હવે શ્રીલંકા જવા માટે વિઝાની જરૂર નહીં, દુનિયાના આ દેશોમાં પણ ફક્ત પાસપોર્ટ લઈને જઈ શકો છો
હાલમાં જ શ્રીલંકન સરકારે ભારત અને અન્ય 6 દેશોની આવતા પ્રવાસીઓ માટે મફત પ્રવાસી વિઝા આપવાની જાહેરાત કરી છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે શ્રીલંકા જ નહીં તમે 60 જેટલા દેશોમાં માત્ર પાસપોર્ટ લઈને જઈ શકો છો.
શ્રીલંકન કેબિનેટે ભારત સહિતના પ્રવાસીઓને મફત પ્રવાસી વિઝા આપવાની નીતિને મંજૂરી આપી છે. શ્રીલંકન વિદેશ મંત્રી અલી સાબરીએ આ મુદ્દે X પર માહિતી આપી.

ભારત ઉપરાંત શ્રીલંકાની કેબિનેટે ચીન, રશિયા, મલેશિયા, જાપાન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડને પણ ફ્રી વિઝા આપવાની મંજૂરી આપી છે.વિદેશ મંત્રી સાબરીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેને 31 માર્ચ 2024 સુધી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવશે.
હાલમાં જ સામે આવેલા હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર, ભારતીય પાસપોર્ટ ધરાવનાર પ્રવાસીઓ વિઝા વિના ઘણા દેશોમાં પ્રવેશ કરી શકે છે અને આ દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઈથોપિયા અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે.
મિડલ ઈસ્ટમાં ઈરાન, જોર્ડન, ઓમાન અને કતાર પણ તમે વિઝા વગર જઈ શકો છો અને એશિયાઈ દેશોમાં કંબોડિયા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડમાં પણ તમે વિઝા વગર પ્રવેશ મેળવી શકો છો. . જો તમારે આફ્રિકન દેશોમાં જવું હોય તો તમે વિઝા વગર મોરેશિયસ અને સેનેગલ પણ જઈ શકો છો.
જાપાન પાસે દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ છે, જ્યારે ભારત આ મામલે 87માં નંબર પર છે. ભારતીય પાસપોર્ટ ધારક 60 દેશોમાં કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરી શકે છે. કોઈ વિઝાની જરૂર રહેતી નથી. ઘણા દેશો ભારતીયો માટે આગમન પર વિઝા પ્રદાન કરે છે, જે મુસાફરીને વધુ સરળ અને વધુ સુવિધાજનક બનાવે છે.












Click it and Unblock the Notifications
