• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Exclusive : મોદી કયા બ્રહ્માસ્ત્ર વડે પાર કરશે ‘ધર્માંતરણ’ કસોટી?

By કન્હૈયા કોષ્ટી
|
modi-in-parliament-1
અમદાવાદ, 19 ડિસેમ્બર : ડિસેમ્બર આવતા જ ધર્માંતરણનો મુદ્દો ઉગ્ર થઈ જાય છે. ડિસેમ્બર હકીકતમાં ક્રિસમસનો તહેવાર લઈને આવે છે અને એમ મનાય છે કે આ દરમિયાન દેશમાં કેટલીક ઈસાઈ મિશનરીઓ મોટાપાયે ધર્માંતરણ કરાવે છે. એટલે જ કેટલાક હિન્દુ સંગઠનોએ ઘર વાપસી નામના કાર્યક્રમ વડે હિન્દુમાંથી ખ્રિસ્તી બનેલા લોકોને પુનઃ હિન્દુ બનાવવાની ઝુંબેશ ઉપાડી છે.

દેશની સંસદ હાલ ધર્માંતરણ મુદ્દે હંગામેદાર બનેલી છે. લોકસભા અને રાજ્યસભા બંને જ ગૃહોમાં ધર્માંતરણના મુદ્દે ચર્ચા છેડાયેલી છે. પ્રત્યેક પક્ષનો સાંસદ પોતાનો અને પોતાના પક્ષનો અભિપ્રાય ગૃહમાં રજૂ કરી રહ્યો છે અને આ આખી ચર્ચાનો સાર શું નિકળ્યો? બસ ેક જ સાર નિકળ્યો અને તે એ કે આ મુદ્દે સરકાર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે.

narendra-modi-1
સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ સિવાય દેશના તમામ રાજકીય પક્ષોના નેતાઓ-સાંસદો માંગણી કરી રહ્યા છે કે ધર્માંતરણ મુદ્દે નરેન્દ્ર મોદી જવાબ આપે. જોકે સરકાર તરફથી વારંવાર કહેવાઈ રહ્યું છે કે સંબંધિત મંત્રાલયના મંત્રી આ મુદ્દે જવાબ આપશે, પણ વિપક્ષ કે જે વિખેરાયેલું છે, તેના લોકો મોદીના જવાબની માંગ પર જે રીતે અડી ગયા છે, તેનાથી લાગે છે કે વિપક્ષી નેતાઓની આ માત્ર માંગણી નહીં, પણ મહેચ્છા બની ગઈ છે.
rahul-gandhi-latest
વિપક્ષની આ માંગણી મહેચ્છાની જેમ એટલે લાગે છે, કારણ કે 2002 સુધી કટ્ટર હિન્દુત્વવાદીની છબી ધરાવતા નરેન્દ્ર મોદી 2012 આવતા સુધી સદ્ભાવના ઉપવાસ વડે સૌનો સાથ-સૌનો વિકાસના માર્ગે ચાલી નિકળ્યાં અને ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ તેમના આ રાહની મંજિલ દિલ્હી બની ગઈ. લોકસભા ચૂંટણી 2014નું બ્યુગલ વાગતા સુધી નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુત્વની છબી જાળવી રાખવાની સાથે એક કુશળ શાસક તરીકે પોતાની જાતને સ્થાપિત કરવામાં સફળ થયાં અને આ જ કારણ છે કે આજે સમ્પૂર્ણ બહુમતી સાથે તેઓ દેશના વડાપ્રધાન બની ચુક્યાં છે.

નરેન્દ્ર મોદીની છેલ્લા એક દાયકામાં બદલાયેલી છબીની આ પહેલી પરીક્ષા છે કે જ્યારે દેશમાં ધર્માંતરણનો મુદ્દો ઉગ્ર ચર્ચામાં આવી ચુક્યો છે. બસ, એટલે જ વિપક્ષની માંગણી સરકારનો અભિપ્રાય જાણવા માટેની નહીં, પણ વિપક્ષની મહેચ્છા નરેન્દ્ર મોદીનો વ્યક્તિગત અભિપ્રાય જાણવાની છે કે આખરે મોદીએ છેલ્લા એક દાયકામાં કટ્ટર હિન્દુત્વવાદીમાંથી ઉતારવાદી હિન્દુત્વની જે પોતાની છબી ઉપસાવી છે, તેમાં કેટલી હકીકત છે.

arendra-modi-14
પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે શું નરેન્દ્ર મોદી જવાબ આપશે? એમ તો લાગતુ નથી કે વડાપ્રધાન તરીકે મોદી ધર્માંતરણ મુદ્દે એવું કોઈ પણ નિવેદન આપે કે જે દેશમાં હિન્દુઓ ઉપરાંત બીજા કોઈ પણ ધર્મના લોકોના મનમાં તેમની કુશળ નેતૃત્વ ક્ષમતા સામે શંકા પેદા કરે. એવુ નથી કે મોદી આવા પ્રકારના ધર્મ સંકટમાં અગાઉ ક્યારેય નથી પડ્યાં. જ્યારે મોદી પોતાની દરેક વાતમાં ગુજરાતના અનુભવનો ઉલ્લેખ કરતા હોય, તો આ મુદ્દે પણ તેઓ ચોક્કસ ગુજરાતના અનુભવે જ કામ લેશે.

ગુજરાતના મુખ્યમંત્રી રહેતા મોદી સામે ગોધરા કાંડ તથા તે પછીના રમખાણો અંગે બનેલી મુસ્લિમ વિરોધી છબી સુધારવામાં ઘણી મુશ્કેલીઓ આવી. વિશ્વ હિન્દૂ પરિષદ્ તથા તેના સહયોગી સંગઠનોએ મોદીને ગુજરાતમાં તેમના 12 વર્ષના શાસન દરમિયાન અનેક મુદ્દે ધર્મ સંકટમાં નાંખ્યાં. પછી તે પાટનગર ગાંધીનગર ખાતે દબાણ હટાવવાના નામે મંદિરો તોડવાનો વિરોધ હોય કે રમખાણોના આરોપમાં ફસાયેલા વિહિપ સાથે સંકળાયેલા આરોપીઓ કે અન્ય હિન્દૂ આરોપીઓને બચાવવાની બાબત હોય, પણ મોદી આવા તમામ મુદ્દાથી પોતાને પરે રાખી માત્ર અને માત્ર વિકાસની ધારા વહેડાવતા રહ્યાં અને મોદીના વિકાસના નારા આગળ તમામ કટ્ટરવાદી તાકતો પોતે જ નબળી પડતી ગઈ.

હવે જ્યારે મોદી દેશના વડાપ્રધાન બન્યાં છે. ભારતીય જનતા પક્ષના નેતા જ નહીં, પણ કટ્ટ સંઘી નેતા હોવાના નાતે મોદી આજે પણ કટ્ટર હિન્દુત્વવાદી છબીમાંથી સમ્પૂર્ણપણે બહાર આવી નથી શક્યાં. તેમણે વિકાસના નારાને જ દરેક સમસ્યાનો ઉકેલ માન્યો, પણ વિપક્ષ સહિત તેમના તમામ વિરોધીઓને હજીય એમ જ લાગે છે કે નરેન્દ્ર મોદી,સંઘ કે ભાજપ પોતાના હિન્દુત્વના મૂળ એજંડાને ક્યારેય ન છોડી શકે અને તેથી જ વિપક્ષના લોકો મોદીના મોઢે ધર્માંતરણ મુદ્દા પર તેમના વિચાર જાણવા માંગે છે. આ માત્ર માંગણી નહીં, પણ એક મહેચ્છા છે કે વિપક્ષના લોકો ધર્માંતરણ મુદ્દે નરેન્દ્ર મોદીનું નિવેદન સાંભળી તેમની બદલાયેલી છબીના લેખાજોખા કરવા માંગે છે.

વડાપ્રધાન બન્યા બાદ મોદી સમક્ષ ભાજપ-સંઘની છબી જાળવી રાખતા સમગ્ર રાષ્ટ્રના નેતા તરીકે પોતાને સ્થાપિત કરવાનો સૌથી મોટો પડકારો ઊભો થયો છે. ચૂંટણી પહેલા સુધી તેમની સામે દરેક પ્રકારના આરોપો લાગ્યાં. આમ છતાં તેમના વિકાસના નારા આગળ તમામ આરોપો આધારહીન સાબિત થયાં અને દેશની પ્રજાએ તેમને સમ્પૂર્ણ બહુમતી આપી. ભલે તેમાં બહુમતી હિન્દુઓ અને ઘણા કટ્ટરવાદી હિન્દુઓનો પ્રચંડ ટેકો રહ્યો, પણ ક્યાંકને ક્યાંક લઘુમતી ખાસકર મુસ્લિમ મતદારોએ પણ મોદી ઉપર વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના પક્ષમાં મતદાન કર્યું.

jammu-election-1
ધર્માંતરણનો મુદ્દો મોદી સમક્ષ તેમની બદલાયેલી છબીને સાબિત કરવાની પહેલી કસોટી બની આવ્યો છે. હજી તો શરુઆત છે. મોદીએ હજી અયોધ્યામાં રામ મંદિર, કાશીમાં શિવ મંદિર તથા મથુરામાં કૃષ્ણ મંદિર જેવા હિન્દુત્વ સાથે જોડાયેલા ઘણા મહત્વના મુદ્દાઓ પર ધર્મ સંકટમાંથી પસાર થવું પડશે. એટલુ જ નહીં, જમ્મૂ-કાશ્મીરનો મુદ્દો પણ મહદઅંશે કલમ 370 સહિત દરેક રીતે હિન્દુત્વનો જ મુદ્દો છે, તો વાત જ્યારે આતંકવાદ કે પાકિસ્તાનથી મળતા પડકારોની હોય, તો તે મુદ્દાઓ પણ અનિચ્છાએ જ રાષ્ટ્રવાદ કરતા હિન્દુત્વવાદના વધુ બની જાય છે.
narendra-modi-as-pm-candidate-1
મોદીનો બ્રહ્માસ્ત્ર

આવા તમામ પડકારોને પહોંચી વળવા માટે નરેન્દ્ર મોદી પાસે સૌથી મોટો બ્રહ્માસ્ત્ર શો છે? હા જી, નરેન્દ્ર મોદી પાસે સૌથી મોટો શસ્ત્ર છે અધ્યાત્મ. વડાપ્રધાન બન્યા બાદથી જ મોદીના મોઢે ભગવાન શ્રી કૃષ્ણથી માંડી ગૌતમ બુદ્ધ અને રામકૃષ્ણ પરમહંસથી લઈ સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોના નામો અનેક વખત સાંભળવા મળ્યાં અને મળતા પણ રહેશે. આ તમામ પૌરાણિક તેમજ ઐતિહાસિક મહાપુરુષો આધ્યાત્મિક ગુરુઓ હતાં તથા નરેન્દ્ર મોદીની અંદર પણ ક્યાંકને ક્યાંક એક આધ્યાત્મિક પુરુષ છુપાયેલો છે. આ એ જ મોદી છે કે જે ઈશ્વરની શોધમાં હિમાલય રહી ચુક્યાં છે. ભારતીય અધ્યાત્મ એક એવી વિધા છે કે જે માત્ર માનવ કલ્યાણની જ વાત કરે છે. તેમાં નથી હિન્દૂની વાત આવતી કે નથી કોઈ બીજા ધર્મની. મોદીએ જ્યારે ગુજરાતમાં વિકાસનો નારો આપ્યો, ત્યારે તેઓ સામાન્ય રીતે દલીલ આપતા હતાં કે જો કોઈ ગામમાં નર્મદા નદીનું પાણી આવશે, તો તે આખા ગામને મળશે. પછી તેમાં હિન્દૂને મળશે કે મુસ્લિમને મળશે, તે પ્રકારનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે. બસ, મોદીની આ જ વિચારસરણી તેમને ધર્માંતરણ સહિતના દરેક વિવાદાસ્પદ મુદ્દાઓને પહોંચી વળવાની શક્તિ આપશે. અને તેઓ ચોક્કસ તમામને પહોંચી પણ વળશે જ.

અમદાવાદ, 18 ડિસેમ્બર : શ્રુતિ હસને 2009માં લક ફિલ્મ સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું અને આઝ્મા ફિલ્મ માટે તેમણે જે ગીત રેકૉર્ડ કર્યુ હતું, તે ચાર્ટ-ટૉપર બન્યુ હતું.

English summary
Opposition has demanded the statement from Prime Minister Narendra Modi over religious conversion. Now Modi has to prove that his image is changed or not. See exclusive report...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more