For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રિ દરમિયાન લવમેકિંગ વર્જિત છે? જાણો માન્યતાઓ અને હકીકત

આવો, જાણીએ ખરેખર નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન લવમેકિંગ વિશે શું માન્યતાઓ છે અને હકીકત શું છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નવરાત્રિ દરમિયાન સેક્સ કરી શકાય કે નહિ તેવો પ્રશ્ન વારંવાર લોકોને મૂંઝવતો હોય છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન સંભોગ વર્જિત છે કે નહિ, શું ઉપવાસ સમયે સેક્સ કરવા કે નહિ કરવાનો કોઈ નિયમ છે? આનાથી હકીકતમાં તમારા આરોગ્ય પર કોઈ દુષ્પ્રભાવ પડે છે કે નહિ. આવો, જાણીએ ખરેખર નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન લવમેકિંગ વિશે શું માન્યતાઓ છે અને હકીકત શું છે.

ઉપવાસ દરમિયાન સેક્સ

ઉપવાસ દરમિયાન સેક્સ

અધ્યાત્મ મુજબ ઉપવાસનો સાર એક ચોક્કસ સમયગાળા માટે બધા પ્રલોભનો, ચરમ ભાવનાઓ, વ્યસનો અને અન્ય સાંસારિક ઈચ્છાઓથી ખુદને દૂર રાખવાનો છે. એ તમને આત્મ-નિયંત્રણ અને દ્રઢ ઈચ્છા શક્તિની ભાવના આપે છે. ઉપવાસ દરમિયાન એક સાથે ન સૂવુ કે શારીરિક સંબંધ ન બનાવવા અમુક સમાજમાં એક ધાર્મિક બંધન છે પરંતુ આની તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નથી થતી. જો તમે આધ્યાત્મિક કારણોથી ઉપવાસ કરતા હોય તો ધર્મ તમને આ દરમિયાન આવા કામો કરવાની અનુમતિ નથી આપતો. તો તમે પોતાને યૌન ક્રિયાઓ દૂર રાખી શકો છો. આ તમારી પોતાની વ્યક્તિગત પસંદગી છે. જો કે, અમુક લોકો વ્રત દરમિયાન સતત સેક્સ કરવાનુ પસંદ કરે છે.

ઉપવાસ, સેક્સ, શારીરિક જરુરિયાત

ઉપવાસ, સેક્સ, શારીરિક જરુરિયાત

વૈજ્ઞાનિક રીતે ઉપવાસ બ્લડ શુગર નિયંત્રણ, સોજા સામે લડવા, હાર્ટ હેલ્થમાં સુધારો અને માથાના કાર્ય સહિત વિવિધ સ્વાસ્થ્ય લાભો સાથે જોડાયેલુ છે. અન્ય ઘણા સકારાત્મક પરિવર્તન છે જે એક નિર્ધારિત સમય માટે ભોજન ન કરવાનુ એક સરળ કામ તમને આપી શકે છે. પરંતુ જ્યારે તમે ભોજન કે તરલ પદાર્થ નથી લેતા ત્યારે તમારુ શરીર નબળુ પડી જાય છે કારણકે તમારુ એનર્જી લેવલ ઘણુ ઘટી જાય છે અને આ દરમિયાન સેક્સ એક એવી વસ્તુ છે જેના વિશે તમે વિચારી શકો છો. સેક્સ એક માંગવાળી પ્રક્રિયા છે જેના માટે ઉર્જાની જરુર હોય છે અને તમે અંતરંગ થવા દરમિયાન કેલેરી ઘટાડો છો. આ જ કારણ છે કે વ્રત દરમિયાન સેક્સ કરવાની ઈચ્છા ઘટી જાય છે.

દોષી ભાવના વિકસિત ન કરવી

દોષી ભાવના વિકસિત ન કરવી

સેક્સ મૂળ રીતે એક વયસ્કની શારીરિક જરુરિયાત છે જેવી કે ભૂખ અને ઉંઘ. જો તમે બંને યૌન સંબંધ બનાવવા ઈચ્છતા હોય તો કરો પરંતુ પ્રેમ કર્યા બાદ કોઈ દોષી ભાવના વિકસિત ન કરો. જો જરુર હોય તો તમે બંને સંભોગ પછી સ્નાન કરી શકો છો કારણકે સ્નાન આપણા શરીરને શુદ્ધ કરવા માટે છે.

સેક્સને ધર્મ સાથે સંબંધ નથી

સેક્સને ધર્મ સાથે સંબંધ નથી

નવરાત્રિ દરમિયાન સેક્સ કરવુ કે ન કરવુ તેને ધર્મ સાથે સંબંધ નથી. પરંતુ જો તમે પોતાના દેવી કે દસ અવતારોની રોજ પૂજા કરતા હોય તો તમારે સેક્સ કરવાનુ ટાળવુ જોઈએ કારણકે આ દસ દિવસોમાં તમે જે દેવી-દેવતાઓની પૂજા કરી રહ્યા હોય તે ખૂબ શક્તિશાળી છે અને તેમનાથી શક્તિ મેળવવા માટે શુદ્ધ જીવનશૈલી જાળવી રાખવી પણ મહત્વની છે.

રોમાંસ અને યૌન અભિવ્યક્તિ નવરાત્રિનુ એક સુંદર પાસું

રોમાંસ અને યૌન અભિવ્યક્તિ નવરાત્રિનુ એક સુંદર પાસું

ગરબા નૃત્ય જીવનના સુખોના આનંદની વાસ્તવિક અભિવ્યક્તિ છે, જેવી કે પ્રેમ-પ્રસંગમાં સ્પષ્ટ છે જે કથિત રીતે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન થાય છે. જીવનના રુપમાં જ રોમાંસ અને યૌન અભિવ્યક્તિ નવરાત્રિનુ એક સુંદર પાસું છે.

English summary
Navratri 2022: During Navratri fasting, indulge in sex allowed or not? check here myths and facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X