For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનમાં એકવાર તો ભારતના આ સ્થળોની લેવી જોઇએ મુલાકાત

By Super
|
Google Oneindia Gujarati News

આમ તો ભારત ચારે દિશામાં સુદંરતાનો ખજાનો સંગ્રહીને બેસેલું છે. ઉત્તરથી દક્ષિણ હોય કે પૂર્વથી પશ્ચિમ કોઇપણ દિશામા આપણે જઇએ આપણા તન અને મને મોહી લેવી સુંદર અને અલૌકિકતા અને પૌરાણિક કથાઓ તથા કુદરત દ્વારા સર્જવામાં આવેલી સુંદરતાથી ભરપૂર સ્થળ મળી જશે.

તેના જ કારણે માત્ર ભારતીયોના દિલમાં જ નહીં પરંતુ વિદેશીઓ પણ જ્યારે ભારત આવે છે ત્યારે આવા સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નથી હોતા. આજે ભારત એ પ્રવાસન સ્થળ તરીકે પણ ઉભરેલું છે, ત્યારે અહી એવા જ કેટલાક પ્રવાસન સ્થળો અંગે આછેરી માહિતી આપવામાં આવી છે કે, જ્યાં જીવનમાં એકવાર તો મુલાકાત લેવી જોઇએ અને તેની સુંદરતાને મન ભરીને માણવી જોઇએ. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આ સ્થળોની મુલાકાત લઇએ.

મજુલી

મજુલી

આસામમાં આવેલું માજુલી વિશ્વનુ સૌથી મોટું રિવર આઇલેન્ડ છે. તે બ્રહ્મપુત્ર નદી નજીક આવેલું છે. તે સંસ્કૃતિના ધામ તરીકે પણ ઓળખાય છે. ઉપરાંત આ સ્થળને વિશ્વનું સૌથી સુંદર સ્થળ તરીકે પણ સંબોધવામાં આવે છે.

અથિરાપિલ્લય ફોલ્સ

અથિરાપિલ્લય ફોલ્સ

કેરળમાં આવેલું અથિરાપિલ્લય ફોલ્સ નાયગરા ફોલ તરીકે પણ ઓળખાય છે. વઝાચલ ફોરેસ્ટ અને કુદરતી સૌંદર્યના કારણે આ સ્થળ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ બની ગયું છે.

તવાંગ હિલ સ્ટેશન

તવાંગ હિલ સ્ટેશન

અરુણાચલ પ્રદેશમાં આવેલું તવાંગ હિલ સ્ટેશન એ સુંદર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશનને મોનપાની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે તેના શાનદાર વાતાવરણ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે.

સિંધુદુર્ગ ફોર્ટ

સિંધુદુર્ગ ફોર્ટ

મહારાષ્ટ્રમાં માલવણ રિજિયનમાં આવેલું સિંધુદુર્ગ ફોર્ટ એક શાંતિપૂર્ણ રજા ગાળવા માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે.

સેન્ડાકફુ

સેન્ડાકફુ

સેન્ડાકફુ એ ઇસ્ટ ઇન્ડિયામાં આવેલું છે. જે ટ્રેકિંગ માટેનું એક સારું સ્થળ માનવામાં આવે છે. તે એસ્ટર્ન નેપાલ અને ભારતની બોર્ડર નજીક આવેલું સ્થળ છે. એક પ્રવાસન સ્થળ તરીકે તે ઉભરેલું છે.

તરકાલી બીચ

તરકાલી બીચ

તરકાલી મહારાષ્ટ્રમાં આવેલો એક સુંદર બીચ છે. ચોખ્ખા પાણીના કારણે તે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તેની આસપાસ જોવાલાયક સ્થળોમાં રોક ગાર્ડન, માલવણ માર્કેટ અને સંગમ છે. તેમજ તમે અહી વોટર એડવેન્ચર્સનો પણ આનંદ માણી શકો છો. જેમ કે, સ્નોર્કેલિંગ, સ્કુબા ડાઇવિંગ અને બોટિંગ.

લાહુલ અને સ્પિતિ

લાહુલ અને સ્પિતિ

લાહુલ અને સ્પિતિ હિમાચલ પ્રદેશમાં લદાખની દક્ષિણ બાજુએ આવેલું છે. ક્લાઇમેટ, સ્નોલાઇન, આકાંશને આંબતી પર્વતમાળા સહિતની અનેક સુદંરતા આ સ્થળે જોવા મળે છે.

ઔરોવિલ્લે

ઔરોવિલ્લે

પોન્ડેચરીમાં આવેલુ ઔરોવિલ્લે અનુભવવા જેવું પ્રવાસન સ્થળ છે, જે દક્ષિણ ભારતમાં છે. ફ્રેન્ચ અને ભારતીય સંસ્કૃતિનું સમનવય ધરાવતું આ સ્થળ એક શાનદાર પ્રવાસન સ્થળ પણ છે. અહીં જોવા માટે ઔરોવિલ્લે બીચ અને ગોલ્ડ પ્લેટ સાથેનું મત્રિમંદિર પણ છે.

ગોકરણા

ગોકરણા

ગોકરણા કર્ણાટકમાં આવેલું છે, જે તે તેના બ્લ્યૂ દરિયા અને ચોખ્ખી રેતી માટે જાણીતું છે. જો તમે દરિયાના કિનારે બીચ પર વેકેશન ગાળવાના આદી હોવ અથવા તો તમને સુંદર દરિયા પાસે પોતાનો સમય વિતાવવો પસંદ હોય તો તમે આ સ્થળે ચોક્કસપણે જઇ શકો છો.

લેપચાજાગત

લેપચાજાગત

લેપચાજાગત પશ્ચિમ બંગાળમાં આવેલું સ્થળ છે, તે ચારે તરફથી સુંદર ઓક્સ ફેરેસ્ટથી ઘેરાયેલું છે. તે દાર્જલિંગ નજીક સુખિપોખરી પાસે ઘૂમ-મિરિક પાસે આવેલું છે.

English summary
here the list of india's top visitable tourist destination
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X