કોરોના વાયરસના કહેર દરમિયાન આ રીતે રમો હોળી, જાણો સેફ્ટી ટિપ્સ
આ વખતે ઘણા લોકોએ હોળી ન રમવાનો નિર્ણય લીધો છે પરંતુ લોકોને દુઃખી થવાની જરૂર નથી, તમે અમુક ટિપ્સ દ્વારા આ હોળીને પણ શાનદાર રીતે મનાવી શકો છો.
હોળીનો તહેવાર હોય છે મસ્તીનો પરંતુ આ વખતે કોરોના વાયરસની બીકે હોળીની મસ્તીને ફીકી કરી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના અત્યાર સુધી ઘણા કેસ સામે આવી ચૂક્યા છે જેનાથી લોકો દહેશતમાં આવી ગયા છે. આ જ કારણ છે કે આ વખતે ઘણા લોકોએ હોળી ન રમવાનો નિર્ણય લીધો છે પરંતુ લોકોને દુઃખી થવાની જરૂર નથી, તમે અમુક ટિપ્સ દ્વારા આ હોળીને પણ શાનદાર રીતે મનાવી શકો છો.

રાખો આ વાતોનુ ધ્યાન
તમે આ વખતે ભીના રંગોથી હોળી ના રમતા પરંતુ અબીલ અને ગુલાલનો ઉપયોગ કરો. વાસ્તવમાં કોરોના વાયરસ વેટ પાર્ટિકલ્સમાં જ ટ્રાવેલ કરે છે. માટે જો તમે સૂકી હોળીનો વિકલ્પ પસંદ કરશો તો એ સુરક્ષિત હોઈ શકે છે.

સેનિટાઈઝરનો ઉપયોગ કરો
- જો કોઈને પણ સામાન્ય શરદી કે ખાંસી થઈ હયો તો હોળી રમવાનુ વિચારતા જ નહિ.
- જો તમને નાક અને આંખોમાંથી પાણી આવે તો તેને નજરઅંદાજ ના કરતા, તરત જ ડૉક્ટરની સલાહ લેવી.
- કોઈ મહેમાન સાથે હોળી રમતા હોય તો સેનિટાઈઝરનો ઉપોયગ કરો.
- બહારથઈ મિઠાઈ મંગાવવાથી સારુ છે કે ઘરમાં બનેલી મિઠાઈ અને પકવાનો ખાવ.

મસ્તીમાં આવીને કોઈને ગળે ના મળતા
- અબીલ અને ગુલાલ પણ લોકોને દૂરથી ફેંકીને લગાવો.
- મસ્તીમાં આવીને કોઈને ગળે ના મળતા.
- ભીડવાળી જગ્યાએ હોળી રમવાથી સારુ છે કે તમે પોતાના ધાબા કે આંગળામાં પોતાના દોસ્તો અને પરિવાર સાથે હોળી રમો.

અમુક ખાસ વાતો
- હોળી હંમેશા ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ પર્વ બે દિવસનો હોય છે, પહેલા દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે રંગથી રમવામાં આવે છે જેને ધૂરડ્ડી, ધુલેન્ડી, ધુરખેલ કે ધૂલિવંદન કહેવામાં આવે છે.
- હોળીનો પર્વ ભારતમાં ઘણા સમયથી મનાવવામાં આવે છે જેનો ઉલ્લેખ મુસ્લિમ સાહિત્યોમાં પણ મળે છે. સુપ્રસિદ્ધ મુસ્લિમ પર્યટક અલબરીએ પણ પોતાના ઐતિહાસિક યાત્રા સંસ્મરણમાં હોલિકોત્સવનુ વર્ણન કર્યુ છે, જે મુજબ આ પર્વ લોકો વચ્ચે ખુશી વહેંચવા માટે મનાવવામાં આવતો હતો.












Click it and Unblock the Notifications
