For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

International HR Day 2021: કોરોના કાળમાં નવા પડકારો સામે ઝઝૂમતા HR, કંપનીઓ માટે નિભાવે છે મહત્વની જવાબદારી

કંપની માટે એચઆરના કાર્યની જરૂરિયાતને જોતા તેમના સમ્માનમાં 20 મેના રોજ એચઆર દિવસ મનાવવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોઈ પણ કંપની માટે સૌથી જરૂરી કામ હોય છે સારા કર્મચારીઓને પસંદ કરવા જેથી તે કંપનીઓને સારુ કામ કરીને આપી શકે અને આ જવાબદારીને નિભાવે છે કંપનીના માનવ સંશાધન(એચઆર) મેનેજર. કંપની માટે તેમના કાર્યની જરૂરિયાતને જોતા તેમના સમ્માનમાં 20 મેના રોજ એચઆર દિવસ મનાવવામાં આવે છે. ગયુ અને ચાલુ વર્ષ કોરોના વાયરસના કારણે એચઆર માટે બહુ મુશ્કેલ સાબિત થયુ છે અને તેમને સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

hr

પીપલ અને કલ્ચર, ટાઈડ(ઈન્ડિયા)ના પ્રમુખ રવિ મૈથાની કહે છે કે કોરોના વાયરસે એ વિચારવા પર મજબૂર કરી દીધા છે કે હવે કર્મચારીઓ પાસે કેવી રીતે કામ લેવામાં આવે. હવે અમે કર્મચારીઓ માટે નવી રીતે વિચારવા મજબૂર છે જેમ કે કંપનીમાં કોવિડ હેલ્પ ડેસ્ક બનાવવી, તેમના માનસિક આરોગ્ય વિશે વિચારવુ અને કર્મચારી સાથે સાથે તેના પરિવારના આરોગ્ય વીમા પર વધુ ખર્ચ કરવો વગેરે. મહામારી દરમિયાન કર્મચારીઓએ સંકટ સામે લડવા માટે એચઆરની મદદ માંગી. વ્યવસાયી અને વ્યક્તિગતની સીમાઓ આ મહામારીમાં ખતમ થઈ ગઈ. મહામારીના સમયમાં કર્મચારી અને એચઆર વચ્ચે વિશ્વાસ એક મહત્વપૂર્ણ કારક તરીકે વિકસિત થયો.

ખાનગી હોસ્પિટલો માટે આ રીતે મળશે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનખાનગી હોસ્પિટલો માટે આ રીતે મળશે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન

હાલમાં વર્ક ફ્રોમ હોમ ચલણમાં આવ્યુ છે એવામાં કામ અને જિંદગી વચ્ચે સંતુલન જળવાઈ રહે તેના માટે અમે કઠોર મહેનત કરી રહ્યા છે. અવલી સૉલ્યુશન્સના સંસ્થાપક અને નિર્દેશક શ્રીવિદ્યા કન્નન કહે છે કે એક સંગઠન પોતાના લોકોની જેમ જ અસાધારણ છે અને તેને આવુ બનાવવામાં એચઆર મુખ્ય ભૂમિકા અદા કરે છે. તે આગળ કહે છે કે કોરોના મહામારીના સમયમાં એચઆરનુ કામ વધુ પડકારરૂપ થઈ ગયુ છે અને ભવિષ્યમાં પણ માનવ સંશાધન કર્મીઓની ભૂમિકા કોઈ પણ કંપની માટે મહત્વપૂર્ણ રહેશે કારણકે તે કોઈ પણ કંપની માટે બહુમુખી પ્રતિભાને ઓળખે છે.

English summary
International HR Day 2021: HR facing new challenges in Corona era, is responsible for strengthening companies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X