For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વસ્તુઓ તમને સ્કૂલમાં શીખવા નહીં મળે

|
Google Oneindia Gujarati News

કહેવાય છે શાળામાં બાળક, પાયાના મૂલ્યો શીખે છે. શાળામાં તે તેવા અનેક પાઠ ભણે છે જે તેને જીવનભર કામમાં આવે છે. અને જે દ્વારા તે પોતાના જીવનને સફળ બનાવી શકે છે.

પણ આજે અમે તમને કેટલીક તેવી વાતો જણાવીશું જે શાળામાં કદી નથી શીખવાડવામાં આવતી. પણ તે વાતો આપણા જીવનમાં લાગુ જરૂરથી પડે છે અને અમુક વસ્તુઓ તો જીવનમાં ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઇ શકે છે.

તો કેટલીક રમૂજ અને કેટલીક કામની વસ્તુઓ વિષે અમે તમને જણાવીશું આ આર્ટીકલમાં. જાણો તેવી વાતો જે શાળામાં તો નથી શીખવાડવામાં આવતી પણ આપણા માટે તે શીખવી જરૂરી હોય છે. જુઓ આ ફોટોસ્લાઇડર...

ફસ્ટ ડેટમાં

ફસ્ટ ડેટમાં

કેવી રીતે તમારી ફસ્ટ ડેટ સાથે વર્તવું. આ શાળામાં શીખવવામાં તો નથી આવતું પણ જીવનમાં આ વાત શીખવી બધા માટે જરૂરી હોય છે.

સામાન્ય મિકેનિક ટિપ્સ

સામાન્ય મિકેનિક ટિપ્સ

તમારા સ્કૂટરની બ્રેક કેવી રીતે ટાઇટ કે ઢીલી કરવી. કેવી રીતે સાયકલની ચેન ચઢાવવી તેવી સામાન્ય લાગતી મિકેનિકલ વસ્તુઓ જીવનમાં અનેક વાર ઉપયોગી થઇ શકે છે.

કારનું ટાયર

કારનું ટાયર

કારનું ટાયર કેવી રીતે ચેન્જ કરવું. તેવું સ્કૂલમાં શીખવવામાં નથી આવતું પણ તે શીખવું ખૂબ જ જરૂરી છે.

બલ્બ બદલવો

બલ્બ બદલવો

ઘરના સામાન્ય ઇલેક્ટ્રેસિટીના કામો જેમકે સ્ટાર્ટર બદલવું, બલ્બ બદલવો, લાલ વાયર ના અડવો તેવી નાની નાની ઇલેક્ટ્રિસિટીની વસ્તુઓ બાળકોને શીખવાડવી જોઇએ.

બેંકિગ

બેંકિગ

ચેક કેવી રીતે લખતો, બેકનું પોતાના ખાતાને કેવી રીતે ઓનલાઇન મેનેજ કરવું. કેવી રીતે પૈસા નાંખવા અને નીકાળવા તે શાળામાં નથી શીખવાડવામાં આવતું પણ આખી જીંદગી આપણે તે કામ અનેકવાર કરવું પડતું હોય છે.

ટેક્સ

ટેક્સ

ટેક્સ કેવી રીતે ભરવો, કેવી રીતે પીએફના પૈસા ભરવા તેવી વાત વિષે સામાન્ય માહિતી દરેકની જાણવી જરૂરી છે.

વાટાઘાટ

વાટાઘાટ

વાટાઘાટ કે નેગોસિયેશન,આ એક વસ્તુ શાળામાં નથી શીખવવામાં આવતી પણ જીવનમાં અનેક વાર આ વાતના આપણા કામમાં આવતી હોય છે.

રીલ લાઇફ અને રિયલ લાઇફ અલગ છે

રીલ લાઇફ અને રિયલ લાઇફ અલગ છે

નાનપણમાં બાળકો માટે તે સમજવું અશ્કય હોય છે કે ફિલ્મો, સિરીયલોમાં જે રીલ લાઇફ બતાવામાં આવે છે તે રિયલ લાઇફ કરતા અલગ છે. પણ આ ભેદ નાનપણમાં જ સમજવો તેમના માટે ખૂબ જ જરૂરી હોય છે.

રસોઇ

રસોઇ

દરેક છોકરો છોકરીને બેજીક રસોઇ જેમ કે ભાત, દૂધ ગરમ કરવું, કે વિકટ પરિસ્થિતિમાં કેવા ફળો કે કંદમૂળ ખાવા તેની જાણ હોવી જોઇએ

આગ

આગ

કેવી રીતે લાઇટર કે માસિચ વગર આગ લગાવવી તે શીખવું. ધણીવાર સંજોગો તેવા બને ત્યારે આ વસ્તુ શીખવી પણ લાઇફ સેવિંગ છે.

સ્ટ્રેસ

સ્ટ્રેસ

સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરવો. આજકાલ નાના નાના છોકરો સ્ટ્રેસની સમસ્યાથી પીડાય છે. ત્યારે નાનપણથી જ તેને દૂર કરવાની અને તેને હેન્ડલ કરવાની રીત તમને આવડવી જોઇએ.

વર્તન

વર્તન

ધણીવાર આપણને આપણી આસપાસના લોકો, સંબંધી કે મિત્રોથી અણગમો હોય પણ તેમ છતાં આપણે તેમની વચ્ચે રહેવું પડે છે. ત્યારે તેને કેવી રીતે હેન્ડલ કરવું તે પણ શીખવું જરૂરી છે.

નિષ્ફળતા પચાવી

નિષ્ફળતા પચાવી

સફળતા પચાવી સરળ હોય છે પણ નિષ્ફળતામાં કેવી રીતે પોતાની જાતને સાચવવી, કેવી રીતે તેમાથી બહાર આવવું તે પણ શીખવું જરૂરી છે.

English summary
All the stuff we taught in the school later we used in our life, many other things closely related to our everyday lives have been changing rapidly in recent decades but the school curriculum hardly ever reflects all the changes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X