For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નર્મદા જયંતિ પર જાણો આ નદીથી સંકળાયેલી ખાસ વાતો

ભારતમાં નર્મદા જયંતિના પર્વનું ખૂબ જ મહત્વ છે. આ તહેવાર હિન્દુઓ દ્વારા ઉજવાય છે, આ તહેવારમાં નર્મદા નદીને પૂજવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં નર્મદા જયંતિના પર્વનું ખૂબ જ મહત્વ છે. આ તહેવાર હિન્દુઓ દ્વારા ઉજવાય છે, આ તહેવારમાં નર્મદા નદીને પૂજવામાં આવે છે. આ દિવસે અમરકંટકમાં તેના માટે ખાસ આયોજન કરવામાં આવે છે કારણ કે તે નર્મદા માતાનું ઉત્પત્તિ સ્થાન હતું.

હિન્દુ કેલેન્ડર મુજબ, નર્મદાનો જન્મ મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીમાં થયો હતો. આ વખતે નર્મદા જયંતિ 12 મી ફેબ્રુઆરી, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. રામાયણથી લઈને મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં નર્મદા નદીનું વર્ણન જોવા મળે છે.

માતા નર્મદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ

માતા નર્મદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ

એકવાર ભગવાન શિવ તપસ્યા કરવા માટે મૈકલ પર્વત પહોંચ્યા, જે છત્તીસગઢમાં છે. તપ દરમિયાન, તેમના પરસેવાના ટીપાથી આ પર્વત પર કુંડ તૈયાર થઈ ગયું. આ કુંડમાં એક છોકરીનો જન્મ થયો. ભોલેનાથના આદેશ અનુસાર તે છોકરી જેમને આપણે નર્મદા નદીના નામે જાણીએ છીએ, દેશના એક મોટા ભાગમાં પ્રવાહિત થવા લાગી. તે રવ (અવાજ) કરતા વહેવા લાગી અને તેથી તે રેવા નામથી પણ ઓળખાય છે. મૈકલ પર્વતમાંથી નીકળતી હોવાથી તેનું નામ મૈકલ સુતા પણ રાખવામાં આવ્યું.

એક બીજી કથા પણ પ્રચલિત છે

એક બીજી કથા પણ પ્રચલિત છે

ચંદ્ર વંશનો એક રાજા હતો હિરણ્યતેજ, તેમને તેમના પૂર્વજોનું તર્પણ કરતા દરમિયાન સમજાયું કે તેમના પૂર્વજ અતૃપ્ત છે. પછી તેમણે ભગવાન શિવની ઉપાસના કરવાનું નક્કી કર્યું. તેમની તપસ્યાના ફળ સ્વરૂપ વરદાન તરીકે નર્મદા પૃથ્વી પર અવતરિત થઇ. ભગવાન શિવએ લોકોના કલ્યાણ માટે ધરતી પર આવેલી નર્મદાને વરદાન આપ્યું હતું કે તેમના દર્શનથી જ મનુષ્યને પુણ્ય મળશે. આ કારણોસર નર્મદા જયંતીનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથોમાં છે નર્મદા નદીનું વર્ણન

ધાર્મિક ગ્રંથોમાં છે નર્મદા નદીનું વર્ણન

ધાર્મિક ગ્રંથો અનુસાર નર્મદા નદી પ્રલય દરમિયાન પણ શાંત રહે છે અને તેના દર્શનથી જ લોકોનો ઉદ્ધાર થઇ જાય છે. તે દેશની પાંચ મોટી અને સાત પવિત્ર નદીઓની યાદીમાં સામેલ છે. ગંગા, યમુના, સરસ્વતીની સમાન નર્મદાનું મહત્વ છે. મહર્ષિ માર્કન્ડેય અનુસાર નર્મદાના કણ કણમાં ભગવાન શિવ છે. તેમાં સ્નાન, પાણીનો સ્પર્શ કરવો અથવા માત્ર દર્શનથી જ પુણ્ય મળે છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તેના કાંઠે આવેલું છે

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તેના કાંઠે આવેલું છે

ઓમકારેશ્વર નર્મદાના કાંઠે આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આ ઉપરાંત આ નદીના કાંઠે ભૃગક્ષેત્ર, શંખોદ્વાર, કોટીશ્વર, બ્રહ્મતીર્થ, ભાસ્કરતીર્થ વગેરે જેવા ઘણા તીર્થો આવેલા છે.

English summary
Narmada jayanti 2019: date, katha and significance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X