લોકસભા ચૂંટણી 2014:...તો આવી હશે ભાવિ સરકાર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2014 બાદ કોઇ પાર્ટીની સરકાર બનશે અને કોને હારનો સામનો કરવો પડશે, તે અંગે મતદાન ગણતરી પૂરી થયા બાદ ખબર પડી જશે. ભાજપ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે.

તો બીજી તરફ કોંગ્રેસ આધિકારીક રીતે જાહેરાત કરવાથી બચી રહી છે જો કે રાહુલ ગાંધીનું નામ સૌથી આગળ છે. આવી જ પરિસ્થિતી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની પણ છે.

વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને લોકો સમક્ષ ચહેરા છે પરંતુ તેમની સરકારમાં મંત્રી કોણ હશે અને કયા નેતાને કયું મંત્રીપદ મળશે, તે અંગે આધિકારીક રીતે હજુ સુધી કંઇપણ કહેવામાં આવ્યું નથી. આ અંગે પૂછવામાં આવતાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતાએ કહ્યું કે જો તેમની પાર્ટીની સરકાર બને છે તો તેમનું મંત્રીમંડલ કંઇક આ પ્રમાણે હોઇ શકે છે.

ભાજપ

ભાજપ

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો કદાચ નિતિન ગડકરી તેનો ભાગ નહી બને કારણ કે તેમના પર એક કેસ દાખલ છે. રાજનાથ સિંહ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારમાં સામેલ નહી હોય. આ ઉપરાંત સરકારમાં કોઇપણ એવા નેતાનો સમાવેશ નહી કરવામાં આવે જેમની ઉંમર 75થી વધુ હોય.

કોંગ્રેસ

કોંગ્રેસ

જો કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બનશે તો મંત્રાલયની વહેંચણી રાહુલ ગાંધીની મરજીથી થશે. એ.કે.એંટનીને છોડીને 70 વર્ષથી ઉપરના કોઇપણ નેતા સરકારમાં સામેલ નહી થાય. સુશીલ કુમાર શિંદેને પણ સામેલ કરવામાં નહી આવે.

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તેમનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલ જ કરશે. મંત્રીઓની પસંદગીમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહેશે.

લોકસભા ચૂંટણીમાં કયો વર્ગ કઇ પાર્ટીની સાથે

લોકસભા ચૂંટણીમાં કયો વર્ગ કઇ પાર્ટીની સાથે

ભાજપ સામાન્ય રીતે અમીર અને મધ્યમ વર્ગની પાર્ટી ગણવામાં આવે છે જ્યારે કોંગ્રેસને એવી પાર્ટી તરીકે જોવામાં આવે છે કે જેને ગરીબ લોકોના વોટ વધુ મળે છે. 2004ની ચૂંટણીમાં આ વાત પણ સાબિત થઇ ગઇ. ધનિક વર્ગમાં 31 ટકાએ કોંગ્રેસને જ્યારે 42 ટકાએ ભાજપને સમર્થન કર્યું. જો કે 2009માં પરિવર્તન જોવા મળ્યું. કોંગ્રેસના સમર્થક વર્ગમાં પરિવર્તન જોવા મળ્યું. વામદળો અને બસપાને ગરીબ લોકોનું વ ધુ સમર્થન મળ્યું.

English summary
Lok Sabha Election 2014: Our future government will like this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X