કેવી રીતે ચેક થાય છે દવાઓની ક્વોલિટી? જાણો ભેળસેળ પકડાય તો કોણ કાર્યવાહી કરે?

હાલમાં જ લોકોને જરૂરી 53 જેટલી દવાઓમાં બેળસેળના સમાચારોએ લોકોને ચૌકાવ્યા છે. રિપોર્ટમાં ઘણી જરૂરી દવાઓમાં ભેળસેળ મળી આવી છે.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને તેના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે પેરાસિટામોલ સહિત 53 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ ગઈ છે.

medicines

આ રિપોર્ટમાં જે દવાઓ સામેલ છે તેમાં વિટામિન, શુગર અને બ્લડ પ્રેશરની દવાઓ છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને યાદી જાહેર કરીને લોકોને ચેતવ્યા છે. અહીં તમને સવાલ એ થાય કે દવાઓની ક્વોલિટી કેવી રીતે ચેક થાય અને આ કામ કોણ કરે? અમે તમને આ તમામ સવાલોના જવાબ આપવાના છીએ.

ભારતમાં આ દવાઓના ક્વોલિટી ટેસ્ટ માટે નિયમો અને ખાસ પ્રક્રિયા છે. દવાઓને એક ખાસ નિયંત્રણણ સાથે બનાવવામાં આવે છે. આમાં કાચા માલનું પરીક્ષણ, ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ અને અંતિમ ઉત્પાદનનું પરીક્ષણ શામેલ છે.

આ પછી બનાવેલી દવાઓ યોગ્ય પરીક્ષણ માટે પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવે છે જ્યાં તેની શુદ્ધતા, શક્તિ અને સલામતીની તપાસ થાય છે.

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં ઘણી રેગ્યુલેટરી એજન્સીઓ છે જે દવાઓની ગુણવત્તા પર નજર રાખે છે. ભારતમાં આ જવાબદારી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની છે. નવી દવાઓ બજારમાં લાવતા પહેલા મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે. આ પરીક્ષણોમાં દવાની સલામતી અને તે કેટલી અસરકારક તા તપાસવામાં આવે છે.

એજન્સી નિયમિત દવા બનાવતી કંપનીઓનું નિરીક્ષણ કરે છે. કોઈપણ દવા અંગે ફરિયાદ મળે તો તેની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત બજારમાં વેચાતી દવાઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે.

ઘણી કંપનીઓમાં વ્હીસલબ્લોઅર પોલિસી હોય છે જેના હેઠળ કર્મચારીઓ કંપનીમાં થતી કોઈપણ અનિયમિતતા વિશે માહિતી આપી શકે છે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, બજારમાંથી દવાઓનું પરિક્ષણ થયા બાદ ઘણી કંપનીઓ તેમની દવા ન હોવાનું કહીને હાથ ઉંચા કરી દે છે. કંપનીઓ તેને નકલી કહીને હાથ ખંખેરી લે છે. આવા કિસ્સામાં સરકાર પણ કંઈ કરી શકતી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X