For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

new year resolution 2023 : નવા વર્ષે છોડી દો આ પાંચ આદતો, આખુ વર્ષ રહેશે શાંતિ

નવા વર્ષથી તમારી ખરાબ કે ખોટી આદતો છોડવા માટે સંકલ્પ કરો. કેટલાક લોકો એવું વિચારે છે કે, તેમને કોઈ ખરાબ આદતો નથી, તો પહેલા એ જાણી લો કે, એવી કઈ ખરાબ આદતો છે, જે તમારા જીવનો એક ભાગ છે અને તમારા જીવન પર માઠી અસર કરી રહી છે

|
Google Oneindia Gujarati News

new year resolution 2023 : નવા વર્ષ શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવા સમયે લોકો અલગ અલગ રીતે નવા વર્ષની ઉજવણી કરવાના પ્લાનિંગમાં વ્યસ્ત થઇ જાય છે. જેમાં ઘણા લોકો ઘરે રહીને તો ઘણા આઉટ ઓફ ટાઉન જઇને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે. આ સાથે નવા વર્ષે ઘણા લોકો પ્રણ લે છે કે, તેઓ આ વસ્તુ કરશે કે કોઇ ખરાબ આદતનો ત્યાગ કરશે. આવા અમે તમને એવી પાંચ આદતો વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેનો ત્યાગ કરવો જોઇએ. જેથી તમારુ આવનારુ વર્ષ શાંતિથી અને આનંદમય રહે.

new year resolution 2023

કંઈક સારું ઈચ્છવા માટે તમારે થોડો પ્રયત્ન કરવો પડશે. તમારા જીવનમાંથી ખરાબ કે બિનજરૂરી આદતોને દૂર કરીને જ સારા પરિણામો મેળવી શકાય છે. તેથી જ નવા વર્ષ પર ઘણા લોકો સંકલ્પ કરે છે, કેટલાક આદતો બદલે છે અને કેટલાક નવા લક્ષ્યો નક્કી કરે છે. આ ખોટી જીવનશૈલીમાં બદલાવ લાવીને પણ નવું વર્ષ સારું બનાવી શકાય છે.

આવી સ્થિતિમાં નવા વર્ષથી તમારી ખરાબ કે ખોટી આદતો છોડવા માટે સંકલ્પ કરો. કેટલાક લોકો એવું વિચારે છે કે, તેમને કોઈ ખરાબ આદતો નથી, તો પહેલા એ જાણી લો કે, એવી કઈ ખરાબ આદતો છે, જે તમારા જીવનો એક ભાગ છે અને તમારા જીવન પર માઠી અસર કરી રહી છે અને પછી તેને છોડવાનો મક્કમ નિર્ણય લો.

ઉડાઉપણુ (બિન જરૂરી ખર્ચાઓ)

ઘણા લોકો માને છે કે, વધુ ખર્ચ કરવો એ ખરાબ આદત નથી. જીવનને મુક્તપણે માણવા માટે ખર્ચ કરવો જરૂરી છે, પરંતુ કોઈ વસ્તુ અથવા કામ પર વધુ પડતા પૈસા ખર્ચવા તમારા ભવિષ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જે કામ તમને નુકસાન પહોંચાડે છે, તે ખરાબ ટેવોમાં શામેલ છે. તેથી ઉડાઉપણું બને તેટલું ઝડપથી છોડી દો. નવા વર્ષથી બચત કરવાની આદત પાડો, જેથી તમારી બચત જરૂરિયાતના સમયે કામમાં આવી શકે.

સારૂ આરોગ્ય

ઘણીવાર લોકો સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી દાખવે છે. તેઓ માને છે કે, તેઓ સ્વસ્થ છે. આવી સ્થિતિમાં ખોટું ખાનપાન અને ખરાબ જીવનશૈલી એક આદત બની જાય છે. રાત્રે મોડું સૂવું, મોડું ઊઠવું, સમયસર ન ખાવું, ખોરાકમાં બેદરકારી, કસરત કે શારીરિક પ્રવૃત્તિ ઓછી કરવી વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. નવા વર્ષથી તમારી જીવનશૈલીમાં ફેરફાર કરો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીની આદત છોડો.

ગુસ્સો

ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગુસ્સામાં બોલાયેલો શબ્દ કે કાર્ય હંમેશા નુકસાનકારક હોય છે. એટલા માટે તમારો સ્વભાવ બદલવો જોઇએ. તમે ગમે તેટલા પણ સારા સ્વભાવના કેમ ન હોવ, પરંતુ જો તમે ગુસ્સે થાવ છો, તો સમસ્યા થઈ શકે છે. તેથી ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ગુસ્સામાં ખોટા શબ્દો પસંદ કરવાનું ટાળો.

ખોટું ન બોલવું

જો તમે જૂઠું બોલો છો અને તમને લાગે છે કે, જૂઠું બોલીને તમારું કામ થઈ રહ્યું છે, તો આ આદતને પણ દૂર કરો. ખોટું બોલવાથી ક્યારેય સારું પરિણામ મળતું નથી. જૂઠું બોલવું અથવા વસ્તુઓ છૂપાવવી ખોટી હોય શકે છે અને જ્યારે સત્ય સામે આવે છે, ત્યારે તમને ખરાબ રીતે ફસાઇ શકો છો. એટલા માટે નવા વર્ષથી ઓછામાં ઓછું જૂઠું બોલવાનો પ્રયાસ કરો અને પ્રમાણિકતા અને સત્ય અપનાવો.

બેજવાબદારી

જો તમે તમારા જીવન પ્રત્યે ગંભીર નથી અને હજૂ સુધી તમારી જવાબદારી સમજી નથી, તો નવા વર્ષથી તમારી આદત બદલો. તમારા લક્ષ્યો અને જવાબદારીઓ શું છે તે નક્કી કરી લો. બેજવાબદાર વલણ ભૂલીને જીવનમાં જવાબદાર બનો. જો તમે કોલેજમાં છો, તો અભ્યાસ અથવા ભવિષ્યને લગતું લક્ષ્ય નક્કી કરો. જો તમે નોકરી કરતા હો, તો પરિવાર અને ઓફિસ બંને માટે તમારી જવાબદારીઓને સમજો.

English summary
new year resolution 2023 : Leave these five habits in the new year, the whole year will be peaceful
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X