For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ટીમેટ થતી વખતે લવ બાઈટ કરવુ બની શકે છે જોખમી, જાણો સાઈડ ઈફેક્ટ

શું તમે જાણો છો પ્રેમની નિશાન સમજવામાં આવતી આ લવ બાઈટ તમારી હેલ્થ માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આવો જાણીએ લવ બાઈટથી થતા નુકશાન.

By Staff
|
Google Oneindia Gujarati News

ઈન્ટીમેટ થવા દરમિયાન કપલ્સને એકબીજાને ડીપ કિસિંગ કરવુ અને લવ બાઈટ આપવાનુ બહુ ગમે છે. કપલ્સ આને પ્રેમની નિશાની તરીકે જુએ છે. લવ બાઈટ સ્કીનના કોઈ પણ ભાગ પર તીવ્રતાથી કિસ કરવાથી લાલ કે ભૂરા રંગનુ ગાઢ નિશાન બની જાય છે જેને કિસ માર્ક કે હિક્કી પણ કહેવામાં આવે છે. આ નિશાન મોટાભાગે એક અઠવાડિયા સુધી રહે છે. આને સરળતાથી મિટાવવુ મુશ્કેલ હોય છે. ઘણી વાર તેને દૂર કરવા માટે અપનાવાતા ઉપાય એવા હોય છે જેનાથી આ નિશાન ખતમ થવાના બદલે વધી જાય છે. સ્કીનને જોરથી પકડવાના કારણે ત્યાં બ્લડનુ સર્ક્યુલેશન અટકી જાય છે જેનાથી ક્લોટિંગ થઈ જાય છે. આ ક્લોટિંગ જ લાલ અને ભૂરા નિશાન રૂપે દેખાય છે. પરંતુ શું તમે જાણો છો પ્રેમની નિશાન સમજવામાં આવતી આ લવ બાઈટ તમારી હેલ્થ માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. આવો જાણીએ લવ બાઈટથી થતા નુકશાન.

ઓરલ હર્પીસ વાયરલ

ઓરલ હર્પીસ વાયરલ

જો તમારા પાર્ટનરને ઓરલ હર્પીસની સમસ્યા હોય તો એવામાં કિસ કરવી કે લવ બાઈટ આપવી તમારા માટે મુસીબત બની શકે છે કારણકે હર્પીસનો વાયરલ તમારી સ્કિનમાં વાયરલની જેમ ફેલાઈ શકે છે. આ વાયરલમાં મોઢાની આસપાસ જેવા કે હોઠ, જીભ, દાંતની આસપાસ અને અંદર ગાલમાં ઘા થાય છે. જેમને પણ આ વાયરસ હોય તેમણે લવ બાઈટ આપવાનુ અવોઈડ કરવુ જોઈએ.

આયર્નની ઉણપ

આયર્નની ઉણપ

જો તમારા ડાયેટમાં આયર્નની ઉણપ હોય તો તમારામાં બહુ જલ્દી લવ બાઈટનુ નિશાન છપાઈ જાય છે. લવ બાઈટનો કોઈ ઈલાજ નથી હોતો. એક અભ્યાસ મુજબ જ્યારે વ્યકિતના લોહીમાં પૂરતા લાલ કણ, સફેદ કોશિકાઓ અને પ્લેટલેટ નથી હોતા ત્યારે તને એનીમિયા થઈ શકે છે. લવ બાઈટમાં લાલ લોહીનુ જામી જવુ પણ આને જ દર્શાવે છે. એનીમિયાથી બચવા માટે બસ તમારા ડાયેટમાં લીલા પાંદડાની શાકભાજી ઉમેરો.

આ પણ વાંચોઃ અક્ષય કુમારની ‘ગુડ ન્યૂઝ' ફિલ્મ સામે દાખલ કરાઈ પીઆઈએલઆ પણ વાંચોઃ અક્ષય કુમારની ‘ગુડ ન્યૂઝ' ફિલ્મ સામે દાખલ કરાઈ પીઆઈએલ

નિશાની નથી ઈજા છે લવ બાઈટ

નિશાની નથી ઈજા છે લવ બાઈટ

પાર્ટનરની બૉડીને કાપવી તેને તમે પ્રેમ સમજો છો. પરંતુ સત્ય એ છે કે લવ બાઈટ પાર્ટનરને નુકશાન પહોંચાડે છે એનાથી વધુ કંઈ નહિ. જો કે એ તમારા પડી જવા કે ટકરાવાને કારણે નથી થતુ પરંતુ મેડીકલી જ્યારે સેલ્સ તૂટી જાય છે તો રેડ નિશાન પડે છે.

લાંબો સમય રહી શકે છે નિશાન

લાંબો સમય રહી શકે છે નિશાન

જે લોકોની સ્કિન વધુ સફેદ હોય તેમના માટે લવ બાઈટ ખતરનાક હોઈ શકે છે. આના કારણે હંમેશા માટે લવ બાઈટ (અમુક દિવસો કે હંમેશા) ના નિશાન રહી શકે છે.

સ્ટ્રોક

સ્ટ્રોક

સામાન્ય દેખાતુ લવ બાઈટ તમને પેરેલાઈઝ પણ કરી શકે છે. 2011માં ન્યૂઝીલેન્ડની 44 વર્ષની મહિલા સાથે પણ આવુ જ થયુ હતુ, જેના કારણે તેનો ડાબો હાથ પેરેલાઈઝ થઈ ગયો હતો. આનાથી તમે સમજી શકો છો કે લવ બાઈટ કેટલુ ખતરનાક હોઈ શકે છે.

English summary
Love Bites or Hickeys are Bad for your Health or not, know about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X