For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેખર નાયક: ભારતને વિશ્વ કપ જીતાડનાર અંધ ક્રિકેટ ખેલાડી

અંધ શેખર નાયકે જીત્યો છે ટી20 વિશ્વ કપ

By Shachi
|
Google Oneindia Gujarati News

ક્રિકેટની રમતમાં ચપળતા અને બાજ નજર ખૂબ જરૂરી છે, પરંતુ શેખર નાયક કાનનો ઉપયોગ કરી આ રમત રમે છે. જી હા, શેખર નાયક જન્મથી અંધ છે અને તેમના પરિવારમાં આ ખામી વારસાગત છે. તેમના પરિવારના કુલ 14 સભ્યોને અંધાપાની સમસ્યા છે. જો કે, આ ખોટથી શેખર બિલકુલ પાછા નથી પડ્યા.

shekhar naik

કઇ રીતે મળી ઓળખ?

શેખરનો જન્મ વર્ષ 1986માં કર્ણાટકના શિવામોગા તાલુકાના એક નાનકડા ગામમાં થયો હતો. વર્ષ 1997માં તેમણે ક્રિકેટમાં ઝંપલાવ્યું હતું. પહેલાં તેમને ક્રિકેટની રમત ખાસ પસંદ નહોતી, તેમને અન્ય બાળકો પાસેથી ક્રિકેટ રમવાની પ્રેરણા મળી હતી. 2000માં તેમણે શાળાની એક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે 46 બોલમાં 136 રન ફટકાર્યા હતા. શેખરના સુંદર પ્રદર્શનની નોંધ લેતાં તેમની પસંદગી કર્ણાટક રાજ્યની અંધ ક્રિકેટ ટીમમાં થઇ હતી. કેરળ સામેની વનડે ફાઇનલ મેચમાં તેમણે 249 રન ફટાકાર્યા હતા. આ સ્કોર સાથે તેઓ ભારતીય અંધ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળ થયા.

મેન ઓફ ધ મેચ

વર્ષ 2004માં ભારતીય અંધ ક્રિકેટ ટીમ પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટૂર પર ગઇ હતી, પાકિસ્તાનમાં રમાયેલ આ મેચમાં શેખરે 198 રન ફટકાર્યા હતા. 2 વર્ષના સમયગાળામાં જ તેઓ 7 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતી ચૂક્યાં હતા, જેમાંના બે એવોર્ડ તેમને ઇંગ્લેન્ડમાં એનાયત કરવામાં આવ્યા હતા.

પદ્મશ્રી શેખર નાયક

વર્ષ 2006માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલ વિશ્વ કપની મેચ ભારત હારી ગયું, આમ છતાં શેખર નાયક આ ટૂર્નામેન્ટના મેન ઓફ ધ ટૂર્નામેન્ટ અને બેસ્ટ બેટ્સમેન બન્યા હતા. વર્ષ 2010માં તેઓ ભારતીય અંધ ટીમના કપ્તાન બન્યા હતા. તેમણે ક્રિકેટર તરીકે સૌથી મોટી સિદ્ધિ મેળવી વર્ષ 2012માં, જ્યારે તેમણે ઇંગ્લેન્ડને માત આપતાં ટી20 વિશ્વ કપ ભારતને નામ કર્યો હતો. ફાઇનલ મેચમાં તેમણે માત્ર 58 બોલમાં 134 રન બનાવ્યા હતા. વર્ષ 2017માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ આ સન્માન મેળવનાર પહેલા અંધ ક્રિકેટર બન્યા છે.

બ્લાઇન્ડ ક્રિકેટ અને સામાન્ય ક્રિકેટ વચ્ચેનો તફાવત

બ્લાઇન્ડ ક્રિકેટમાં વપરાતો બોલ થોડો અલગ હોય છે, આ બોલની અંદર બોલ બેયરિંગ્સ મુકવામાં આવેલા હોય છે. બોલ ફેંકવામાં આવે ત્યારે આ બોલ બેયરિંગ્સને કારણે અવાજ ઉત્પન્ન થાય છે, એ અવાજ સાંભળીને બેટ્સમેને બોલ ફટકારવાનો હોય છે.

ભારતમાં બ્લાઇન્ડ ક્રિકેટ

પદ્મશ્રી સન્માનિત આ ક્રિકેટરનું માનવું છે કે, બ્લાઇન્ડ ક્રિકેટને પણ બીસીસીઆઇનું એફિલિયેશન મળવું જોઇએ. અન્ય દેશો જેવા ઑસ્ટ્રેલિયા, દ.આફ્રિકા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને અન્ય ઘણા નાના દેશોન ક્રિકેટ બોર્ડ દ્વારા બ્લાઇન્ડ ક્રિકેટને ઓળખાણ મળી છે. પરંતુ દુનિયાના સૌથી ધનાઢ્ય બોર્ડ એવા બીસીસીઆઇ દ્વારા હજુ પણ બ્લાઇન્ડ ક્રિકેટને એસોસિએશન આપવામાં નથી આવ્યું.

English summary
Cricket is a game of eyesight more than anything else. But for Shekhar Naik it is all about the ear.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X