શું તમે આ બોલીવુડ સિતારાઓને વોટ આપશો?

By Gajendra
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 એપ્રિલ: બોલીવુડ સિતારાઓ જાહેર જીવનમાં ભાગ્યેજ દેખાતા હોય છે, અને ખાસ કરીને રાજકારણથી તેઓ દૂર જ રહેવામાં પોતાની ભલાઇ સમજતા હોય છે. પરંતુ જેમ નરેન્દ્ર મોદી કહે છે તેમ 'આ વખતની ચૂંટણી કોઇ પક્ષોની નથી પરંતુ દેશના નાગરિકોની છે.' જે હિસાબે દેશના નાગરિકોમાં બોલીવુડ સિતારાઓનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધી આપણને બોલીવુડ સિતારાઓ પરદા પર માત્ર 'Voting is your right, Please do vote...' એવું કહેતા જ દેખાયા છે. પરંતુ પહેલીવાર સ્થિતિ બદલાઇ છે. અને કહેવાય છેને કે 'કોઇપણ વસ્તુ ક્યારેકને ક્યારેક તો પહેલીવાર જ બને છે!'. સ્થિતિ એટલા માટે બદલાઇ છે કારણ કે જે અભિનેતાઓ આપણને માત્ર પરદા પર જ દેખાતા હતા તે હવે લોકોની વચ્ચે રસ્તા પર પણ દેખાતા થયા છે. આને આ સ્થિતિને શક્ય બનાવી છે માત્રને માત્ર ચૂંટણી મહોત્સવે.

હા ઘણા અભિનેતા-અભિનેત્રીઓ હવે અભિનય છોડીને નેતા બનવાના મૂડમાં છે. ગઇ લોકસભાની ચૂંટણીની સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં ઝંપલાવનાર બોલીવુડ સિતારાઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જેમને આપણે આંગળીના ટેરવે ગણાવી શકીએ નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણી એવી છે કે જેમાં બોલીવુડ સિતારાઓ સર્વાધીક જોવા મળી રહ્યા છે, માત્ર પ્રચારમાં જ નહીં પરંતુ તેઓ પોતે કોઇને કોઇ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેમાં પરેશ રાવલ, કિરણ ખેર, ગુલ પનાગ, હેમા માલિની, વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, નગમા, મનોજ તિવારી, રવિ કિશન, રાખી સાવંત, જાવેદ ઝાફરી, મુનમુન સેન, રાજ બબ્બર, સ્મૃતિ ઇરાણી, બપ્પી લહેરી, મહેશ માંજરેકર, કમાલ ખાન, જયા પ્રદા, બાબુલ સુપ્રિયો જેવા દિગ્ગજ અભિનેતા-અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

જોકે સૌથી મોટો પ્રશ્ન અત્રે એ ઉદભવે છે કે પેરાશૂટ દ્વારા રાજનીતિના અખાડામાં લેંડીંગ કરનારા આ અભિનેતાઓને જનતા પોતાના નેતા તરીકે સ્વીકારશે કે કેમ? જેમને સામાજીક કાર્યો સાથે કોઇ લેવાદેવા નથી તેવા એક્ટર-એક્ટ્રેસીસ પર નાગરિકો પોતાની પસંદગીની મહોર લગાવશે કે કેમ? જોકે હવે લોકો અભણ, અસમજ અને નેતાઓની ભાષામાં બાઉદ રહ્યા નથી કે તેઓ કોઇ સેલિબ્રિટીને સમજી વિચાર્યા વગર પોતાનો નેતા ચૂંટી લે. આ સ્થિતિમાં એ પ્રશ્ન યક્ષ બની જાય છે કે સેલિબ્રિટીઓને વોટ મળશે કે કેમ?

સ્લાઇડરમાં જુઓ કઇ સેલિબ્રિટી ક્યાંથી લડી રહી છે ચૂંટણી...

પરેશ રાવલ

પરેશ રાવલ

જાણીતા અભિનેતા પરેશ રાવલ ભાજપની ટિકિટ પરથી ગુજરાતની અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

જયા પ્રદા

જયા પ્રદા

જાણીતી અભિનેત્રી જયા પ્રદા ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોક દળ તરફથી ચૂંટણી લડી રહી છે.

ગુલ પનાગ

ગુલ પનાગ

અભિનેત્રી ગુલ પનાગ ચંદીગઢથી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહી છે.

નગમા

નગમા

અભિનેત્રી નગમાં કોંગ્રેસની ટિકિટ પર મેરઠથી ચૂંટણી લડી રહી છે.

કિરણ ખેર

કિરણ ખેર

જાણીતી અભિનેત્રી અને અનુપમ ખેરની પત્ની કિરણ ખેર ચંદીગઢથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહી છે.

હેમા માલિની

હેમા માલિની

'ડ્રિમ ગર્લ' હેમા માલિની મથુરાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના ભાજપની ટિકિટ પરથી ગુરુદાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે. 2002માં વિનોદ ખન્ના કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા ભાજપની ટિકિટ પરથી પટણા સાહિબ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. શત્રુઘ્ન સિન્હા આ પહેલા 2002-2004માં કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.

સ્મૃતિ ઇરાણી

સ્મૃતિ ઇરાણી

જાણીતી ટીવી સ્ટાર સ્મૃતિ ઇરાણીએ રાજકારણમાં પોતાનો પગ જમાવી લીધો છે, સ્મૃતિને સુષમા સ્વરાજ સાથે સરખાવવામાં આવી રહી છે. સ્મૃતિ ઇરાણી ભાજપ તરફથી અમેઠીમાં રાહુલ ગાંધીને પડકાર આપી રહી છે.

બપ્પી લહિરી

બપ્પી લહિરી

ફેમસ ડિસ્કો સિંગર બપ્પી દા ભાજપની ટિકિટ પરથી કોલકાતાની શ્રીરામપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

મહેશ માંજરેકર

મહેશ માંજરેકર

જાણીતા અભિનેતા અને નિર્દેશક મહેશ માંજરેકર મનસે તરફથી મુંબઇ ઇસ્ટ-વેસ્ટ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.

રાજ બબ્બર

રાજ બબ્બર

રાજ બબ્બર ગાઝિયાબાદ બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

પ્રકાશ ઝા

પ્રકાશ ઝા

જાણીતા ફિલ્મ મેકર પ્રકાશ ઝા જેડીયૂ તરફથી બેટ્ટીઆહ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે.

જાવેદ ઝાફરી

જાવેદ ઝાફરી

જાણીતા અભિનેતા અને કોમેડિયન જાવેદ ઝાફરી પણ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

રાખી સાવંત

રાખી સાવંત

જાણીતી આયટમ ગર્લ રાખી સાવંત મુંબઇ નોર્થ-વેસ્ટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે.

કમાલ ખાન

કમાલ ખાન

અભિનેતા કમાલ ખાન પણ મુંબઇ નોર્થ-વેસ્ટથી સમાજવાદી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

મનોજ તિવારી

મનોજ તિવારી

જાણીતા ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી ભાજપ તરફથી નોર્થ-ઇસ્ટ દિલ્હીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

રવિ કિશન શુક્લા

રવિ કિશન શુક્લા

ભોજપુરી સિનેમાના અમિતાભ બચ્ચન રવિ કિશન કોંગ્રેસ તરફથી જૌનપુર, ઉત્તર પ્રદેશથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.

બાબુલ સુપ્રીયો

બાબુલ સુપ્રીયો

જાણીતા બોલીવુડ અને ટોલિવુડ ગાયક બાબુલ સુપ્રીયો ભાજપ તરફથી પશ્ચિમ બંગાળની આસાંસોલ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે.

મૂન મૂન સેન

મૂન મૂન સેન

પૂર્વ અભિનેત્રી મૂન મૂન સેન તૃણમૂલ કોંગ્રેસ તરફથી બેન્કુરા બેઠકથી ચૂંટણી લડી રહી છે.

બિશ્વજીત દેવ ચેટરજી

બિશ્વજીત દેવ ચેટરજી

જાણીતા બંગાળી કલાકાર વિશ્વજીત દેવ ચેટરજી તૃણમુલ કોંગ્રેસ તરફથી નવી દિલ્હીમાં ચૂંટણી લડી રહ્યા છે.

English summary
Many Celebrities contesting in Lok Sabha elections 2014, Do you vote them?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X