For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાભારતની 10 પ્રેમ કહાની જે હજી સુધી છે અજાણી

|
Google Oneindia Gujarati News

મહાભારતમાં અનેક પ્રેમકહાનીઓને કહેવામાં આવી છે. જેમાંથી અમુક ખૂબ જ પ્રસિદ્ધ થઇ છે. તો બીજી કેટલીક તેવી પણ છે જેને એટલી પ્રસિદ્ધ નથી મળી.

જો કે આ ગ્રંથમાં અનેક નાના મોટા પ્લોટ છે. અને માટે જ તેના મૂળહાર્દને વધુ લોકપ્રિય કરવામાં આવ્યો છે. અને તેમાં આવેલી નાની નાની વાર્તાઓને દૂર કરવામાં આવી છે.

ત્યારે આજે અમે તમને મહાભારતની આવી જ કેટલીક પ્રેમ કહાનીઓ વિષે જણાવીશું જેના વિષે બહુ ઓછા લોકો જાણતા હોય તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો મહાભારતની 10 અજાણી પ્રેમકહાનીઓ વિષે...

અર્જૂન અને સુભદ્રા

અર્જૂન અને સુભદ્રા

શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા અને અર્જૂનની પ્રેમકહાની. શ્રીકૃષ્ણએ અર્જૂનને સુભદ્રાને ભગાડી જવાની સલાહ આપી હતી. વધુમાં સુભદ્રા એક માત્ર તેવી વ્યક્તિ હતી જેને દ્રૌપદીએ અર્જૂનની પત્ની તરીકે સ્વીકારી હતી.

કુષ્ણ અને તેમની 16,108 પત્નીઓ

કુષ્ણ અને તેમની 16,108 પત્નીઓ

કુષ્ણ ભગવાને 16,108 પત્નીઓ હતી અને તે રાતે તેમની જાતને અલગ અલગ સ્વરૂપમાં બાંટી દેતા અને આ દ્વારા તે તેમની તમામ પત્નીઓ જોડે સમય વ્યતિત કરતા.

હિડિંબા અને ભીમ

હિડિંબા અને ભીમ

હિડિંબા એક રાક્ષસ હતી. જેને ભીમ સાથે પ્રેમ થાય છે. વધુમાં તે બન્નેનો એક પુત્ર ધટોત્કચ્છ પણ હતો.

સત્યવતી અને ઋષિ પારાશર

સત્યવતી અને ઋષિ પારાશર

પારાશર એક પ્રસિદ્ધ અને સિદ્ધ ઋષિ હતા. તેમને સત્યવતી નામની એક માછીમારીની કન્યા જોડે પ્રેમ થઇ જાય છે. સત્યવતીએ ઋષિ સામે ત્રણ શરતો મૂકી કે તેમને આમ કરતા કોઇ ના જુએ 2. તેનું કૌમાર્ય ભંગ ના થાય 3. અને તેના શરીરમાંથી ફૂલોની સુંગધ આવે. જે શરત માન્યા બાદ તેમની વચ્ચે સંબંધ બંધાયો હતો અને તેણે વેદ વ્યાસને જન્મ આપ્યો હતો.

દ્રૌપદી અને પાંડવ

દ્રૌપદી અને પાંડવ

પાંચ પતિઓ સાથે દ્રૌપદીના લગ્ન થયા હતા. અને દ્રૌપદીએ આ તમામ પાંડવોને સમાન પણે પ્રેમ કર્યો હતો.

ગાંધારી અને ધૃતરાષ્ટ્ર

ગાંધારી અને ધૃતરાષ્ટ્ર

ગાંધારીએ ધૃતરાષ્ટ્ર માટે આ જીવન તેની આંખો પર પટ્ટી બાંધી. અંધ ન હોવા છતાં પણ તેણે તેના અંધ પતિનો જીવનભર સાથ આપ્યો.

અર્જૂન અને ઉલૂપી

અર્જૂન અને ઉલૂપી

અર્જૂન અને નાગકન્યા ઉલૂપીની પ્રેમકહાની પણ અજાણી છે. ઉલૂપી એક શ્રેષ્ઠ યૌદ્ધા હતી અને તેને અર્જૂનથી પ્રેમ થઇ ગયો હતો.

રુકમણી અને કૃષ્ણ

રુકમણી અને કૃષ્ણ

રુકમણીએ પરિવારજનોની ઇચ્છા વિરુદ્ધ જઇને શ્રીકૃષ્ણને તેનું અપહરણ કરવા નિમંત્રણ મોકલ્યું. અને તેને ત્યારબાદ કૃષ્ણ જોડે લગ્ન કર્યા.

અર્જૂન અને ચિત્રાંગદા

અર્જૂન અને ચિત્રાંગદા

મણિપુરની રાજકુમારી ચિત્રાંગદા અને અર્જૂનની પ્રેમ કહાની. છૂપાતા ફરતા અર્જૂને જ્યારે મણિપુરના રાજા ચિત્રવાહનથી તેમની પુત્રીનો હાથ માંગ્યો ત્યારે તેમણે શરત કરી કે તે બન્નેનો પુત્ર મણિપુરનો રાજા બનશે. માટે જ ચિત્રાંગદાના પુત્ર બબ્રુવાહને મહાભારતના યુદ્ધ બાદ અશ્વમેધ લઇને નીકળેલા અર્જૂનને મણિપુરમાં એક યુદ્ધમાં હરાયો હતો.

સત્યવતી અને શાંતનુ

સત્યવતી અને શાંતનુ

સત્યવતીની ખુશ્બુથી શાંતનુ નામનો રાજા આકર્ષાઇને આવ્યો. તે રોજ તેની નાવમાં બેસી યમુના નદી પાર કરતો. જે બાદ શાંતનુએ તેને પોતાની જોડે લગ્ન કરવાનું કહ્યું. જો કે સત્યવતીએ કહ્યું કે તેના પિતાને કેટલીક માંગણીઓ છે. જે પૂરી કર્યા બાદ શાંતનુએ સત્યવતી જોડે લગ્ન કર્યા.

English summary
There have many love stories in Mahabharat. While some of them are famous and known to most people, there are some, which no one is aware about. In this story, we will tell you about some unheard love stories of various charcaters of Mahabharat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X