For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે ક્રેડિટ કાર્ડ વાપરો છો? તો 11 બાબતોનું ધ્યાન રાખો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શું તમે ક્રેડિટ કાર્ડ હોલ્ડર છો. જો હા તો તમે આ લેખ જરૂર વાંચો, કારણ કે ક્રેડિટ કાર્ડને લઇને થોડીક બેદરકારી તમારી ઇચ્છાઓને ચૂનો ચોપડી શકે છે. અમે અહીં તમને ક્રેડિટ કાર્ડ પ્રત્યે ભય પેદા નથી કરી રહ્યાં, પરંતુ તમને જણાવી રહ્યાં છીએ કે ક્રેડિટ કાર્ડનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો.

ક્રેડિટ કાર્ડ ખાસ કરીને તે લોકો માટે જરૂરી વસ્તુ બની ગયું છે, જે લોકો પોતાના શહેરની બહાર રહે છે. અચાનક કઇ જરૂરિયાત આવી પડે કંઇ કહી ના શકાય. એવામાં ક્રેડિટ કાર્ડ તમારા માટે મદદરૂપ સાબિત થઇ શકે છે. તેની કિંમત ચૂકવવા માટે પુરતો સમય મળે છે. પરંતુ જો ચૂકવણી યોગ્ય સમયે ના કરવામાં આવી અથવા કાર્ડનું બિલ ચુકવવામાં મોડું થયું તો તમારા જીવન માટે જંજાળ બની જશે.

ખરીદી કરવાથી માંડીને બિલ ચૂકવવા સુધી આ વાતોનું ધ્યાન રાખો અને ક્રેડિટ કાર્ડની મજા માણો

1

1

ક્રેડિટ કાર્ડ સ્વેપ કરતાં પહેલાં ખિસ્સા અને આવનાર પગાર તથા ખર્ચને જરૂર ધ્યાનમાં રાખો

2

2

અલગ-અલગ બેંકોના ઘણા કાર્ડ રાખવાના બદલે એક અથવા બે બેંકોના કાર્ડનો જ ઉપયોગ કરો

3

3

જો બેંક તમને ક્રેડિટ લિમિટ વધારવાનું કહે છે તો કારણ વિના ક્રેડિટ લિમિટ ન વધારો.

4

4

ક્રેડિટ કાર્ડનું યોગ્ય સમય પર ભરો. એક દિવસનું મોડું પણ તમારા પર વધારાનો બોજો નાખી શકે છે

5

5

જો તમારી પાસે બિલ ભરવાના પૈસા નથી, તો ઓછામાં ઓછી રકમ જમા કરાવી દો. ન્યૂનતમ રકમ તો રકમ છે, જેને જમા કરાવ્યા પછી બેંક તમારી પાસે લેટ પેમેન્ટ ચાર્જ લેતી નથી. તમને ફક્ત વ્યાજદર ચૂકવાનો રહે છે.

6

6

શક્ય હોય તો સુધી બાકીની રકમને આગળની તારીખ સુધી ન લંબાવો.

7

7

કોઇપણ ખરીદારી પહેલાં જૂના બિલને જમા કરાવી દો.

8

8

ક્રેડિટ કાર્ડ તથા બેંક કસ્ટમર કેરનો નંબર હંમેશા મોબાઇલમાં સેવ કરીને રાખો. જો તમારું કાર્ડ ગુમ થઇ જાય તો તાત્કાલિક કસ્ટમર કેરને કોલ કરીને તેને બ્લોક કરાવી દો.

9

9

તમારા સ્ટેટમેન્ટને હંમેશા ચેક કરો અને એ નક્કી કરો કે બધા ટ્રાન્જેકશન સાચા છે.

10

10

ક્રેડિટ કાર્ડ પર ક્રેડિટ લિમિટની સાથે અન્ય સુવિધાઓ જેવી કે પ્રવાસ વીમો, એરપોર્ટની સુવિધાઓનો મફતમાં ફાયદો ઉઠાવવાનો અવસર વગેરે પ્રલોભનો આપવામાં આવે છે. પહેલાં તમે એ નક્કી કરો કે ખરેખર તેની જરૂરિયાત છે.

11

11

ક્રેડિટ કાર્ડથી રોકડ રકમ નિકાળતા બચો, કારણ કે તેનું વ્યાજદર ઉંચું હોય છે, ફક્ત ઇમરજન્સી વખતે રોકડ કાઢો. તેને પણ સમયસર ભરી દો.

English summary
To avoid unusual expenses in your credit cards you can follow the tips given in this article telling how to use credit cards.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X