત્યારે જ તો બે પ્રેમીઓ એકબીજાને ગળે મળતા હોય છે.

'જાદૂની ઝપ્પી' કે 'દિલનો કરાર'
ફિલ્મોમાં હગને ક્યારેક 'જાદૂની ઝપ્પી' કહેવામાં આવી તો ક્યારેક 'દિલનો કરાર'. જ્યારે તમારુ કોઈ પ્રિય આવીને તમને ગળે મળે ત્યારે બધા મનદુઃખ ગાયબ થઈ જાય છે અને રહી જાય છે માત્ર બંને વચ્ચે અસીમ પ્રેમ. હોઠ, આંખો આપોઆપ બંધ થઈ જાય છે અને હ્રદયના ધબકારા એકદમ તેજ. એવુ લાગે છે કે દુનિયામાં પ્રેમી સિવાય બીજુ કોઈ નથી. મેડિકલના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગળે મળવાથી વ્યક્તિનુ બ્લડપ્રેશર પણ સંતુલિત થઈ જાય છે. એનો અર્થ એ કે ડૉક્ટર પણ હગ કરવાને ખોટુ નથી ગણતા.

હેપ્પી હગ ડે
આ અનુભવ મેળવવા પોતાના સાથીની સંમતિની રાહ જુઓ. પોતાના પ્રેમમાં એટલી કશિશ ભરી દો કે તમારો પ્રેમ તમારાથી નારાજ થઈને ક્યાંય જાય જ નહિ. બસ તમારી પાસે જ આવી જાય, આ ભાવના સાથે જો તમે આજના દિવસને મનાવશો તો વિશ્વાસ રાખો આજનો દિવસ તમારી જિંદગીની સૌથી હસીન પળોમાં શામેલ થઈ જશે.

અમુક સુંદર સંદેશ
એક બાર તો મુઝે ગલે લગા લે,
અપને દિલ કે સારે અરમાન સજા લે,
કબ સે તડપ તુઝે અપના બનાને કી,
આજ તો મોકા હે મુઝે અપને પાસ બુલા લે
Happy Hug Day...
દેખતે હો ઈસ તરહ જાન લે જાતે હો,
અદાઓ સે અપની ઈસ દિલ કો ધડકાતે હો,
લેકર બાંહો મે સારા જહાં ભૂલાતે હો
Happy Hug Day...
Promise Day 2021: વાદા કર લે સાજના.. તેરે બિન મે ન રહુ મેરે બિન તુ ન રહે...