• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાયરસ : કેવી રીતે પડ્યું ખતરનાક વાયરસનું નામ

|

કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં ફેલાયો છે. ત્યારે આ ખતરનાક વાયરસ હવે ભારતમાં પણ પગ પેસારો કરી રહ્યો છે. કેરલમાં હમણાં સુધીમાં 3 કેસ સામે આવી ચુક્યા છે. WHO એ આ વાયરસને ઇન્ટરનેશલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. જેમ જેમ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે ચીનના કેટલાય શહેરોમાંથી થતી અવર જવર પર પુરી રીતે પાંબધી કરી દેવામાં આવી છે. સૌથી વધારે પ્રભાવિત વુહાન શહેરને સીલ કરી દેવામાં આવ્યો છે.

આ વાયરસના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ વાયરસથી સંકળાયેલી નાનામાં નાની તમામ અપડેટ તમને સાવચેત કરી શકે છે. તો પછી ચાલો જાણી લઇએ કે કોરોના વાયરસ ક્યાંથી આવ્યો છે. તેના લક્ષણો અને તેનાથી કેવી રીતે બચી શકાય? તે સિવાય આ વાયરસનું નામ કેવી રીતે પડ્યું?

ક્યાંથી આવ્યો કોરોના વાયરસ?

ક્યાંથી આવ્યો કોરોના વાયરસ?

આ વાયરસને લઇ ઘણા પ્રકારના રિસર્ચ કરવામાં આવ્યા છે. સીએનએનના અહેવાલ મુજબ પર્યાવરણ અને સ્વાસ્થ્યને અનુલક્ષી કાર્યરત એક સંસ્થાના એક ડૉક્ટરે કહ્યું હતું કે જો તમે કોરોના વાયરસના આનુવંશિક ક્રમને નજીકથી જોશો, તો તે ચમગાદડથી જોડાયેલો લાગશે. ચાઇનીઝ સેંન્ટર ફોર ડિજીજ કન્ટ્રોલ એન્ડ પ્રિવેશનના અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે હજુ સુધી જેટલી માહીતી મળી છે તેના આધારે કોરોના વાયરસ સૌપ્રથમ ચમગાદડમાં જોવા મળ્યો હતો.

મહત્વનું છે કે ચીને એક વર્ષ અગાઉ આ મહામારી અંગે ચેતાવણી આપી હતી. ચમગાદડથી ફેલાતી બીમારીઓને લઇ ચીનમાં લગાતાર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને ચીનના વૈજ્ઞાનિકોએ એક વર્ષ પહેલા જ ચેતાવણી આપી દીધી હતી કે ચીનમાં ચમગાદડ દ્વારા કોરોના વાયરસ ફેલાઇ શકે છે. ખાસ કરીને આ ચેતાવણી વુહાનના વૈજ્ઞાનિકોએ આપી હતી.

આવી રીતે પડ્યુ કોરોના વાઇરસનું નામ

આવી રીતે પડ્યુ કોરોના વાઇરસનું નામ

જ્યારે સૂર્યને ગ્રહણ લાગે છે એટલે કે સુર્યગ્રહણના સમયે પૃથ્વી સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી દે છે ત્યારે સૂર્યનો આકાર અંજાઇ છે અને ગોળાના રૂપમાં દેખાવવાનું બંદ થઇ જાય છે. જોકે તેના કીરણો દ્વારા ફેલાતો પ્રકાશ પડતો હોય છે. જે ક્યાંક બ્રહ્માંડમાં ખુબજ ઝડપથી અદ્રશ્ય થઇ રહ્યું હોય તેવો આભાસ થાય છે. તેને આ રીતે પણ સમજવામાં આવે છે કે આ સુરજમુખીના ફુલ જેવી રચના બની જાય છે. જે મધ્યમાં કાળી થઇ જાય છે અને તેના વર્તુળની આસપાસ પ્રકાશની નરમ કીરણો ફેલાય છે જે સુરજમુખીના ફુલના પત્તા હોય છે. પૃથ્વીની ચારે બાજુ ફેલાઇ રહેલા આ પ્રકાસને કોરોના વાયરસ કહી શકાય છે. એટલે જ આ વાયરસનું નામ કોરોના વાયરસ પાડવામાં આવ્યું છે. કારણ કે તેની રચના કોરોના વાયરસ જેવી છે. આમતો આ વાયરસ ગોળ છે અને તેની સપાટી પર પૃથ્વીના કોરોનાની જેમ પ્રોટીનની સ્ટેન્સ એટલે કે શાખાઓ ઉગેલી છે. જે દરેક દિશામાં ફેલાતી હોય તેવો અહેસાસ થાય છે.

કારણ

કારણ

કોરોના વાયરસને અનુલક્ષી દરરોજ નવી નવી અપડેટ મળતી રહી છે. પહેલા આ વાયરસ અંગે એમ કહેવામાં આવ્યું હતું કે આ વાયરસ ઇફેક્ટેડ સી-ફુડ આરોગવાથી ફેલાય છે. જ્યારે કે WHO એ આ બાબતે પૂરી સંભાવના વ્યક્ત કરી છે કે આ વાયરસ પરીવારના લોકોમાં એકબીજાના સંક્રમણમાં આવવાથી ફેલાઇ શકે છે. કોઇ સંક્રમિત વ્યક્તિના અડવાથી કે પછી તમારા મોઢા, નાક અને આંખોના સ્પર્શથી પણ આ વાયરસનું સંક્રમણ થઇ શકે છે.

સી-ફૂડથી દૂર રહેવું

સી-ફૂડથી દૂર રહેવું

સૌથી મહત્વની બાબત એ છે કે કદાચ તમે સી-ફુડનું સેવન કરો છો તો હવે તેનાથી દૂર રહેવામાં જ ભલાઇ છે. કારણ કે કોરોના વાયરસના ઉત્સર્જન માટે મુખ્ય સ્ત્રોત સી-ફુડને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસથી બચવા માટે હજી સુધી કોઈ રસીની શોધ થઈ નથી. તેથી તેનાથી બચવા માટે સાવધાની રાખવી જરૂરી છે.

બચાવ

બચાવ

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ડૉક્ટર સંક્રમિત લોકોથી દૂર રહેવાની સલાહ આપે છે. તે સિવાય ભીડ-ભાડ વાળી જગ્યાએ ગયા પછી હાથ-પગ અને મોઢુ ધોવું જોઇએ, તાવ કે ખાંસીની અસર જણાય તો ઘરેલું અને સામાન્ય ઉપચાર કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી.

આ પણ વાંચોઃ દિલ્લીને દોષ દેતી નહિ પરંતુ નિર્ણયો લેતી સરકારની જરૂરઃ પીએમ મોદી

English summary
How did coronavirus get its name? An all you need to know about coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X