Navratri Special : આઠમા નોરતે કરો માં મહાઅષ્ટમીની પૂજા આ રીતે
આજે મહાઅષ્ટમી એટલે મા ગૌરીની પુજા કરવામાં આવે છે. આજે તમે પૂજાની સાથે ઉપવાસ પણ કરી શકો છો. આ અંગે વધુ વાંચો અહીં
આજે છે નવરાત્રિનો આઠમો દિવસ એટલે કે મહાઅષ્ટમી. માટે જે લોકોને અષ્ટમીનું વ્રત કરવું હોય તે આજે ઉપવાસ કરી શકે છે. મહાઅષ્ટમીના દિવસે મા ગૌરીની પૂજા થાય છે. ખુબ જ સુંદર અને મોહક મા ગૌરીની ઉપાસના કરવાથી જાતકના બધા પાપ ધોવાય જાય છે. મા ગૌરીની ઉપાસના આ શ્લોક દ્વારા કરવી જોઇએ.

या देवी सर्वभूतेषु माँ गौरी रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
પૌરાણિક કથાઓ અનુસાર માએ પાર્વતી રૂપમાં ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે ખુબ જ કઠોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાના કારણે તેમનું શરીર એકદમ કાળુ પડી ગયું હતું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઇને શિવ ભગવાને જ્યારે તેમના શરીરને ગંગાના પવિત્ર જળથી ધોયું ત્યારે પાર્વતીમાતાનું શરીર ગૌર જેવું ઉજળી ઉઠયું હતું. ત્યારથી તેમનું નામ ગૌરી માતા પડ્યું.












Click it and Unblock the Notifications
