Lace underwear ban : રશિયામાં આ પ્રકારના અંડરવેર પહેરવા પર થઈ શકે છે જેલ, જાણો કેમ મુકાયો પ્રતિબંધ?
Lace underwear ban : આજે લોકો માટે કેટલાક કપડાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે રોજિંદા ઉપયોગ માટે અંડરવેર જરૂરી છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાની સગવડ અને પસંદગી મુજબ અંડરવેર પસંદ કરે છે.
જો કે તમને જાણીને નવાઈ લાગશે કે રશિયામાં કેટલાક પ્રકારના અંડરવેર પહેરવા પર પ્રતિબંધ છે. સરકાર ત્યાંના મહિલાઓને આ ખાસ અંડરવેર પહેરતા રોકે છે.

રશિયા, કઝાકિસ્તાન અને બેલારૂસમાં મહિલાઓ માટે લેસથી બનેલા અંડરવેર પહેરવા પર કાયદાકીય પ્રતિબંધ છે. માત્ર પહેરવા જ નહીં પરંતુ રશિયામાં લેસ અંડરવેરની આયાત, નિકાસ અને વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે.
આ પ્રતિબંધ 2011માં લાવવામાં આવ્યો હતો. સરકારના મતે લેસથી બનેલા અંડરવેર આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. લેસનું કપડું ત્વચાની નમી શોષી શકતું નથી, જેના કારણે ત્વચા સંબંધિત બિમારીઓ થઈ શકે છે.
આ પ્રતિબંધ લાગુ થતા રશિયા અને અન્ય દેશોમાં મહિલાઓએ વિરોધ દર્શાવ્યો હતો. તેમના મતે તેઓને શું પહેરવું તે નક્કી કરવાનો તેમને હક હોવો જોઈએ. જો કે, સરકાર હજુ પણ આ કાયદાને ચાલુ રાખવા માંગે છે.
આ પ્રતિબંધ ફેશન અને આરોગ્ય વચ્ચેના સમતોલન પર ચર્ચા ઊભી કરે છે. જણાવી દઈએ કે, રશિયા જ નહીં દુનિયાના ઘણા દેશોમાં અંડરવેરને લઈને ઘણા નિયમો જોવા મળે છે.












Click it and Unblock the Notifications
