Solar Eclipse 2019: વર્ષ 2019માં આવશે ત્રણ સૂર્યગ્રહણ

Solar Eclipse 2019: વર્ષ 2019માં આવશે ત્રણ સૂર્યગ્રહણ

નવી દિલ્હીઃ ગ્રહણની વ્યાપક અસર મનુષ્ય અને જીવ-જંતુઓની સાથોસાથ પ્રકૃતિ, પર્યાવરણ અને સચરાચર જગત પર સમાન રૂપે થાય છે. ગ્રહણને લઈ લોકો ભયભીત પણ રહેતા હોય છે. વર્ષ 2018 સમાપ્ત થતાં નવું વર્ષ 2019 આવનાર છે. નવા વર્ષમાં કુલ ત્રણ સૂર્યગ્રહણ આવશે.

વર્ષ 2019નું પહેલું સૂર્યગ્રહણ

વર્ષ 2019નું પહેલું સૂર્યગ્રહણ

વર્ષ 2019નું સૌથી પહેલું ગ્રહણ 5-6 જાન્યુઆરી શનિવારે થશે. પૌષ કૃષ્ણ અમાસ, શનૈશ્વરી અમાવસ્યાના દિવસે થનાર આ ગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ હશે, પરંતુ આ ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે. જો કે આ દિવસે શનૈશ્ચરી અમાસવ્યા હોવાના કારણે પવિત્ર નદિઓમાં સ્નાન અને દાન-પુણ્યનું વિશેષ મહત્વ રહેશે.

બીજું સૂર્યગ્રહણ

બીજું સૂર્યગ્રહણ

વર્ષ 2019નું બીજું સૂર્યગ્રહણ આષાણ કૃષ્ણ અમાવસ્યા 2 જુલાઈ અને મંગળવારે આવશે. આ ખગ્રાસ સૂર્યગ્રહણ પણ ભારતમાં જોવા નહિ મળે, પરંતુ આ દિવસે ભૌમવતી અમાવસ્યા હોવાથી મોટી સંખ્યામાં લોકો આ પર્વ મનાવશે.

ત્રીજું સૂર્યગ્રહણ

ત્રીજું સૂર્યગ્રહણ

ત્રીજું સૂર્યગ્રહણ 26 ડિસેમ્બર 2019 પૌષ કૃષ્ણ અમાવસ્યા ગુરુવારે થશે. આ કંકળાકૃતિ સૂર્યગ્રહણ હશે અને સંપૂર્ણ રીતે ભારતમાં જોવા મળશે. આ ગ્રહણ ઉજ્જૈનના સમય મુજબ સવાર 8 વાગીને 9 મિનિટ પર શરૂ થશે. જેનું મધ્ય 9.26 મિનિટે અને સૂર્યગ્રહણ 10.58 વાગ્યે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ કાર્યકાળ 2 કલાક 49 મિનિટ રહેશે.

આ વાત ધ્યાનમાં રાખવી

આ વાત ધ્યાનમાં રાખવી

અશુભ રાશિવાળા, રોગી અને ગર્ભવતી સ્ત્રિઓએ ગ્રહણ ન જોવું જોઈએ. ગ્રહણના સમયે ધાર્મિક મનુષ્ય ઈશ્વરની પ્રાર્થના, મંત્ર જાપ, સંકીર્તન કરે. ગ્રહણ દરમિયાન ખોરાક દૂષિત થઈ જાય છે. માટે પર્વ કાળ દરમિયાન ભોજન ન કરવીં અને કંઈ પીવું પણ નહિ. પકાવેલ ભોજન, દૂધ, દહી, ઘી, માખણ, આથણા, પીવાનું પાણી, તેલ વગેરે ફેંકી દેવાં જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X