હવે સમય આવી ગયો છે ઘરમાં પણ માસ્ક પહેરવાનો, જાણો કેમ?

હવે સમય આવી ગયો છે જ્યારે લોકોએ ઘરની અંદર પણ માસ્કર પહેરવુ પડશે. જાણો કારણ.

કોરોના વાયરસની બીજી લહેરે દેશભરમાં કોહરામ મચાવ્યો છે. ઑક્સિજનની કમીથી ઘણા લોકોના મોત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવુ ખૂબ જરૂરી છે. કોવિડ 19 માટે બનાવવામાં આવેલી નેશનલ ટાસ્ક ફોર્સના હેડ ડૉક્ટર વીકે પૉલે કહ્યુ છે કે હવે સમય આવી ગયો છે જ્યારે લોકોએ ઘરની અંદર પણ માસ્કર પહેરવુ પડશે. કોરોના સંક્રમણ ચેનને તોડવા માટે ઘરની અંદર માસ્ક પહેરવુ જરૂરી છે.

ઘરની અંદર માસ્ક પહેરવુ કેમ છે જરૂરી

ઘરની અંદર માસ્ક પહેરવુ કેમ છે જરૂરી

ભારતમાં કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. જ્યારે કોઈ વ્યક્તિ છીંકે કે ખાંસે તો સંક્રમણ થવાનુ જોખમ ઘણુ વધી જાય છે. છીંકતી કે ખાંસતી વખતે નીકળેલા ડ્રોપલેટ્સ આસપાસના લોકોના મોઢા કે પછી શ્વાસ લેવા પર શરીરની અંદર પહોંચી જાય છે જેનાથી સંક્રમણ થઈ શકે છે. વળી, કોરોનાની બીજી લહેર દરમિયાન અમુક કોરોના સંક્રમિત લોકોમાં લક્ષણ દેખાતા નથી કે જે બહુ જ ખતરનાક છે. ડૉક્ટર પૉલે આ વાત પર વધુ જોર આપ્યુ છે કે જો લક્ષણહીન વ્યક્તિ વાત કરે કે છીંકે તો તે ઈન્ફેક્શન ફેલાઈ શકે છે. એવામાં આખો પરિવાર કોરોના પૉઝિટિવ થઈ જાય છે. એવામાં ઘરની અંદર પણ માસ્ક પહેરો. વિશેષજ્ઞોનુ માનવુ છે કે બીજી લહેરનુ સૌથી મોટુ કારણ ઘરની અંદર થતુ સંક્રમણ છે.

CDC એ માન્યુ માસ્ક પહેરવુ છે જરૂરી

CDC એ માન્યુ માસ્ક પહેરવુ છે જરૂરી

અમેરિકાના સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રોટેક્શન તરફથી પણ ઘરની અંદર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સીડીસીનુ કહેવુ છે કે 6 ફૂટ દૂર રહેવા ઉપરાંત ઘરની અંદર માસ્ક પહેરવુ જરૂરી છે. માસ્ક પહેરવાથી ટ્રાન્સમિશનનો ખતરો નજીવો રહે છે. માસ્ક પહેરવાથી માત્ર એ વ્યક્તિ જ નહિ પરંતુ બીજા લોકોને પણ કોવિડ-19થી બચાવી શકાય છે.

ઘરે માસ્ક પહેરવાની જરૂર

ઘરે માસ્ક પહેરવાની જરૂર

ઘરમાં માસ્ક પહેરવા માટે સરકારે ઉત્તર કેરોલિનાના આરોગ્ય વિભાગના આંકડાનો હવાલો આપ્યો છે. સરકારનુ કહેવુ છે કે ઘરમાં રહેતા બે લોકો વચ્ચે 6 ફૂટના અંતર સાથે માસ્ક પહેરવુ જરૂરી છે જેનાથી સંક્રમણને રોકી શકાય છે. જ્યારે લોકો માસ્ક પહેરે છે ત્યારે સંક્રમણનો ખતરો ઘટી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X