Exclusive: મુંબઇ, બેંગ્લોરમાં ઓછા મતદાર ટર્નઆઉટ માટે, સોશિયલ મીડિયા જવાદાર!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 25 એપ્રિલ: વર્ષ 2012માં યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી અને વર્ષ 2014માં ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં એક વસ્તુ સમાન છે અને તે છે સોશિયલ મીડિયા. વર્ષ 2012માં અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ જ્યારે સર્વે કરવામાં આવ્યો તો તેના પરિણામો ઘણા ચોંકાવનારા હતા. સર્વેમાં સામેલ 29 ટકા રેસ્પાંડેંટ્સે સ્વિકાર્યું છે કે સોશિયલ મીડિયાએ વોટિંગના સમતે તેમના નિર્ણય પર અસર પાડી હતી.

ભારતમાં 16મી લોકસભા માટે ચૂંટણી ચાલુ છે અને આ વખતે ચૂંટણીમાં અહીંયા પણ ક્યાંક ને ક્યાંક મીડિયાનો એવો જ દબદબો જોવા મળી રહ્યો છે જેમ કે વર્ષ 2012માં અમેરિકામાં જોવા મળ્યો હતો. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન દ્વારા વર્ષ 2013માં કરાવવામાં આવેલા એક સર્વેના પરિણામો પર વિશ્વાસ કરીએ તો ચૂંટણીના પરિણામો પર સોશિયલ મીડિયાની ખાસી અસર જોવા મળશે.

guwahati2

કેટલીક હદે થાય છે અસર
ઇન્ટરનેટ અને મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના કન્સલટેન્ટ રક્ષિત ટંડનનું માનીએ તો સોશિયલ મીડિયા વોટરોના નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે. રક્ષિત ટંડને વનઇન્ડિયા હિન્દીની સાથે થયેલી એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આખો દિવસ સોશિયલ મીડિયા પર કોઇ ખાસ પોલિટિકલ પાર્ટીઝની ગતિવિધિઓ પર યૂજર્સ નજર રાખે છે.

તે તેમની સાથે જોડાયેલ પોસ્ટ અને ફોટોગ્રાફ શેર કરે છે. એવામાં ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા તેમના નિર્ણય પર જરૂર અસર પાડે છે. એ નક્કી કરવું કે સોશિયલ મીડિયા કેટલી હદ સુધી તેમના નિર્ણયને પ્રભાવિત કરી શકે છે થોડું મુશ્કેલ છે પરંતુ વોટર્સના મગજ પર તેની અસર લાંબા સમય સુધી રહે છે.

તો ઓછા મતદાનનું કારણ સોશિયલ મીડિયા
વર્ષ 2012માં જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી તો રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સોશિયલ મીડિયા ટીમ પળ પળ ટ્વિટર અને ફેસબુક પર તેની સાથે જાણકારીઓ અપડેટ કરવામાં લાગેલી હતી. તેમછતાં તે વર્ષે અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કમાં ફક્ત 42 ટકા વોટિંગ નોંધવામાં આવ્યું હતું. આવી જ સ્થિતી આ વખતે દેશની આર્થિક રાજધાની મુંબઇ રહી જ્યાં ફક્ત 53 ટકા મતદાન જ નોંધવામાં આવ્યું છે.

રક્ષિત ટંડનના અનુસાર આજે ફેસબુક, ટ્વિટર, વોટ્સ અપ, ગૂગલ હેંગઆઉટ આ એવા સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જેના પર ભારતીય યૂજર્સની સંખ્યા સતત વધતી જાય છે. યૂજર તેમની ગતિવિધિઓને જુએ છે અને એ વાતની સંભાવના છે કે અંતિમ પળોમાં પોતાનો નિર્ણય બદલી દે છે.

English summary
Low voter turnout in Mumbai and Bangalore how social media can be responsible for that.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X