રાહુલ ચોકલેટ તો મોદી ખિચડી ખાઇને કરે છે ચૂંટણી પ્રચાર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 એપ્રિલ: લોકસભાની ચૂંટણીનું કાઉનડાઉન બસ શરૂ થવાની તૈયારીમાં છે. નેતાઓ તાબડતોડ રેલીઓ કરી રહ્યાં છે. આ રાજકીય ગરમા-ગરમીમાં નેતાઓ માટે ખાવા-પીવાનો સમય નથી. મોટા નેતાઓની વાત કરીએ તો એક પછી એક થનાર રેલીઓના લીધે તેમને શ્વાસ લેવાનો પણ ટાઇમ નથી. એવામાં એ જાણવું જરૂરી ઘણું રસપ્રદ રહેશે કે નેતાઓ આટલી વ્યસ્તતા વચ્ચે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખે છે. અમે એક-એક કરીને મુખ્ય પાર્ટીઓના નેતાઓ વિશે તમને જણાવીશું.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઓછું જમવાનું પસંદ કરે છે અને અજાણ્યા સ્થળોએ ક્યારેય ખાતા નથી. તે આટલી વ્યસ્ત દિનચર્યા વચ્ચે સાંજે ખિચડી ખાવાનું પસંદ કરે છે. તેમને સામાન્ય રીતે હલકો ખોરાક પસંદ છે અને તેમને જમવામાં ગુજરાતી હલકો ખોરાક પસંદ છે. નવરાત્રિને ધ્યાનમાં રાખતાં નરેન્દ્ર મોદી હાલ ઉપવાસ પર છે, એટલા માટે તે ગરમ પાણીની સાથે ફક્ત લીંબુ પાણી પીવે છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નાસ્તા દરમિયાન ફાસ્ટ ફૂડમાં નૂડલ્સ પસંદ છે પરંતુ મોટાભાગે તે સવરે નાસ્તો કરતા નથી. તો બીજી ચૂંટણી પ્રવાસ દરમિયાન તે ડાઇટ કોલા અથવા લીંબુ પાણી લઇને પોતાના શરીરની પાણીની જરૂરિયાતને પુરી કરતા રહે છે.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીને સૌથી વધુ ચોકલેટ પસંદ છે કારણ કે તેનાથી તે દિવસ દરમિયાન ઉર્જાવાન રહે છે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવલ પોતાના ઘરે બનેલા નાસ્તામાં વધુ વિશ્વાસ ધરાવે છે અને એટલા માટે જ્યારે પણ તે દિલ્હીમાં હોય છે તે તેમના ઘરેથી જમવાનું લઇને જાય છે. ચૂંટણીની દોડધામ દરમિયાન તે ફળ અને તેનો જ્યૂસ લઇને પોતાના ભોજનની જરૂરિયાતોને પૂરી કરતા રહે છે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

આ દરમિયાન પોતાની પાર્ટીના સભ્યોના ઘરે પણ કેજરીવાલ ભોજનની મજા માણવાનું ચૂકતા નથી. કેજરીવાલને મગની દાળ અને ચણા ખૂબ જ પસંદ છે. તે હંમેશા પોતાની સાથે રાખે છે. આ ઉપરાંત સરળતાથી પચી જનાર બિસ્કીટ ખાઇને પોતાના શરીરને ઉર્જાવાન રાખે છે.

English summary
Narendra Modi prefers a light Gujarati meal in the evening, Rahul Gandhi gorges on chocolates and diabetic Arvind Kejriwal opts for digestive biscuits — amid a gruelling election campaign, politicians cope with hunger pangs in their own ways.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X