મમ્મી ફોર રેન્ટ : 8 લાખ રૂપિયામાં ભાડે મળે છે મમ્મી, ખાવા-પીવા અને કપડાનું રાખશે ધ્યાન, આવી રીતે કરો બુકિંગ
ઘણા લોકોને પોતાના બાળકોને એકલા મુકતા ટેન્શન રહેતું હોય છે. આવા મા-બાપ માટે કે પછી માતા વગરના બાળકો માટે હવે મમ્મી ભાડે મળે છે. રૂપિયા ચુકવો એટલે આ ભાડાની મમ્મી તમારી બધી જ બાબતોનું ધ્યાન રાખશે.
બે બાળકો પોતાના કોઈ કામ જાતે કરી શકતા નથી અને વાત-વાતમાં માંની જરૂર પડે છે તેના માટે એક ખાસ સર્વિસ શરૂ કરાઈ છે. આજે આપણે આ જ મમ્મી ફોર રેન્ટ સર્વિસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ અનુસાર, અમેરિકન કોલેજના વિદ્યાર્થીઓ માટે રેન્ટ અ મોમ સર્વિસ ચાલી રહી છે. આમાં જે મહિલા તેમની માતા બને તે તેમના જીવનમાં વાસ્તવિક માતાની જેમ જ સુવિધાઓ આપે છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે ભાડાની માતા તેમના ખોરાક, વસ્ત્રો અને કપડાંની કાળજી લેશે તેમજ તેમને માર્ગદર્શન આપશે.
આ મમ્મી રેન્ટલ સર્વિસનો ચાર્જ ભારતીય ચલણમાં 10,000 ડોલર એટલે કે સવા 8 લાખ રૂપિયા આસપાસ છે. ટેમી કુમિન નામની મહિલા 70 વર્ષની છે અને તે આ સેવા આપી રહી છે. તે પોતે 3 બાળકોની માતા અને 6 બાળકોની દાદી છે.
આ મહિલા આ ઉંમરે પણ ઈમરજન્સી ગ્રોસરી શોપિંગ, રસોઈ અને કપડાં ધોવાનું કામ કરે છે. જે તેને નોકરી પર રાખે તેની માતા બનીને માતાની ફરજ બજાવે છે. તેમની સેવા Concierge Service for Students નામથી ચાલે છે, જે પ્રી-બોર્ડિંગ સ્કૂલ, બોર્ડિંગ સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે કામ કરે છે.
ટેમી કુમિને આ સેવા 1993 થી શરૂ કરી છે અને તે અમેરિકન તેમજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદ કરે છે. તેમને નોકરીએ રાખ્યા પછી માતા-પિતાને ખાતરી થાય છે છે કે તેમના બાળકોને સમયસર ભોજન મળશે.
તેણી અભ્યાસ સહાય, બ્યુટી અને સ્પા એપોઇન્ટમેન્ટ બુકિંગ, ડિનર રિઝર્વેશન અને જિમ મેમ્બરશિપ તેમજ ઘરનું ફર્નિચર, પાર્ટી પ્લાનિંગ, ડોક્ટર્સ અને બેંકિંગમાં પણ મદદ કરે છે. 24 કલાક ઓન કોલ સહાય ઉપલબ્ધ રહે છે. તેમની સેવાઓ લેનારા બાળકોના જણાવ્યા અનુસાર, તેઓને સંબંધની ભાવના અને સંપૂર્ણ મદદ મળી રહી છે.












Click it and Unblock the Notifications
