જાણો, કેટલામાં છપાય છે 500 અને 2000 રૂપિયાની એક નોટ

Posted By:
Subscribe to Oneindia News

શું તમને ખબર છે કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નોટોને છાપવામાં કેટલો ખર્ચો થાય છે. ચલણી નોટ છાપનારી ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (બીઆરબીએનએમપીએલ) મુજબ 500 રૂપિયાની એક નવી નોટ છાપવા માટે 3.09 રૂપિયા ખર્ચવામાં આવે છે. જ્યારે 2000 રૂપિયાની નવી નોટ છાપવા માટે 3.54 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

2000 rs note

500 અને 2000 રૂપિયાની નોટ

બીઆરબીએનએમપીએલ ભારતીય રિઝર્વ બેંકની એક સબ્સિડિયરી છે જે ચલણી નોટ છાપે છે. એક આરટીઆઇના જવાબમાં બીઆરબીએનએમપીએલ તેમ જણાવ્યું કે તે 500 રૂપિયાની નવી 1000 નોટ છાપવા માટે ભારતીય રિઝર્વ બેંકથી 3090 રૂપિયા લે છે. અને ત્યાં જ 2000 રૂપિયાની નવી 1000 નોટને છાપવા માટે બીઆરબીએનએમપીએલથી 3540 રૂપિયા લે છે.નોંધનીય છે કે જૂની 500 રૂપિયાની નોટ 3.09 રૂપિયા જ છપાતી હતી. અને બીજી તરફ 1000 રૂપિયાની જૂની નોટ 3.54 રૂપિયામાં છપાતા હતા. જેમાં હવે 2000 રૂપિયાની નવી નોટ છપાય છે.

R ઇનસેટ લેટર
સોમવારે ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે તે જલ્દી જ R ઇનસેટ લેટર સાથે એક નવી બેંચ જાહેર કરશે. આ ઇનસેટ લેટર R મોટ બન્ને નંબર પેનલમાં હશે. આ વાત ભારતીય રિઝર્વ બેંકે એક નોટિફિકેશન દ્વારા જાહેર કરી હતી. જે મુજબ નવી નોટોમાં ગર્વનર અર્જિત પટેલના હસ્તાક્ષર અને છાપન વર્ષ તરીકે 2016 લખવામાં આવશે.

50 રૂપિયાના નોટ

ભારતીય રિઝર્વ બેંકે તે પણ કહ્યું કે તે જલ્દી જ 50 રૂપિયાની નવી નોટો છાપશે. જેને મહાત્મા ગાંધી સિરીઝ 2005 હેઠળ છાપવામાં આવશે. આ નવી નોટો ઇનસેટ લેટર R અને L સાથે છાપવામાં આવશે. જે બન્ને નંબર પેનલ પર હાજર રહેશે.

English summary
know how much it cost to print one 500 and 2000 rupee note.
Please Wait while comments are loading...