નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો આ હશે તેમના મંત્રી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણી શરૂ થવામાં હવે વધુ સમય બાકી રહ્યો નથી. આગામી મહિને પરિણામ પણ આવી જશે. તમામ સર્વે રિપોર્ટના અનુસાર એનડીએ યૂપીએ કરતાં આગળ ચાલી રહી છે. જો એનડીએની સરકાર બને છે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે અને તેમની પસંદનું કેબિનેટ પણ હશે.

એક સમાચાર પત્રના અનુસાર આરએસએસ અને ભાજપના દિગ્ગજ હાલમાં આગામી સરકારની રૂપરેખા તૈયાર કરવામાં લાગી ગયા છે. સમાચાર પત્રએ અનુમાન લગાવ્યું છે જો નરેન્દ્ર મોદીની સરકાર બને છે તો કયા-કયા નેતા મંત્રી બનશે અને તેમને કઇ જવાબદારી મળશે.

નરેન્દ્ર મોદી સારી રીતે સરકાર ચલાવવા માંગે છે. તે વધુમાં વધુ લોકો પાસે કામ કરાવવા માંગે છે. સમાચાર પત્રએ એ પણ લખ્યું છે કે જો ઉત્તર પ્રદેશમાં પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું તો અમિત શાહને ભાજપને ભાજપ અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત આરકે સિંહ, હરદીપ પુરી, જનરલ વીકે સિંહને પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે. આ વખતે વરૂણ ગાંધીને પણ મંત્રી બનાવવાના અણસાર છે. તો આવો એક નજર કરીએ મોદી સરકારમાં કોને કઇ જવાબદારી સોંપવામાં આવી શકે છે.

અમિત શાહ

અમિત શાહ

સમાચારપત્રએ લખ્યું છે કે નરેન્દ્ર મોદીના ખાસ સહયોગી અમિત શાહ પીએમઓમાં મંત્રી બનશે.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

જ્યારે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ રક્ષા મંત્રીની જવાબદારી સંભાળશે.

અરૂણ જેટલી

અરૂણ જેટલી

હોશિયાર નેતા અરૂણ જેટલીને આ વખતે નાણામંત્રીનું પદ મળી શકે છે.

સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજ

બોલવામાં હોશિયાર નેતા સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે.

અરૂણ શોરી

અરૂણ શોરી

એનડીએ સરકારમાં વિનિવેશ મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂકેલા અરૂણ શોરીને આ વખતે કોમર્સ મિનિસ્ટર બનાવવામાં આવી શકે છે.

રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદ

જ્યારે એનડીએ સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રી રહી ચૂકેલા રવિશંકર પ્રસાદને કાયદા મંત્રી બનાવવામાં આવી શકે છે.

રાજીવ પ્રતાપ રૂડી

રાજીવ પ્રતાપ રૂડી

યુવા નેતા રાજીવ પ્રતાપ રૂડીને સિવિલ એવિએશન મિનિસ્ટર બનાવવામાં આવી શકે છે. ગત એનડીએ સરકારમાં પણ તે આ પદ પર હતા.

મનોહર પાર્રિકર

મનોહર પાર્રિકર

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને ગૃહમંત્રી બનાવવામાં આવી શકે છે.

નિતિન ગડકરી

નિતિન ગડકરી

નિતિન ગડકરીને શહેરી વિકાસ મંત્રી બનાવી શકાય છે તે મહારાષ્ટ્રના પીડબ્લૂડી મંત્રી રહી ચૂક્યાં છે.

સુશીલ મોદી

સુશીલ મોદી

બિહારના નેતા સુશીલ મોદીના પણ મંત્રી બનવાના અણસાર છે અને તેમને કૃષિ મંત્રાલય મળી શકે છે

લાલકૃષ્ણ અડવાણી

લાલકૃષ્ણ અડવાણી

ભાજપના ભીષ્મ પિતામહ લાલ કૃષ્ણ અડવાણી એનડીએના સંયોજક બનશે. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદીનું સમર્થન કરતાં પહેલાં લાલકૃષ્ણ અડવાણીએ વચન લીધું હતું કે તેમને એનડીએના ચેરમેન બનાવવામાં આવે. આ શરતના આધારે તેમણે ગાંધીનગરથી ચૂંટણી માટે હા કહી.

રાજ્યકક્ષાના નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે

રાજ્યકક્ષાના નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે

માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી રાજ્યોમાંથી કેટલાક નેતાઓને કેન્દ્ર સરકારમાં સ્થાન આપી શકે છે. એટલું જ નહી રાજ્યસભા સભ્ય સ્મૃતિ ઇરાની, પુરૂષોત્તમ રૂપાલા અને પીયૂષ ગોયલને પણ કેબિનેટમાં લઇ જઇ શકે છે.

શાહનવાઝ ખાન

શાહનવાઝ ખાન

એનડીએના કાર્યકાળમાં મંત્રી રહી ચૂકેલા શાહનવાઝ ખાનને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે.

અન્ય નેતા

અન્ય નેતા

આ ઉપરાંત આરકે સિંહ, હરદીપ પુરી, જનરલ વીકે સિંહને પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે. આ વખતે વરૂણ ગાંધીને પણ મંત્રી બનાવવાના અણસાર છે.

English summary
While Narendra Modi goes around the country enthusing supporters and trying to win over the undecided, BJP and RSS bigwigs are said to be drawing the contours of what a possible government led by the party could look like.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X