નવરાત્રી અને દશેરા વચ્ચે શું છે કનેક્શન? જાણો

નવરાત્રી અને દશેરા વચ્ચે શું છે કનેક્શન? જાણો

સનાતન હિંદુ ધર્મમાં આપણા ઋષિ મુનિઓએ જે કોઈપણ નિયમ અને વિધાન બનાવ્યા છે તે માત્ર એટલા માટે જ કે જેનાથી આપણી શારીરિક અને માનસિક સ્થિતિ મજબૂત રહી શકે અને આપણે જીવનની યાત્રાનો ભરપૂર આનંદ ઉઠાવી શકીએ. સમાજ અને ધર્મનો ઉંડો સંબંધ છે, જના કારણે આ વિધાનો અને પરંપરાઓને ધર્મથી સંબંધ કરવામાં આવ્યો છે જેથી માણસ તેને માનવા માટે કટિબદ્ધ રહે. ત્યારે આવો જાણીએ કે નવરાત્રી અને દશેરાની વચ્ચે શું કનેક્શન છે?

પૌરાણિક કથા

પૌરાણિક કથા

લંકા યુદ્ધના સમયે ભગવાન શ્રી રામચંદ્રએ બ્રહ્માજીની પાસે રાવણથી યુદ્ધ જીતવાની યુક્તિ પૂછવા ગયા. બ્રહ્માજીએ રામને કહ્યું કે મા ચંડીને પ્રસન્ન કરી રાવણનો વધ કરી શકાય ચે. રામે મા ચંડીની પૂજા અને હવન કરવા માટે દુર્લભ 108 નીલકમલની વ્યવસ્થા કરી. જ્યારે બીજી બાજુ રાવણે પણ વિજય અને અમરતા માટે ચંડીનો પાઠ પ્રારંભ કર્યો. ઈન્દ્રદેવે આ વાત પવન દેવના માધ્યમથી શ્રી રામ સુધી પહોંચાડી અને પરામર્શ આપ્યું કે ચંડી પાઠ પૂર્ણ થવા દેવામાં આવે.

કમલનયન નવકંચ લોચન

કમલનયન નવકંચ લોચન

આ બાજુ રાવણની માયાથી શ્રી રામની હવન સામગ્રીમાંથી એક નીલકમલ ગાયબ થઈ ગયો અને રામનો સંકલ્પ તૂટતો જોવા મળી રહ્યો હતો. દુર્લભ નીલકમલની તત્કાળ વ્યવસ્થા કરી શકવી શક્ય ન હતી. ત્યારે જ શ્રી રામને યાદ આવ્યું કે મને લોકો કમલનયન નવકંચ લોચન કહે છે. ત્યારે એક સંકલ્પ હેતુ એક નેત્ર અર્પણ કેમ ન કરી દેવી જોઈએ. શ્રી રામે જેવી પોતાના તીરથી એક આંખ કાઢી કે તેવાં જ મા ચંડી પ્રગટ થયાં અને બોલ્યાં રામ હું પ્રસન્ન થઈને તમને વિજય શ્રીનો આશીર્વાદ આપું છું.

બ્રાહ્મણોએ હનુમાનજી પાસેથી વરદાન માગવાનું કહ્યું

બ્રાહ્મણોએ હનુમાનજી પાસેથી વરદાન માગવાનું કહ્યું

ત્યારે જ રાવણે ચંડી પાઠમાં યજ્ઞ કરી રહ્યા બ્રાહ્મણોની સેવા કરવા માટે બાળકનું રૂપ ધારણ કરીને હનુમાનજી સેવા કરવા લાગ્યા. નિઃસ્વાર્થ સેવા જોઈને બ્રાહ્મણોએ હનુમાનજીથી વરદાન માંગવા માટે કહ્યું. આના પર હનુમાનજીએ વિનમ્રતાથી કહ્યું બ્રાહ્મણ દેવતા તમે જે મંત્રથી હવન કરી રહ્યા છો, તેમાંનો એક અક્ષર બદલી દો એ મારું વરદાન છે.

બ્રાહ્મણ આ રહસ્ય સમજી ન શક્યા

બ્રાહ્મણ આ રહસ્ય સમજી ન શક્યા

બ્રાહ્મણો આ રહસ્યને સમજી ન શક્યા અને તથાસ્તુ કહી દીધું. મંત્રમાં જયાદેવી ભર્તિહરિણીમાં 'હ'ની જગ્યાએ 'ક'નું ઉચ્ચારણ કરો. આ મારી પ્રાર્થના છે. ભર્તિહરિણી એટલે કે પ્રાણીઓની રક્ષા કરનાર અને કરિણીનો અર્થ થાય પ્રાણીને પીડિત કરનારી જેનાથી દેવીએ ક્રોધિત થઈને રાવણનો સર્વનાશ કરવાનું વિચારી લીધું. સૌપ્રથમ શ્રી રામચંદ્રજીએ શારદીય નવરાત્રીની પૂજા સમુદ્ર કિનારે પ્રારંભ કરી દશમા દિવસે લંકા પર વિજય માટે પ્રસ્થાન કરીને વિજય પ્રાપ્તી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X