For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ભારતની 10 સૌથી લાંબું અંતર કાપનાર ટ્રેનો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભારતમાં આજકાલ રેલ સેવાઓમાં ઘણું પરિવર્તન આવી રહ્યું છે. હાઇ સ્પીડ ટ્રેનોથી માંડીને મેટ્રો રેલ સેવા સુધીમાં સરકાર ગંભીરતા પૂર્વક ધ્યાન આપી રહી છે. રેલવેએ દિલ્હીથી આગરા વચ્ચે એક હાઇ સ્પીડ ટ્રેનની શરૂઆત કરી, જેની ટ્રાયલ ગુરૂવારે જ કરવામાં આવી. આ ટ્રેન માત્ર 90 મિનિટમાં દિલ્હીથી આગરા સુધીનું અંતર કાપશે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ તો ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવા સુધીનો વાયદો લોકોને કર્યો છે.

જોકે, અમે તમને અહીં ભારતની એવી 10 ટ્રેનોની જાણકારી આપવાના છીએ, જે સૌથી લાંબો રૂટ કાપીને લોકોને મંજીલ સુધી પહોંચાડે છે. તમને જાણીને આશ્વર્ય થશે કે આ ટ્રેન કન્યાકુમારીથી શ્રીનગર નહી, પરંતુ અમૃતસરથી કેરલની કોચુવેલી જનાર એક ટ્રેન છે. તો પછી ફેરવો સ્લાઇડર અને નજર નાખો કેટલીક એવી જ ટ્રેન અને તેમના રૂટ સાથે જોડાયેલી જાણકારીઓ પર:

60 કલાકની મુસાફરી

60 કલાકની મુસાફરી

આ ટ્રેન 3296 કિલોમીટરનું અંતર 60 કલાકમાં કાપે છે. આ યાત્રા દરમિયાન આ 23 સ્ટેશનો પર રોકાઇ છે.

45 કલાક ટ્રેનમાં

45 કલાક ટ્રેનમાં

આ ટ્રેન 2569 કિલોમીટરનું અંતર 45 કલાક 35 મિનિટમાં કાપે છે. આ યાત્રા દરમિયાન આ 37 જગ્યાએ રોકાઇ છે.

26 સ્થળો પર રોકાઇ છે આ ટ્રેન

26 સ્થળો પર રોકાઇ છે આ ટ્રેન

આ ટ્રેન 2730 કિલોમીટરનું અંતર કાપે છે. જેને પાર પાડવામાં તેને 44 કલાકનો સમય લાગે છે. આ દરમિયાન અહીં 26 સ્ટેશનો પર રોકાઇ છે.

50 કલાકની મુસાફરી

50 કલાકની મુસાફરી

આ ટ્રેન તૂતૂકુડીથી ઓખા સુધી જાય છે. જેનું અંતર 2735 કિલોમીટરનું છે. આ ટ્રેન 50 કલાક 40 મિનિટમાં લોકોને પોતાની મંજીલ સુધી પહોંચાડે છે. આ દરમિયાન આ 38 સ્થળો પર રોકાઇ છે.

બીકાનેર થી કોયંબતૂર

બીકાનેર થી કોયંબતૂર

આ ટ્રેન બીકાનેરથી કોયંબતૂરનું 2781 કિલોમીટરનું અંતર 44 કલાક 20 મિનિટમાં કાપે છે. આ સફર દરમિયાન તે 34 સ્ટેશનો પર રોકાઇ છે.

51 કલાકની છે આ મુસાફરી

51 કલાકની છે આ મુસાફરી

આ ટ્રેન રામેશ્વરથી વારાણસી સુધીની મુસાફરી 51 કલાક 40 મિનિટમાં પુરી કરે છે. આ મુસાફરી 2796 કિલોમીટરની છે. આ દરમિયાન આ 34 જગ્યાએ રોકાઇ છે.

ખૂબ લાંબું છે આ અંતર

ખૂબ લાંબું છે આ અંતર

આ ટ્રેન કન્યાકુમારીથી નિજામુદ્દીન જાય છે, જેનું અંતર લગભગ 2922 કિલોમીટર છે. આ ટ્રેન આટલું અંતર 46 કલાક 45 મિનિટમાં કાપે છે. આ દરમિયાન તે 23 સ્ટેશનો પર રોકાઇ છે.

54 કલાક ટ્રેનમાં

54 કલાક ટ્રેનમાં

આ ટ્રેન 3022 કિલોમીટરનું અંતર 54 કલાક 35 મિનિટમાં કાપે છે. આ મુસાફરી દરમિયાન તે 39 સ્થળોએ રોકાઇ છે.

50 કલાકની છે આ મુસાફરી

50 કલાકની છે આ મુસાફરી

આ ટ્રેન તિરૂવનંતપુરમ થી નિજામુદ્દીન જાય છે, જેનું અંતર લગભગ 3014 કિલોમીટર છે. આ ટ્રેન આટલું અંતર 50 કલાક 45 મિનિટમાં કાપે છે. તો બીજી તરફ આ દરમિયાન તે 30 સ્ટેશનો પર રોકાઇ છે.

પુરી તૈયારી સાથે જાવ આ યાત્રા પર

પુરી તૈયારી સાથે જાવ આ યાત્રા પર

આ ટ્રેન તિરૂવનંતપુરમથી નવી દિલ્હી જાય છે, જેનું અંતર લગભગ 3035 કિલોમીટર છે. આ ટ્રેન આટલું અંતર 50 કલાક 25 મિનિટમાં પુરૂ કરે છે. તો બીજી તરફ આ 42 સ્ટેશનો પર રોકાઇ છે.

English summary
Indian government is making several attempts to improve the railway system of our country. Let's know about trains of India which covers the longest route.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X