For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કડવા ચોથ 2019: શું કુંવારી છોકરીઓ રાખી શકે આ વ્રત?

કુંવારી છોકરીઓ પણ હવે કડવા ચોથનુ વ્રત રાખી રહી છે. આવો જાણીએ કે પરિણીત છોકરીઓ દ્વારા આ વ્રત રાખી શકાય કે નહિ.

|
Google Oneindia Gujarati News

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મનાવાતુ કડવા ચોથનુ વ્રત પરિણીત મહિલાઓ માટે ખૂબ વિશેષ હોય છે. સમાજમાં પતિ અને પત્નીના સંબંધને સૌથી મોટો અને પવિત્ર માનવામાં આવે ચે. આ સંબંધની મજબૂતી માટે કડવા ચોથનો તહેવાર મનાવવામાં આવે છે. આમ તો આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને વિકાસ માટે રાખે છે પરંતુ અત્યારે તો કુંવારી છોકરીઓ પણ આ વ્રત રાખી રહી છે. આવો જાણીએ કે પરિણીત છોકરીઓ દ્વારા આ વ્રત રાખી શકાય કે નહિ.

પતિ માટે રાખવામાં આવે છે આ વ્રત

પતિ માટે રાખવામાં આવે છે આ વ્રત

આ વર્ષે કડવા ચોથ 17 ઓક્ટોબરના રોજ આવી રહ્યુ છે. આ વ્રતની શરૂઆત સૂર્યોદય પહેલા જ થઈ જાય છે અને સાંજે ચંદ્રોદય બાદ પૂજા કરીને જ ઉપવાસ ખોલવામાં આવે છે. આ વ્રતમાં મહિલાઓ આખો દિવસ નિર્જળા રહે છે. આમાં ના તો અન્નનો એક દાણો ગ્રહણ કરવામાં આવે છે અને ના પાણીનુ એક ટીપુ. મહિલાઓ સાચા મનથી પોતાના દીર્ઘાયુષ્યની કામના કરે છે. તેમની નોકરી અથવા વેપારની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે દુઆઓ માંગે છે.

કુંવારી છોકરીઓ રાખી રહી છે કડવા ચોથનુ વ્રત

કુંવારી છોકરીઓ રાખી રહી છે કડવા ચોથનુ વ્રત

હવે માત્ર પરિણીત મહિલાઓ જ નહિ પરંતુ કુંવારી છોકરીઓ પણ આ વ્રત રાખવા લાગી છે. જાણકારોની માનીએ તો અપરિણીત છોકરીઓ પણ આ વ્રત રાખી શકે છે. કડવા ચોથનુ વ્રત કરવાથી કોઈ નુકશાન ન થાય. વાસ્તવમાં ઘણી છોકરીઓ પોતાના ફિયાન્સ કે પછી પોતાના પ્રેમી માટે આ વ્રત રાખે છે. જો કોઈ છોકરી કોઈની સાથે સંબંધમાં ન જોડાઈ હોય તો તે પણ કડવા ચોથનુ વ્રત રાખી શકે છે અને આ દરમિયાન પોતાના ભાવિ પતિ માટે કડવા માતાના આશીર્વાદ માંગી શકે છે.

આ પણ વાંચોઃ Happy Birthday Amitabh: અમિતાભ બચ્ચન પાસે કેટલી છે સંપત્તિ, જાણોઆ પણ વાંચોઃ Happy Birthday Amitabh: અમિતાભ બચ્ચન પાસે કેટલી છે સંપત્તિ, જાણો

કુંવારી છોકરીઓ નથી રાખતી નિર્જળા વ્રત

કુંવારી છોકરીઓ નથી રાખતી નિર્જળા વ્રત

આમ તો પરિણીત મહિલાઓ આ વ્રત માટે જે નિયમોનુ પાલન કરે છે, તે જ નિયમ અપરિણીત છોકરીઓએ પણ માનવા જોઈએ. બસ પૂજા દરમિયાન અમુક નિયમોમાં ફેરફાર આવી જાય છે. જો તમે પોતાના ફિયાન્સ કે પ્રેમી માટે આ વ્રત ન કરતા હોય તો તમારે નિર્જળા વ્રત રાખવાની જરૂર નથી. તમે બસ નિરાહાર વ્રત રાખી શકો છો. કુંવારી કન્યાઓને આ વ્રતમાં માત્ર ચંદ્રની જ પૂજા નહિ પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીના પણ આશીર્વાદ લેવા જોઈએ. આનાથી ભવિષ્યમાં તમારુ વૈવાહિક જીવન ખુશમય રહેશે.

English summary
It’s not just married women who fast on Karva Chauth, even unmarried girls do.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X