ગુજરાતના લોકોનો અનોખી આળસ, 47 ટકા લોકો નથી કરતા મતદાન
ગાંધીનગર, 2 એપ્રિલ: ચૂંટણીને લોકતંત્રનો ઉત્સવ માનવામાં આવે છે. મતદાન પ્રત્યે લોગોમાં જાગૃતિ લાવવા માટે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવે છે. પરંતુ આ પ્રયત્નોથી કેટલી સફળતા મળે છે, એતો આંકડાઓથી જ સ્પષ્ટ થઇ જાય છે. અહીં સુધી કે 1996ની સામાન્ય ચૂંટણીના થોડા સમય બાદ ગાંધીનગર સંસદીય વિસ્તાર માટે થયેલી પેટા ચૂંટણીમાં જ્યારે માત્ર 20 ટકા મતદાન થયું, ત્યારે ચૂંટણી પંચે પોતે મતદાતાના મતદાન પ્રત્યે ઉદાસીનતા પર ચિંતા વ્યક્ત કરી હતી.
બૃહદ મુંબઇમાંથી અલગ રાજ્યના રૂપમાં અસ્તિત્વમાં આવ્યા બાદ ગુજરાતમાં અત્યાર સુધી લોકસભા ચૂંટણી માટે 13 વખત મતદાન થયું છે. આ ચૂંટણીઓમાં 52.60 એટલે કે લગભગ 53 ટકા લોકોએ મતદાન કર્યું, એટલે કે અત્યાર સુધીના આંકડાઓથી સ્પષ્ટ છે કે ગુજરાતમાં લગભગ 47 ટકા જેટલા લોકો મતદાન કેન્દ્રો સુધી જતા નથી. 1962થી 2009 દરમિયાન થયેલી 13 લોકસભા ચૂંટણીમાં સર્વાધિક 63.77 ટકા મતદાન 1967માં થયું હતું, જ્યારે સૌથી ઓછુ 35.95 ટકા લોકોએ 1996માં વોટિંગ કર્યું હતું. ગયા લોકસભા ચૂંટણી 2009ની વાત કરીએ તો માત્ર 47.92 ટકા લોકોએ જ મતદાન કર્યું હતું, જે 2004માં થયેલ 45.18 ટકા મતદાન કરતા થોડુંક વધુ જરૂર હતું પરંતુ તેમ છતાં સંતોષકારક તો ન જ કહેવાય.
આશ્ચર્યની વાત તો એ છે કે 1984માં તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ થયેલા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રત્યેની સહાનુભૂતિની લહેર પણ મતદાનની ટકાવારીનો આંકડો 60 સુધી પહોંચાડી શકી ન્હોતી. આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દેશની 450 બેઠકો પર વિજય મેળવ્યો હતો, પરંતુ ગુજરાતમાં મતદાન કરનારાઓની ટકાવારી 57.93 હતી. ત્યાર બાદ વોટિંગની ટકાવારીમાં જે પડતી આવી તે છેક 1996 સુધી ચાલુ રહી. 1989માં દેશમાં કોંગ્રેસનું શાસન સમાપ્ત થયુ અને અસ્થિર સરકારોનો દૌર શરૂ થયો. તેના પગલે 27 વર્ષોમાં જ્યાં 7 ચૂંટણીઓ થઇ, ત્યાંજ ચાર વર્ષોમાં ફરી ચૂંટણી યોજાઇ. તેમાં અડધાતી વધારે મતદાતાઓ મતદાન કરવા નીકળ્યા નહી. જેથી 1991માં મતદાનની ટકાવારી 1989ના સરખામણીએ વધુ નીચે જતા 44.01 ટકા થઇ ગઇ. 1996માં તો ગુજરાતના મતદાતાઓએ જાણે કે વોટિંગ નહીં કરવાનો સંકલ્પ કરી લીધો હોય એમ માત્ર 35.92 ટકા મતદાન જ થયું હતું. આ ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઓછું વોટિંગ હતું.
જોકે વારંવાર મતદાન કરવાની પ્રક્રિયાથી લોકો ખરેખર કંટાળી ગયા હતા તે વાતની ત્યારે ખરાઇ થઇ જ્યારે સામાન્ય ચૂંટણીના થોડા સમય બાદ જ ગાંધીનગર લોકસભા બેઠકની ફરી પેટાચૂંટણી કરવામાં આવી, જેમાં માત્ર 20 ટકા લોકોએ જ વોટિંગ કર્યું હતું. 1996ની સામાન્ય ચૂંટણીમાં લોકસભામાં તત્કાલિન વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેઇએ લખનઉ અને ગાંધીનગર બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. હવાલા મામલામાં આરોપોને પગલે લાલકૃષ્ણ અડવાણી ચૂંટણીથી અલગ રહ્યા હતા. બંને બેઠકો પરથી જીત મેળવ્યા બાદ વાજપેઇએ ગાંધીનગરથી રાજીનામુ આપી દીધું હતું અને થોડા જ સમય બાદ ગાંધીનગર બેઠક માટે પેટાચૂંટણી કરવામાં આવી હતી. ભાજપના વિજય પટેલે આ બેઠક યથાવત રાખી હતી, પરંતુ મતદાનની ટકાવારી જ્યારે 20 ટકા સુધી નીચે જતુ રહ્યું ત્યારે ચૂંટણી પંચે પણ મતદાતાઓની ઉદાસીનતા પર ભારે ચિંતા વ્યક્ત કરી હતી.
જોકે 1998માં વોટિંગની ટકાવારી ફર ઉપર આવી હતી. આ વખતે 59.30 ટકા લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો. પરંતુ કેન્દ્રમાં માત્ર 13 માસ જ ચાલેલી વાજપેઇજીની સરકાર પડી ભાંગ્યા બાદ સપ્ટેમ્બર-1999માં ફરી ચૂંટણી યોજાઇ. લોકસભાની ચૂંટણી એક વાર ફરી સમય પહેલા આવવાના કારણે લોકોમાં તેના પ્રત્યે નારાજગી વોટિંગની ટકાવારીમાં ઘટાડામાં સ્પષ્ટપણે દેખાઇ આવી. આ ચૂંટણીમાં અડધાથી વધારે લોકો વોટિંગ કરવા આવ્યા નહીં. માત્ર 47.03 ટકા લોકોએ મતદાન કર્યું. 2004માં વોટિંગની ટકાવારી વધુ ઘટીને માત્ર 45.18 ટકા રહી ગઇ હતી.
ઇ.સ 1960માં 1 મેના રોજ અલગ ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં લોકસભાની 22 બેઠકો હતી, અને બે વર્ષ બાદ 1962માં રાજ્યમાં પહેલી વાર લોકસભા ચૂંટણી યોજાઇ. આ સમયે રાજ્યમાં કુલ 95 લાખ 34 હજાર 974 વોટર હતા, પરંતુ વોટિંગ માત્ર 57.96 ટકા લોકોએ જ કર્યું. પાંચ વર્ષ બાદ 1967માં લોકસભાની બેઠકો 2 વધીને 24 થઇ ગઇ અને મતદાતાઓની સંખ્યા 1 કરોડને પાર કરી ગઇ. તેની સાથે જ મતદાન ટકાવારી પણ પાછલી ચૂંટણીના મૂકાબલે વધીને 63.77 થઇ ગઇ. આ ચૂંટણીમાં સંભવત: લોકોએ આગળ આવીને ભાગ લીધો. ત્યારબાદ ગુજરાતમાં લોકસભા માટે મતદાનની ટકાવારી ક્યારેય 60ના આંકડા સુધી પહોંચી શકી નથી. 1971માં વોટિંગની ટકાવારી ઘટીને 55.49 થઇ ગઇ. 1977માં બેઠકોની સંખ્યા વધીને 26 થઇ અને વોટિંગની ટકાવારી વધીને 59.21 થયું. જ્યારે 1980માં તેમાં ફરી ઘટાડો નોંધાયો, અને માત્ર 55.42 ટકા લોકોએ જ વોટિંગ કર્યું.
હવે થોડા દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2014 યોજાવા જઇ રહી અને કહેવાય છે કે આ વખતે આખા દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે, હવે જોવાનું એ છે કે શું આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર ગુજરાતના ખરાબ વોટિંગનો રેકોર્ડ તોડી શકશે કે નહીં...

1962ની લોકસભા ચૂંટણીમાં મતદાન
ઇ.સ 1960માં 1 મેના રોજ અલગ ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં લોકસભાની 22 બેઠકો હતી, અને બે વર્ષ બાદ 1962માં રાજ્યમાં પહેલી વાર લોકસભા ચૂંટણી યોજાઇ. આ સમયે રાજ્યમાં કુલ 95 લાખ 34 હજાર 974 વોટર હતા, પરંતુ વોટિંગ માત્ર 57.96 ટકા લોકોએ જ કર્યું.

1967ની લોકસભા ચૂંટણીમાં મતદાન
પાંચ વર્ષ બાદ 1967માં લોકસભાની બેઠકો 2 વધીને 24 થઇ ગઇ અને મતદાતાઓની સંખ્યા 1 કરોડને પાર કરી ગઇ. તેની સાથે જ મતદાન ટકાવારી પણ પાછલી ચૂંટણીના મૂકાબલે વધીને 63.77 થઇ ગઇ.

1971ની લોકસભા ચૂંટણીમાં મતદાન
ગુજરાતમાં લોકસભા માટે મતદાનની ટકાવારી ક્યારેય 60ના આંકડા સુધી પહોંચી શકી નથી. 1971માં વોટિંગની ટકાવારી ઘટીને 55.49 થઇ ગઇ.

1977ની લોકસભા ચૂંટણીમાં મતદાન
ઇ.સ 1977માં બેઠકોની સંખ્યા વધીને 26 થઇ અને વોટિંગની ટકાવારી વધીને 59.21 થઇ.

1980ની લોકસભા ચૂંટણીમાં મતદાન
જ્યારે 1980માં તેમાં ફરી ઘટાડો નોંધાયો, અને માત્ર 55.42 ટકા લોકોએ જ વોટિંગ કર્યું.

1984ની લોકસભા ચૂંટણીમાં મતદાન
1984માં તત્કાલિન વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ થયેલા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પ્રત્યેની સહાનુભૂતિની લહેર પણ મતદાનની ટકાવારીનો આંકડો 60 સુધી પહોંચાડી શકી ન્હોતી. આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દેશની 450 બેઠકો પર વિજય મેળવ્યો હતો, પરંતુ ગુજરાતમાં મતદાન કરનારાઓની ટકાવારી 57.93 હતી.

1989ની લોકસભા ચૂંટણીમાં મતદાન
1989ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 54.70 ટકા મતદાન થયું હતું.

1991ની લોકસભા ચૂંટણીમાં મતદાન
1991માં મતદાનની ટકાવારી 1989ના સરખામણીએ વધુ નીચે જતા 44.01 ટકા થઇ ગઇ.

1996ની લોકસભા ચૂંટણીમાં મતદાન
1996માં તો ગુજરાતના મતદાતાઓએ જાણે કે વોટિંગ નહીં કરવાનો સંકલ્પ કરી લીધો હોય એમ માત્ર 35.92 ટકા મતદાન જ થયું હતું. આ ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઓછું વોટિંગ હતું.

1998ની લોકસભા ચૂંટણીમાં મતદાન
1998માં વોટિંગની ટકાવારી ફરી ઉપર આવી હતી. આ વખતે 59.30 ટકા લોકોએ મતદાનમાં ભાગ લીધો હતો.

1999ની લોકસભા ચૂંટણીમાં મતદાન
કેન્દ્રમાં માત્ર 13 માસ જ ચાલેલી વાજપેઇજીની સરકાર પડી ભાંગ્યા બાદ સપ્ટેમ્બર-1999માં ફરી ચૂંટણી યોજાઇ. લોકસભાની ચૂંટણી એક વાર ફરી સમય પહેલા આવવાના કારણે લોકોમાં તેના પ્રત્યે નારાજગી વોટિંગની ટકાવારીમાં ઘટાડામાં સ્પષ્ટપણે દેખાઇ આવી. આ ચૂંટણીમાં અડધાથી વધારે લોકો વોટિંગ કરવા આવ્યા નહીં. માત્ર 47.03 ટકા લોકોએ મતદાન કર્યું.

2004ની લોકસભા ચૂંટણીમાં મતદાન
2004માં વોટિંગની ટકાવારી વધુ ઘટીને માત્ર 45.18 ટકા રહી ગઇ હતી.

2009ની લોકસભા ચૂંટણીમાં મતદાન
લોકસભા ચૂંટણી 2009ની વાત કરીએ તો માત્ર 47.92 ટકા લોકોએ જ મતદાન કર્યું હતું.

લોકસભા ચૂંટણી 2014 અને મોદીની લહેર
હવે થોડા દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2014 યોજાવા જઇ રહી અને કહેવાય છે કે આ વખતે આખા દેશમાં નરેન્દ્ર મોદીની લહેર છે, હવે જોવાનું એ છે કે શું આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર ગુજરાતના ખરાબ વોટિંગનો રેકોર્ડ તોડી શકશે કે નહીં...












Click it and Unblock the Notifications
