For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યારે અને ક્યાં થયો હતો જલિયાવાલા બાગ હત્યાકાંડ, બૈસાખીના દિવસે માર્યા ગયા હતા સેંકડો લોકો

જલિયાંવાલા બાગ હત્યાકાંડને 13 એપ્રિલ, 2022ના રોજ બુધવારે 103 વર્ષ પૂરા થઈ રહ્યા છે. જાણો સમગ્ર ઘટના વિશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જલિયાંવાલા બાગ હત્યાકાંડને 13 એપ્રિલ, 2022ના રોજ બુધવારે 103 વર્ષ પૂરા થઈ રહ્યા છે. જલિયાવાલાં બાગ હત્યાકાંડ ભારતના પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે જલિયાવાલાં બાગમાં 13 એપ્રિલ 1919માં થયો હતો. એ દિવસે બૈસાખીનો દિવસ હતો. જલિયાવાલાં બાગમાં 13 એપ્રિલ 1919ના દિવસે અંધાધુંધ ગોળીબારમાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આ દિવસે રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે એક સભા યોજાઈ રહી હતી જેમાં જનરલ ડાયર નામના એક અંગ્રેજ અધિકારીએ અકારણ એ સભામાં ઉપસ્થિત ભીડ પર ગોળીઓ ચલાવડાવી જેમાં 350થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

જનરલ ડાયરે આપ્યો ગોળીઓ ચલાવવાનો આદેશ

જનરલ ડાયરે આપ્યો ગોળીઓ ચલાવવાનો આદેશ

જે વખતની આ ઘટના છે એ વખતે અંગ્રેજોએ સભાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને નાગરિકોને તેમની 'અવજ્ઞા' માટે દંડિત કરવા માટે બ્રિગેડિયર જનરલ રેઝિનાલ્ડ ડાયરે સેનાને એ હજારો નિશસ્ત્ર ભારતીયોની ભીડમાં ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો જે બૈસાખીનો તહેવાર મનાવવા માટે એકસાથે આવ્યા હતા, તે એ વાતથી અજાણ હતા કે ત્યાં આટલી ભારે માત્રામાં ગોળીબાર થવાનો છે. સૈનિકોએ પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં પ્રવેશ કર્યો અને તેમની પાછળ મુખ્ય પ્રવેશ દ્વારને બંધ કરી દીધો જેથી ભીડ પર લગભગ 10 મિનિટ સુધી ગોળીઓ ચલાવતા પહેલા કોઈ ભાગી ન શકે. ઘણા લોકો ખુદને બચાવવા માટે કૂવામાં કૂદી ગયા કારણકે સૈનિકો તેમના પર ગોળીઓ ચલાવી રહ્યા હતા.

બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર 'શરમજનક નિશાન'

બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર 'શરમજનક નિશાન'

અંગ્રેજો દ્વારા જાહેર કરવામાં આવેલ અધિકૃત આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે નરસંહારમાં 350થી વધુ લોકો માર્યા ગયા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ દાવો કર્યો હતો કે આ સંખ્યા 1000 જેટલી વધુ હતી. જનરલ ડાયર, જેની બ્રિટનમાં અમુક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી પરંતુ ઘણા લોકોએ તેની ટીકા કરી હતી. આ ઘટના બાદ જનરલ ડાયરને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમને પછી ભારતમાં તૈનાત કરવાથી પણ રોકી દેવામાં આવ્યા હતા. નરસંહાર માટે માફીની વધતી માંગ વચ્ચે પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી થેરેસા મેએ આ ઘટનના પર ખેદ વ્યક્ત કર્યો. તેમણે આ ઘટનાને બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર 'શરમજનક નિશાન' કહ્યુ, પરંતુ માફી માંગવાનુ બંધ કરી દીધુ.

નરસંહારના 100 વર્ષ પછી..

નરસંહારના 100 વર્ષ પછી..

નરસંહારના 100થી વધુ વર્ષો બાદ 2019માં, ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત ડૉમિનિક એસ્ક્વિથ જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી અને માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. એ વખતે ડૉમિનિક એસ્ક્વિથે કહ્યુ હતુ, 'આજથી 100 વર્ષ પહેલા જલિયાંવાલા બાગની ઘટનાઓ બ્રિટિશ-ભારતીય ઈતિહાસમાં એક શરમજનક કૃત્યને દર્શાવે છે. જે થયુ અને જે દુઃખ થયુ તેના માટે અમને ઉંડો ખેદ છે. મને આજે એ વાતની ખુશી છે કે યુકે અને ભારત 21મી સદીની એક સંપન્ન ભાગીદારીને વધુ વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છે.'

English summary
Jalianwala bagh massacre: Know what happened on 13 April, 1919
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X