For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીયનો કમાલ, લંડનમાં પોલીસ હેડક્વાર્ટરને બનાવી હોટલ, રોજ 9 લાખ વસુલશે

ભારતીયો દુનિયામાં ક્યાંય પણ રહે, રેકોર્ડ તો બનાવતા જ રહે છે. આ વખતે બ્રિટનમાં રહેતા અરબપતિ ભારતીય યુસુફલ્લી કાદેરે કમાલ કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીયો દુનિયામાં ક્યાંય પણ રહે, રેકોર્ડ તો બનાવતા જ રહે છે. આ વખતે બ્રિટનમાં રહેતા અરબપતિ ભારતીય યુસુફલ્લી કાદેરે કમાલ કરી છે. તેમણે લંડન પોલીસનીા બિલ્ડિંગ 'ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડ'ને ખરીદીને હોટેલ બનાવી દીધી છે. આ સોદાને લંડનના પ્રોપર્ટી માર્કેટમાં સૌથી મોટી ડીલ મનાઈ રહ્યો છે. ચર્ચા છે કે આ હોટેલમાં એક દિવસ વીતાવવા માટે લોકોએ 10 હજાર પાઉન્ડ એટલે કે 9 લાખ રૂપિયા ખર્ચવા પડશે. આ બિલ્ડિંગને હોટેલમાં બદલવાનું કામ છેલ્લા તબક્કામાં છે. આ વર્ષના અંત સુધીમાં હોટેલ શરૂ થાય તેવી શક્યતા છે.

2015માં ખરીદ્યું હતું બિલ્ડિંગ

2015માં ખરીદ્યું હતું બિલ્ડિંગ

ભારતીય અરબપતિ યુસુફલ્લી કાદેરે સ્કોટલેન્ડ યાર્ડના આ બિલ્ડિંગને હોટેલમાં કન્વર્ટ કરવા માટે 2015માં બિલ્ડિંગ ખરીદ્યું હતું. કાદેરે ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડ બિલ્ડિંગને 11 કરોડ પાઉન્ડમાં ખરીદ્યું હતું. લંડન પોલીસે 1890થી લગભગ 60 વર્ષ સુધી આ બિલ્ડિંગનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે આ બિલ્ડિંગ એક ભારતીયની માલિકીનું છે અને તેને હોટેલ બનાવી દેવાઈ છે.

આવી રીતે મળ્યું બિલ્ડિંગ

આવી રીતે મળ્યું બિલ્ડિંગ

બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે પૈસા મેળવવા માટે આ ઐતિહાસિક ઈમારતનો એક ભાગ 2013ના ડિસેમ્બર મહિનામાં ગેલિયાર્ડ હોમ્સને વેચ્યો હતો. બાદમાં મૂળ કેરળના કાદેરે 2015માં ગેલિયાર્ડ હોમ્સ પાસેથી આ બિલ્ડિંગ ખરીદી લીધું. તેમણે આ ઈમારતને હોટેલમાં કન્વર્ટ કરવા માટે 7.5 કરોડ પાઉન્ડનો ખર્ચ કર્યો છે. આ હોટેલમાં કેટલાક એવા રૂમ પણ છે, જ્યાં પોલીસ ગુનેગારોને રાખતી હતી, હવે અહીં પૈસાદાર લોકો રોકાશે. આ ઈમારત 1829માં બની હતી.

ગુનેગારોએ બનાવેલી વસ્તુઓ જોશે ગેસ્ટ

ગુનેગારોએ બનાવેલી વસ્તુઓ જોશે ગેસ્ટ

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમામે હોટેલમાં રોકાનાર મહેમાનોને તેમના સ્ટે દરમિયાન લંડનમાં મોટા ગુનેગારો વિશે માહિતી અપાય છે. એમાંથી મોટા ભાગના ગુનેગારો એ હોય છે, જે આ બિલ્ડિંગમાં કેદ થઈ ચૂક્યા છે. આ હોટેલમાં રોકાતા મહેમાનોને કેદીઓએ તૈયાર કરેલી કલાકૃતિઓ, ઝાડપાન પણ બતાવવામાં આવશે. આ ઉપરાંત 19મી સદીની ચોર મહિલાઓના જૂથ વિશે પણ માહિતી અપાશે.

કેટલાક ભારતીયો કરી ચૂક્યા છે આ કામ

કેટલાક ભારતીયો કરી ચૂક્યા છે આ કામ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ક્યારેક ગુનેગારોને રખાતા આ બિલ્ડિંગના રૂમ્સને હોલ અને ઓફિસમાં કન્વર્ટ કરાઈ રહ્યા છે. તેને ભાડે લઈ શકાય છે. મહેમાનો માટે હોટેલમાં ગુપ્ત વ્હિસ્કી બાર, ટી પાર્લર, બોલ રૂમ અને રેસ્ટોરન્ટ પણ છે. કાદેર અબુધાબી સ્થિત લુલુ ગ્રુપના પ્રમુખ છે. તેઓ એ ભારતીય રોકાણકારોમાંના એક છે, જેમણે હાલમાં જ લંડનમાં સંપત્તિ ખરીદી છે અને રિજર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના માપદંડમાં મળેલા લાભથી ફાયદો ઉઠાવ્યો છે. મુંબઈના લોઢા જૂથે નવેમ્બર 2013માં કેનેડિયન ઉચ્ચાયોગના બિલ્ડિંગને ખરીદ્યું હતું. તો હિંદુજા જૂથે ડિસેમ્બર 2014માં જૂની યુદ્ધ ઓફિસ ખરીદી હતી. ગ્રેટ સ્કોટલેન્ડ યાર્ડ જૂની યુદ્ધ ઓફિસની નજીક જ છે.

English summary
indian billionaire yusufalli kader acquired the great scotland yard building and convert into luxury
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X