For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખતરનાક ફંગલ ઈન્ફેક્શન 'મ્યૂકરમાઈકોસીસ' પર નવી એડવાઈઝરી, જાણો કેવી રીતે કરશો બચાવ

રિકવર થયેલા દર્દીઓમાં ફંગલ ઈન્ફેક્શન મ્યૂકરમાઈકોસીસનુ જોખમ વધી રહ્યુ છે. જાણો તેના વિશેની એડવાઈઝરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વર્ષ 2020માં દુનિયામાં જ્યારે કોરોના મહામારી ફેલાઈ તો લોકોએ તેને સૌથી ખરાબ માની પરંતુ હવે નવા વર્ષે નવો રંગ દેખાઈ રહ્યો છે. કોરોના મહામારીની બીજી લહેર જોરદાર કહેર વરસાવી રહી છે. વળી, બીજી તરફ રિકવર થયેલા દર્દીઓમાં ફંગલ ઈન્ફેક્શન 'મ્યૂકરમાઈકોસીસ'નુ જોખમ વધી રહ્યુ છે. મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં આના સેંકડો કેસ સામે આવ્યા છે. હાલમાં ઈલાજ ન મળવાથી દર્દી પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અથવા તેમને અંધાપો આવી રહ્યો છે. આ મામલે હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ એડવાઈઝરી જાહેર કરી છે.

મ્યુકરમાઈકોસીસના લક્ષણો

મ્યુકરમાઈકોસીસના લક્ષણો

  • આંખો કે નાકની આસપાસ પીડા અને લાલાશ
  • તાવ
  • માથામાં દુઃખાવો
  • ખાંસી
  • શ્વાસ લેવામાં મુશ્કેલી
  • લોહીની ઉલટી
  • માનસિક સ્થિતિમાં ફેરફાર
મ્યૂકરમાઈકોસીસ ફંગસ થવાના કારણો

મ્યૂકરમાઈકોસીસ ફંગસ થવાના કારણો

  • અનિયંત્રિત ડાયાબિટીઝ(શુગર)
  • સ્ટીરૉઈડ દ્વારા ઈમ્યુનોસપ્રેશન
  • લાંબી સમય સુધી આઈસીયુમાં રહેવુ
  • ગંભીર બિમારી કે પછી કોઈ અંગનુ ટ્રાન્સપ્લાન્ટ
  • વોરિકોનાઝોલ થેરેપી
આ ફંગસથી બચવા માટે શું કરવુ?

આ ફંગસથી બચવા માટે શું કરવુ?

  • હાઈપરગ્લાઈસીમિયાને નિયંત્રિત કરવુ.
  • કોરોનાથી રિકવર થયા બાદ ડાયાબિટીઝની નિયમિત તપાસ કરતા રહો.
  • સ્ટીરૉઈડનો ઉપયોગ ધ્યાનથી કરો. યોગ્ય સમયે યોગ્ય ડોઝ લો.
  • ઑક્સિજન થેરેપી દરમિયાન સ્વચ્છ પાણીનો ઉપયોગ કરો.
  • એંટીબાયોટિક્સ/એંટીફંગલનો ઉપયોગ યોગ્ય રીતે કરો.

AB અને B બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોનાનુ જોખમ વધુઃ રિસર્ચAB અને B બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોનાનુ જોખમ વધુઃ રિસર્ચ

આ વાતોનુ પાલન કરો

આ વાતોનુ પાલન કરો

  • જો તમારી અંદર કોઈ લક્ષણ હોય તો તેને બિલકુલ ઈગ્નોર ન કરો.
  • નાક બંધ હોય તો તેને નજરઅંદાજ ન કરો તરત ડૉક્ટરને મળો.
  • ફંગલ ઈન્ફેક્શનની તપાસ કરાવવાથી સંકોચ ના કરો.
  • જો તમે ધૂળવાળી કન્સ્ટ્રક્શન સાઈટ પર જતા હોય તો માસ્કનો ઉપયોગ કરો.
  • માટી કે ખાતર સાથે કામ કરતા હોય તો ચંપલ, લાંબુ પેન્ટ, લાંબી બાયનુ શર્ટ અને મોજા પહેરો.
  • વ્યક્તિગત સ્વચ્છતા જાળવો જેમાં સારી રીતે સ્ક્રબ બાથ શામેલ છે.

English summary
Health Ministry advisory on black fungus 'mucormycosis', Know everything about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X