For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આજકાલના વિચિત્ર ડેટિંગ ટ્રેન્ડ વિશે

ગયા 6 મહિનામાં ડેટિંગ માટે ઘણા નવા ટ્રેન્ડ આવ્યા છે જેના વિશે અમે આપને અહીં બતાવવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આજના મૉડર્ન ડેટિંગ વર્લ્ડને સમજવુ કોઈ સરળ વાત નથી. દર વર્ષે ડેટિંગ માટે કોઈને કોઈ નવો ટ્રેંડ આવે છે. જેમ કે ગયા વર્ષે હતો 'બ્રેડક્રંબિંગ' કે 'બેંચિંગ'. આ વર્ષે પણ કંઈક નવુ આવ્યુ છે. ગયા 6 મહિનામાં ડેટિંગ માટે ઘણા નવા ટ્રેન્ડ આવ્યા છે જેના વિશે અમે આપને અહીં બતાવવા જઈ રહ્યા છે.

ટિંડ્સટૈગ્રામિંગ

ટિંડ્સટૈગ્રામિંગ

ટિંડર અને ઈન્સ્ટાગ્રામથી આ શબ્દ બન્યો છે. જો કોઈ વ્યક્તિ ડેટિંગ એપ જેવી કે ટિંડર બાદ ઈન્સ્ટાગ્રામ પર તમારી સાથે કનેક્ટ થાય તો તેને ટિંડ્સટૈગ્રામિંગ કહે છે. ઘણી વિચિત્ર વાત છે કે તમે કોઈ વ્યક્તિને ડેટિંગ એપ પર મળ્યા અને હવે તે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટથી તમારા વિશે માહિતી મેળવી રહ્યો છે.

કિટનફિશિંગ

કિટનફિશિંગ

ડેટિંગ એપની પ્રોફાઈલ પર આપણે બધા પોતાનો સુંદર ફોટો મૂકીએ છીએ. અમુક લોકો આમાં ફિલ્ટર કે બ્યુટી એપનો પણ ઉપયોગ કરે છે. જો કે અમુક લોકો પોતાની યુવાની સુધીના ફોટો મૂકી દે છે જેથી તેમનુ સાચુ વજન કે ઉંમર વિશે જાણી ન શકાય. આ ટ્રેન્ડને કિટનફિશિંગ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ આર્ટિકલ 370 ખતમ થયા બાદ અકળાયેલા પાકિસ્તાનને ભારત તરફથી પહેલો મેસેજઆ પણ વાંચોઃ આર્ટિકલ 370 ખતમ થયા બાદ અકળાયેલા પાકિસ્તાનને ભારત તરફથી પહેલો મેસેજ

પૉકેટિંગ

પૉકેટિંગ

પૉકેટિંગ પણ એક ડેટિંગ ટ્રેન્ડ છે જેમાં એક પાર્ટનર પોતાની લવ લાઈફ વિશે દોસ્તો અને પરિવારથી છૂપાવે છે. વિચિત્ર વાત છે કે તમે તમારા પાર્ટનરને સંપૂર્ણપણે દુનિયાથી છૂપાવીને પોતાના ખિસ્સામાં રાખવા ઈચ્છો છો.

કુકી જારિંગ

કુકી જારિંગ

કુકી જારિંગમાં એક રિલેશનશિપમાં હોવા છતાં કોઈ બીજા સાથે સંબંધ રાખવાનું શામેલ છે. તમે કોઈ ત્રીજા વ્યક્તિને પોતાનુ બ્રેકઅપ પ્લાન બનાવીને ચાલો છો. જો તમારા પહેલા પાર્ટનર સાથે વાત ન બને તો તમારા માટે બીજો પ્રેમ તૈયાર છે.

સ્લો ફેડ

સ્લો ફેડ

આમાં પાર્ટનર એકદમથી ગાયબ થઈ જાય છે. એટલે કે જ્યારે તમે કોઈથી દૂર જવા ઈચ્છો તો તેને જણાવ્યા વિના જ ગાયબ થઈ જાવ છો. આમાં પાર્ટનર ધીમે ધીમે અંતર જાળવવાનું શરૂ કરે છે. તે સમય ઓછો આપે છે, ફોન પર વાત ઓછી કરે છે અને સોશિયલ મીડિયા પર પણ અંતર કરી લે છે. આમાં ધીમે ધીમે તમે તમારા વર્તમાન પાર્ટનરથી દૂર ભાગવા લાગો છો.

ઑર્બેટિંગ

ઑર્બેટિંગ

આ ટ્રેન્ડમાં બ્રેકઅપ બાદ પણ પોતાના પ્રેમનો પીછો કરવામાં આવે છે. આ કોઈ નવી વાત નથી પરંતુ સોશિયલ મીડિયાના કારણે આ સ્થિતિ વધુ ખરાબ થઈ ચૂકી છે. જો તમારો એક્સ પાર્ટનર તમારી સોશિયલ મીડિયા પોસ્ટ કે ફોટાને હજુ પણ લાઈક અને કમેન્ટ કરે છે તો એનો અર્થ એ કે તે ઑર્બેટિંગ ડેટિંગમાં છે.

English summary
The modern dating world is not easy to understand. From 'kittenfishing' to 'tindstagramming', here are some creepy dating trends you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X