For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Healthy Habits: 5 આદતો, જે તમારી સ્કિન, હેલ્થ અને લાઈફ સ્ટાઈલને બનાવશે હેલ્ધી

જીવનમાં અમુક નાની પરંતુ મહત્વની હેલ્ધી આદતો અપનાવવાથી તમે ઘણો ફરક અનુભવશો. આવો જાણીએ આ આદતો વિશે.

By Desk
|
Google Oneindia Gujarati News

Healthy Habits: અપૂરતી ઉંઘ, અનહેલ્ધી ફૂડ, બિઝી વર્ક શિડ્યુલ તમારી માનસિક અને શારીરિક આરોગ્ય પર ખૂબ જ પ્રભાવ કરે છે પરંતુ જીવનમાં અમુક નાની પરંતુ મહત્વની હેલ્ધી આદતો અપનાવવાથી તમે ઘણો ફરક અનુભવશો. જેવી કે વૉક કરવુ, સમયે ભોજન કરવુ કે પછી સમયસર ઉંઘ લેવી. આયુર્વેદિક લાઈફસ્ટાઈલ ટીપ્સની મદદથી તમે તમારી દિનચર્યા સુધારી શકો છો. આયુર્વેદ નિષ્ણાત ડૉ. નીતિકા કોહલીએ તે ના ઇન્સ્ટાગ્રામ પર આ સંદર્ભમાં કેટલીક ટિપ્સ શેર કરી છે. તેમણે ચાર સરળતાથી કરી શકાય તેવી પ્રેકટીસ શેર કરી છે.

ડેઈલી વૉક કરવુ

ડેઈલી વૉક કરવુ

તમારી શારીરિક તંદુરસ્તી જાળવવા માટે દરરોજ ચાલવુ અથવા કસરત કરવી જરૂરી છે. દરેક વ્યક્તિએ વજન ઓછુ કરવા અથવા તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે દરરોજ કસરત કરવી જોઈએ. ડૉ. નીતિકા ઓછામાં ઓછી 30-40 મિનિટ કસરત કરવાનુ સૂચન કરે છે.

પ્લાન્ટ બેઝ્ડ ફૂડ ડાયેટ

પ્લાન્ટ બેઝ્ડ ફૂડ ડાયેટ

આજના સમયમાં લોકો પ્લાન્ટ બેસ્ટ ફૂડ તરફ આગળ વધી રહ્યા છે. પ્લાન્ટ બેઝ્ડ ફૂડ ડાયેટમાં મોટાભાગે વનસ્પતિઓમાંથી મેળવેલા ખોરાકનો સમાવેશ થાય છે. જેમ કે શાકભાજી, અનાજ, બદામ, બીજ, કઠોળ અને ફળો અને થોડા કે કોઈ પ્રાણી ઉત્પાદનો નહિ. તેમણે ઉમેર્યું કે તે સંપૂર્ણ શાકાહારી નથી પરંતુ ડેરી-ફ્રી આહારમાં કેટલાક ફેરફારો કર્યા છે. શાકભાજી અને ફળો શરીરની અંદર કુદરતી શુદ્ધિકરણ કરે છે. નિષ્ણાતોના મતે યોગ્ય રીતે તૈયાર કરાયેલ શાકાહારી આહાર રોગોની રોકથામ અને સારવારમાં પણ મદદ કરી શકે છે.

લાઈટ ડિનર

લાઈટ ડિનર

ડિનર એ દિવસનુ છેલ્લુ ભોજન હોય છે. તેથી તે સમયે તમે શું ખાઓ છો તેના પર થોડુ વધારે ધ્યાન આપવુ મહત્વપૂર્ણ છે. ડૉ. કોહલીએ સાંજે 7 વાગ્યા સુધીમાં હળવુ ડિનર કરવાનુ સૂચન કર્યુ.

ઠંડા પાણીથી બચો

ઠંડા પાણીથી બચો

ડૉ. કોહલી ઠંડા પાણીને બદલે ગરમ પાણી પીવાનુ સૂચન કરે છે. ગરમ પાણીના ફાયદાઓ બતાવીને તેમણે કહ્યુ કે પરંપરાગત અને વૈકલ્પિક પ્રવાહોએ ગરમ પાણીને વધુ સારા સ્વાસ્થ્ય સાથે જોડ્યુ છે, તેથી કદાચ હવે સ્વિચ કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યુ કે ભીડ, કબજિયાત અને માસિકના દુખાવામાં રાહત આપવા માટે ગરમ પાણી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રાતે 10 વાગ્યા સુધી સૂવાની આદત પાડો

રાતે 10 વાગ્યા સુધી સૂવાની આદત પાડો

આઠથી નવ કલાકની ઊંઘ સારી ગુણવત્તાની ઊંઘ ગણાય છે. જે આજની ઝડપી જીવનશૈલી માટે ખૂબ જ જરૂરી છે. સૂવાનો આદર્શ સમય રાત્રે 10 વાગ્યાનો છે અને જાગવાનો સમય સવારે 6 વાગ્યાનો છે. સવારે 2 થી 4 વાગ્યાની વચ્ચે આપણે શ્રેષ્ઠ ઊંઘ લઈએ છીએ. તેથી આ સમયની અંદર તમને પૂરતી ઊંઘ મળે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.

English summary
Healthy Habits to get Healthy Skin, Mind, and Body in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X