For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓછા એટ્રેક્ટિવ હસબન્ડની પત્ની રહે છે વધુ ખુશ, જાણો શું કહે છે રિસર્ચ

જ્યારે વાત રોમાન્સની હોય તો લૂક પર ધ્યાન નથી અપાતું. લોકો ઈચ્છે છે કે સામેવાળી વ્યક્તિ કેવી દેખાય છે તે નહીં કેવી છે તેનું મહત્વ હોય.

|
Google Oneindia Gujarati News

જ્યારે વાત રોમાન્સની હોય તો લૂક પર ધ્યાન નથી અપાતું. લોકો ઈચ્છે છે કે સામેવાળી વ્યક્તિ કેવી દેખાય છે તે નહીં કેવી છે તેનું મહત્વ હોય. શું પાર્ટનરના લૂકની અસર રિલેશનશિપ પર પડે છે ? શું તમારી ખુશી પાર્ટનરના લૂક પર નિર્ભર કરે છે ? તાજેતરમાં થયેલા રિસર્ચ પ્રમાણે રિલેશનશિપમાં પાર્ટરનો લૂક મહિલાઓની ખુશી સાથે જોડાયેલો છે.

રિલેશનશિપમાં પોતાના પાર્ટનરના લૂકને કારણે કેટલીક મહિલા અન્ય મહિલા કરતા વધુ ખુશ રહે છે. રિસર્ચ પ્રમાણે જે મહિલાઓ ઓછા એટ્રેક્ટિવ પુરુષો સાથે હોય તે વધુ ખુશ રહે છે. તેઓ પોતાના સંબંધથી પણ સંતુષ્ટ હોય છે.

શું છે રિસર્ચ

શું છે રિસર્ચ

રિલેશનનશિપમાં આ મહત્વનો મુદ્દો છે, જેમાં લોકોના મત જુદા જુદા છે. પરંતુ રિસર્ચમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. આ રિસર્ચ ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના નિષ્ણાતોની ટીમે કર્યું છે. રિસર્ચમાં ખુલાસો થયો કે જે સંબંધમાં મહિલા પુરુષ કરતા શારિરીક રીતે વધુ આકર્ષક હોય તેમની રિલેશનશિપ બીજાની તુલનામાં વધુ સારી હોય છે. આ અભ્યાસ માટે લગ્ન કરેલા કપલને જ સામેલ કરાયા હતા અને પરિણામો પણ એક સરખા જોવા મળ્યા.

આ પ્રોજેક્ટમાં 113 કપલ્સે ભાગ લીધો હતો. જેમાં ખાસ ધ્યાન એ રખાયું હતું કે તેમના લગ્નને ઓછામાં ઓછા 30 વર્ષ થયા હોય અને ઉંમર 30 વર્ષ કરતા ઓછી હોય. એટલે જો બીજા લોકો પર રિસર્ચ થયું હોત તો શક્ય છે પરિણામ અલગ હોત.

આ રિસર્ચમાં કપલ્સને એક પેપર અપાયું હતું, જે તેમની ફિટ અને સેક્સી રહેવાની ઈચ્છાઓ અંગેનું હતું. આ સ્ટડી સાથે જોડાયેલા નિષ્ણાતો પ્રમાણે સંબંધોમાં સાયન્સ અગત્યનું છે.

રિસર્સ પર શું કહે છે એક્સપર્ટ્સ

રિસર્સ પર શું કહે છે એક્સપર્ટ્સ

આ રિસર્ચમાં સામેલ થયેલા નિષ્ણાતોએ પણ સ્ટડી વિશે પોતાનો મત રજૂ કર્યો છે. તાનિયા રેનોલ્ડ્સ નામની લીડ રિસર્ચરનું કહેવું છે કે પરિણામો મુજબ જો પતિ ફિઝિકલી એટ્રેક્ટિવ હોય, તો પત્નીના મનમાં શંકા રહ્યા કરે છે અને નકારાત્મક્તા આવે છે. ખાસ કરીને જે મહિલાઓ વધુ એટ્રેક્ટિવ નથી તેમને આવી લાગણી થાય છે.

આવી મહિલાઓ વેઈટ લોસ કરવા ઉત્સુક હોય છે. તેમનામાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને અસંતોષની લાગણી હોય છે.

એટ્રેક્ટિવ પતિની મહિલાઓ પર અસર

એટ્રેક્ટિવ પતિની મહિલાઓ પર અસર

વધુ સ્લીમ દેખાવાના ચક્કરમાં મહિલાઓ પોતાના શરીર માટે જરૂરી પોષક આહાર નથી લેતી એ વાત સામે તમે બધા સહમત હશો. સોસાયટીમાં રહીને બોડીને સ્લીમ બનાવવા મોટા ભાગની સ્ત્રીઓ ઈચ્છે છે.

જ્યારે મહિલાઓનો પતિ તેમના કરતા દેખાવમાં વધુ એટ્રેક્ટિવ અને સ્માર્ટ હોય ત્યારે તે પોતાના પર દબાણ અનુભવે છે. એટલે જ મહિલાઓ ઓછા એટ્રેક્ટિવ પતિ સાથે વધુ ખુશ રહે છે. તેમની સાથે રહીને તે પોતાના લૂક અંગે પ્રેશર નથી અનુભવતી.

ફ્લોરિડાની યુનિવર્સિટીએ કરેલા રિસર્ચમાં ભાગ લેનારી મહિલાઓએ કહ્યું કે તેમને ડાયેટ કરવાની કે ભૂખ્યા રહેવાનું પ્રેશર નથી, તેઓ સકારાત્મક મહેસૂસ કરે છે અને ખુશ રહે છે.

English summary
Less Attractive Men Make Women Happier Says Study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X