For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : કંથારપુરના ઐતિહાસિક મહાકાલી વડ ઉપર રિઝ્યાં ‘વડનગરી’

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 ઑગસ્ટ : વડનગર એટલે કે તેનો શાબ્દિક અર્થ વડની નગરી તરીકે કરી શકાય. કોઈ વ્યક્તિ વડનગરની હોય, તો સ્વાભાવિક છે તેને વડ સાથે પ્રેમ અને લગાવ હોય જ અને તે વ્યક્તિ પછી મુખ્યમંત્રી હોય તો? અને વડ પણ ઐતિહાસિક હોય તો? વડનગરી મુખ્યમંત્રી હોય તો ઐતિહાસિક વડ ઉપર રિઝાય કે કેમ?

હા જી. અમે વાત કરી રહ્યાં છીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની. એ તો સર્વવિદિત છે કે નરેન્દ્ર મોદી વડનગરના છે, પરંતુ તેઓ વડ પ્રેમી પણ છે, તો વાતનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે તેઓ બુધવારે જન્માષ્ટમીના દિવસે વહેલી સવારે અચાનક કંથારપુરા પહોંચી ગયાં.

નરેન્દ્ર મોદીએ ગાંધીનગર જીલ્‍લાના દહેગામ તાલુકામાં આવેલા ઐતિહાસીક કંથારપુરા મહાકાલી વડના સર્વગ્રાહી વિકાસ માટે અણધારી મુલાકાત લઈને તેના સંરક્ષણ, જતન અને સંવર્ધન માટેની કાર્યયોજના ગતિશીલ ધોરણે હાથ ધરવા માર્ગદર્શક સૂચનાઓ વન વિભાગ અને જીલ્‍લા તંત્રને આપી હતી.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અણધારી મુલાકાતે મોદી

અણધારી મુલાકાતે મોદી

નરેન્દ્ર મોદીએ ગાંધીનગર જીલ્‍લાના દહેગામ તાલુકામાં આવેલા ઐતિહાસીક કંથારપુરા મહાકાલી વડના સર્વગ્રાહી વિકાસ માટે અણધારી મુલાકાત લઈને તેના સંરક્ષણ, જતન અને સંવર્ધન માટેની કાર્યયોજના ગતિશીલ ધોરણે હાથ ધરવા માર્ગદર્શક સૂચનાઓ વન વિભાગ અને જીલ્‍લા તંત્રને આપી હતી.

ઉપેક્ષાએ કર્યાં વ્યથિત

ઉપેક્ષાએ કર્યાં વ્યથિત

કંથારપુરાના પ્રાચિન મહાકાલી વડ પરિસરની ઉપેક્ષીત સ્‍થિતિથી વ્‍યથિત બનેલા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આ પ્રાકૃતિક વિરાસત એવા મહાકાલી વડ અને વડવાઈઓને સુવૈજ્ઞાનિક ધોરણે પ્રવાસનતીર્થ તરીકે વિકસાવવાનો સર્વગ્રાહી માસ્‍ટર પ્‍લાન હાથ ધરવા રાજય સરકારના વન વિભાગને અગાઉ તાકીદ કરી હતી.

પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાશે

પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાશે

આ મહાકાલી વડ ૪૦૦ વર્ષની મહાકાય પ્રાકૃતિક વિરાસત છે અને તેના પર્યાવરણીય તથા પર્યટનતીર્થ તરીકેની અસીમ સંભાવનાઓને ધ્‍યાનમાં લઈને તેના સર્વગ્રાહી જતન માટે જે પ્રયાસો જીલ્‍લા તંત્ર અને વન વિભાગે હાથ ધર્યા છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ જન્માષ્ટમીની વહેલી સવારે કંથારપુરા વડ પરિસરમાં પહોંચી જઈને મુખ્‍યમંત્રીએ કર્યું હતું.

ધ્યાન કુટીરો બનશે

ધ્યાન કુટીરો બનશે

નરેન્‍દ્ર મોદીએ વડ અને વડવાઈઓના ઘેઘુર પરિસરમાં જ્યાં યોગ, ધ્‍યાન માટે સુવિધા ઉપલબ્‍ધ થઈ શકે ત્યાં ધ્‍યાનકુટીરોનું નિર્માણ કરવાનું પ્રેરક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ આપણી આધ્‍યાત્‍મિક પ્રાકૃતિક સંપદા છે અને જનભાગીદારીથી તેના જતન અને સંવર્ધન માટે સમગ્ર વડ, વડવાઈ અને આસપાસના સમગ્ર પરિસરનો વિકાસ થવો જોઈએ એમ તેમણે જણાવ્‍યું હતું.

ગ્રામજનો આશ્ચર્યમાં મૂકાયાં

ગ્રામજનો આશ્ચર્યમાં મૂકાયાં

કંથારપુરા વડ પરિસરના વિકાસ અર્થે નિરક્ષણ માટે જન્માષ્ટમીની વહેલી સવારે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું અચાનક આગમન થતાં જ સ્‍થાનિક ગ્રામજનોને સુખદ આશ્‍ચર્ય થયું હતું અને આ ઐતિહાસીક વડના વિકાસ માટે મુખ્‍યમંત્રીશ્રીની સંકલ્‍પશક્તિમાં સહયોગ આપવાની તત્‍પરતા વ્‍યક્ત કરી હતી. વડ અને વડવાઈ પરિસરને મહાકાલી વડ તરીકે વિકસાવવા ભક્તિભાવથી સેવાદાન આપવા ગ્રામજનોએ નિર્ધાર વ્‍યક્ત કર્યો હતો.

English summary
Narendra Modi took impromptu visit to 400 year old historic Kantharpura Mahakali banyan tree located at Dehgam-Gandhinagar district yesterday morning. He gave necessary directives to forest department and district administration for effectively implementing plan for the conservation and upkeep of the tree.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X