Himba Tribe Traditions : આ આદિવાસી મહિલાઓ એકથી વધુ પુરૂષો સાથે રાખી શકે છે શારીરિક સંબંધ
Himba Tribe Traditions : દુનિયાભરમાં હજારો આદિજાતીઓ સદિઓથી તેમની પરંપરાઓ સાથે જીવી રહી છે. આજે પણ ઘણી એવી પરંપરાઓ ચાલી આવે છે જે લોકોનો ચૌકાવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં ઘણી એવી આદિજાતીઓ છે જેમાં શારીરિક સંબંધને લઈને અલગ પ્રકારની આઝાદી જોવા મળે છે. અહીં પતિ જ ખુદ તેમની પત્નીઓને અન્ય પુરૂષ સાતે શારીરિક સંબંધ બાંધવા મોકલે છે.

એક જનજાતિ એવી છે કે જ્યાં પતિ પોતે જ પોતાની પત્નીઓને પ્રવાસીઓ સાથે શારીરિક સંબંધ બાંધવા મોકલે છે. તેઓ માને છે કે આ પ્રથા માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તેમના સાંસ્કૃતિક વિનિમયને પણ પ્રોત્સાહન આપે છે. તે માને છે કે આનાથી તેમના વૈવાહિક સંબંધોમાં ઈર્ષ્યાની લાગણી દૂર થઈ જાય છે.
આ પરંપરા સમગ્ર વિશ્વમાં લોકોને આશ્ચર્યચકિત કરે છે. હિમ્બા જનજાતિ આફ્રિકાના ઉત્તરી નામીબિયામાં જોવા મળે છે અને તેમની વિચિત્ર પરંપરાઓ માટે જાણીતી છે.
હિમ્બા આદિજાતિ વિચરતું જીવન જીવવા માટે જાણીતી છે અને રણના કઠોર વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલી છે. દુનિયાથી અલગ આ લોકો મુખ્યત્વે મકાઈ અથવા બાજરીના લોટમાંથી બનાવેલ પોરીજ ખાય છે. નામિબિયામાં આ સરળતાથી ઉપલબ્ધ છે. આ લોકોને લગ્ન કે ખાસ પ્રસંગોમાં માંસ ખાવાનું પસંદ છે.
આફ્રિકાના અન્ય આદિવાસી સમુદાથી વિપરીત હિમ્બા જનજાતિના લોકો ગાયો પર ખૂબ નિર્ભર છે. ગાય માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક સન્માનનું પણ પ્રતિક છે. ગાયોની સાથે સાથે બકરા અને ઘેટાં પણ પશુપાલન સાથે સંકળાયેલા છે. ગાયોની સંભાળ રાખવાની જવાબદારી મહિલાઓની છે.
હિમ્બા જનજાતિની જીવનશૈલી નામિબિયન સમાજ કરતાં અલગ અને પરંપરાગત છે. લગભગ 50,000 લોકો આ જનજાતિના છે, જ્યાં પુરૂષો માટે એકથી વધુ પત્નીઓ રાખવી સામાન્ય વાત છે.
એક અભ્યાસ અનુસાર, હિમ્બાના 70% થી વધુ પુરુષો એવા બાળકોના પિતા છે જેમના જૈવિક પિતા તે નથી. આ સત્ય જાણવા છતાં તેઓ તેમની પત્નીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખે છે.
હિમ્બા મહિલાઓ માટે છૂટાછેડા ખૂબ જ સરળ માનવામાં આવે છે અને લગ્નેતર સંબંધો અથવા લગ્ન વગર જન્મેલા બાળકો કોઈ મોટી વાત માનવામાં આવતી નથી. દરેક બાળકનો ઉછેર સામાજિક પિતા દ્વારા થાય છે, જે સમુદાયની પરંપરાનો એક ભાગ છે.
નામીબિયામાં રહેતી આ જનજાતિની મહિલાઓના સ્નાન પર પ્રતિબંધ છે. આશ્ચર્યની વાત એ છે કે આ મહિલાઓ લગ્ન સમયે જીવનમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે. આ પછી તેમને ફરીથી ક્યારેય સ્નાન કરવાની મંજૂરી નથી.
આ મહિલાઓ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને શરીરને સાફ કરે છે અને ગંધને નિયંત્રિત કરે છે. તે જડીબુટ્ટીઓ બાળવાથી ઉત્સર્જિત ધુમાડાથી પોતાને શુદ્ધ કરે છે.
હિમ્બા જનજાતિમાં વાઇફ સ્વેપ પરંપરા સદીઓ જૂની છે. આ પ્રથા હેઠળ પતિઓ તેમની પત્નીઓને અજાણ્યા પુરુષો સાથે રાત વિતાવવાની છૂટ આપે છે. કોઈ મહેમાન અથવા અજાણ્યો પુરૂષ મહિલા સાથે હોય છે ત્યારે મહિલાના પતિને અન્ય રૂમમાં રાત પસાર કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
હવે હિમ્બા જનજાતિની પરંપરાઓ અને જીવનશૈલી ધીમે ધીમે બદલાઈ રહી છે. પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે આ જાતિના બાળકો તેમની પરંપરાગત રીતોથી શરમ અનુભવવા લાગ્યા છે.












Click it and Unblock the Notifications
