For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑનલાઈન થઈ રહી છે પ્રેમની છેતરપિંડી, આ ચક્કરોથી બચવા માટે જાણી લો આ અજમાવેલી ટિપ્સ

આવો જાણીએ અમુક એવી રીતો વિશે જેનાથી તમે ખુદને ડેટિંગ એપ્સ પર સુરક્ષિત રાખી શકો છો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજના સમયમાં આપણી જિંદગી રિયલ સાથે-સાથે ડિજિટલ મીડિયા પર પણ નોંધાઈ રહી છે જેના કારણે ખુદને સુરક્ષિત રાખવાનુ મુશ્કેલ બની રહ્યુ છે. આપણી પાસે ઢગલો ડેટિંગ એપ્સના વિકલ્પ છે જેના દ્વારા આપણે પોતાના માટે કોઈ નવો દોસ્ત, ડેટ, પ્રેમ કે જીવનસાથી શોધી શકીએ છીએ. ટિંડર, હિંજ, બમ્બલ, ઓકે ક્યૂપિડ અમુક આવી ટૉપ એપ્સ છે જેનો ઉપયોગ યંગ જનરેશન ડેટિંગ માટે કરી રહી છે. પરંતુ આ ડેટિંગ એપ્સ ચીટિંગનુ એક નવુ માધ્યમ પણ બની ચૂકી છે. હાલના સમયમાં ઘણા બધા એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં આ ડેટિંગ એપ્સનો ઉપયોગ કરીને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યા છે. આવો જાણીએ અમુક એવી રીતો વિશે જેનાથી તમે ખુદને આ એપ્સ પર સુરક્ષિત રાખી શકો છો.

પ્રોફાઈલ બનાવતી વખતે રાખો સાવધાની

પ્રોફાઈલ બનાવતી વખતે રાખો સાવધાની

જ્યારે પણ કોઈ ડેટિંગ એપ કે કોઈ અન્ય સોશિયલ મીડિયા એપ પર પોતાની પ્રોફાઈલ બનાવીએ ત્યારે આપણે પોતાની સુરક્ષા અને અંગત વસ્તુઓને ધ્યાનમાં રાખીને માહિતીઓ શેર કરવી જોઈએ. આવી માહિતી પબ્લિક ન કરવી જોઈએ જેને બાદમાં ડિલીટ કરવી પડે અથવા તમે જોખમમાં મૂકાઈ શકો. પોતાનુ ઈમેલ આઈડી, ફોન નંબર, સોશિયલ મીડિયા આઈડી કોઈ પણ ડેટિંગ એપ પર જાહેર ના કરો. જો નંબર શેર કરવો પડે તો પણ એક અલગ નંબર માત્ર આ એપ્સ માટે રાખો જેને જરુર પડવા પર તમે ઑફ પણ કરી શકો.

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ફોટા લગાવવાનુ ટાળો

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના ફોટા લગાવવાનુ ટાળો

બીજા સોશિયલ મીડિયા એપ્સ પર પોસ્ટ કરેલા ફોટા ડેટિંગ એપ્સ પર લગાવવાનુ ટાળો. આનાથી કોઈ પણ વ્યક્તિ તમારા ફોટાને રિવર્સ ઈમેજ સર્ચ કરીને તમારી સોશિયલ મીડિયા પ્રોફાઈલ સુધી પહોંચી શકે છે અને તમારી અંગત ગતિવિધિઓ પર પણ નજર રાખી શકે છે.

આ વસ્તુઓને શેર કરવાનુ ટાળો

આ વસ્તુઓને શેર કરવાનુ ટાળો

ડેટિંગ એપ્સ પર મળેલ વ્યક્તિ સાથે બહુ જલ્દી પોતાના ફોટા શેર ના કરો. વીડિયો કૉલ કરતી વખતે ઈંટીમેટ સીન બનાવો. આ સાથે કોઈ પણ પ્રકાની પર્સનલ માહિતી જેવી કે ઘરનુ સરનામુ, ઑફિસનુ સરનામુ ત્યાં સુધી શેર ના કરો જ્યાં સુદી તમારી બહુ સારી અંડરસ્ટેન્ડીંગ ના બની ગઈ હોય. પૈસાની લેવડ-દેવડ પણ બિલકુલ ના કરો.

પર્સનલ મીટિંગ પર જતા પહેલા રહો સાવધાન

પર્સનલ મીટિંગ પર જતા પહેલા રહો સાવધાન

ડેટિંગ એફ પર મળેલ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે પહેલી મુલાકાત કરવા માટે રેસ્ટોરાં સૌથી સારી જગ્યા હોય છે જ્યાં આસપાસ ઘણા લોકોની હાજરી હોય છે. જતા પહેલા આ મુલાકાતની માહિતી પોતાના દોસ્ત કે પરિવારમાં કોઈને પહેલા આપીને રાખો. પહેલી-બીજી મીટિંગમાં આલ્કોહોલિક ડ્રિંક લેવાનુ ટાળો અને એ વ્યક્તિને પોતાના ઘરની પાસે પિક કે ડ્રૉપ કરવા મામટે ના આવવા દો. પહેલી મીટિંગમાં બહુ વધુ માહિતીઓ શેર ના કરવી.

જો મીટિંગ ન થાય સફળ

જો મીટિંગ ન થાય સફળ

જો તમારી પહેલી મુલાકાત ઠીક ના રહે તો સીધુ અને સ્પષ્ટ શબ્દોમાં તેને ના પાડી દો અને વાતચીતને વિરામ આપી દો. જો ના પાડવા છતાં સામેવાળો વ્યક્તિ તમને કૉલ કે મેસેજ કરીને હેરાન કરતો હોય તો તરત સાઈબર સેલમાં તેની ફરિયાદ નોંધાવો. આ નાની-નાની વાતોનુ ધ્યાન રાખીને તમે ખુદને કોઈ મોટી છેતરપિંડીથી બચાવી શકો છો.

English summary
How to protect yourself from online dating & romance scams
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X