For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવતર પ્રયોગ: માત્ર એક ક્લિકથી મેળવો તબીબી ખર્ચમાં રાહત!

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

કર્નલ કુમારદુષ્યંત, ગાંધીનગર: આજના મોંધવારીભર્યા યુગમાં દરેકની નજર ડિસ્કાઉન્ટ પર ટકેલી હોય છે. એમાં પણ ગુજરાતીઓને ડિસ્કાઉન્ટ મળી જાય તો ભયો ભયો! ડિસ્કાઉન્ટનું નામ સાંભળીને લોકોને જરૂરિયાત ન હોય તેવી વસ્તું પણ ખરીદી લે છે. આજે લોકો દરેક જગ્યાએ ડિસ્કાઉન્ટ શોધતા ફરે છે. એમાં પણ આજના ઇન્ટરનેટયુગમાં લોકો ડિસ્કાઉન્ટ મેળવવા માટે અને ખાસ ઓફરોનો લાભ લેવા માટે ઓનલાઇન ખરીદી કરી રહ્યાં છે.

ઓનલાઇન ખરીદી કરવામાં આવતાં ડિસ્કાઉન્ટ તો મળે છે પરંતુ વધુ ડિસ્કાઉન્ટ મેળવવા માટે લોકો કુપન કોડ શોધીને વધારાનું ડિસ્કાઉન્ટ મેળવવાનું ચૂકતા નથી. પરંતુ હોસ્પિટલ માત્ર એક એવી જગ્યા છે જ્યાં કોઇપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળતું નથી અને આપણે આશા પણ રાખતા નથી. પરંતુ આજના યુગમાં વધતા જતા ઇન્ટરનેટના ઉપયોગને ધ્યાનમાં રાખતાં મેડિકલ ક્ષેત્રમાં એક નવયુવાનો નવતર પ્રયોગ અજમાવ્યો છે.

આ વિશે જાણીને તમે ઝૂમી ઉઠશો. ડૉ. મોહિત શર્માએ વેબપોર્ટલના માધ્યમથી મેડિકલ બીલમાં 20 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પુરૂ પાડવાનો નવો પ્રયોગ શરૂ કરી રહ્યાં છે. માર્ચ મહિનામાં આ સેવા અમદાવાદમાં શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત સહિત અન્ય રાજ્યો પણ શરૂ થશે. લ્યો હવે તમે મળીને ગયાને સારા સમાચાર હવે માત્ર એક ક્લિક પર મેડિકલ બિલમાં તમને 20 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે.

હવે તમને થતું હશે કે આ ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવી શકાશે? તો આ અંગે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

ઓનલાઇન ધંધામાં ઝડપથી વધારો

ઓનલાઇન ધંધામાં ઝડપથી વધારો

આજના કોમ્યુટર યુગમાં ઓનલાઇન ધંધામાં એકદમ ઝડપથી વધારો થઇ રહ્યો છે. અહીં સરેરાશ દર બે મિનિટમાં એક નવો ઉપભોક્તા જોડાઇ રહ્યો છે. ઇન્ટરનેટ એકસમયે વિલાસિતાનું માધ્યમ માનવામાં આવતું હતું. પરંતુ સમયની સાથે સાથે ઇન્ટરનેટ પર સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ તથા ઇકોમર્સ પોર્ટલ જેવા વ્યવસાયિક પ્રતિષ્ઠાનોમાં આવવાથી પરિવર્તનની લહેર આવી ગઇ છે.

નવતર પ્રયોગોની જરૂરિયા

નવતર પ્રયોગોની જરૂરિયા

અનેક સોશિયલ નેટવર્કિંગ તથા ઇકોમર્સ વેબસાઇટ બજારમાં હોવાછતાં સમાજના ઉત્થાન માટે વેબ સાઇટના ધંધામાં નવા પ્રયોગ કરવામાં આવ્યા નથી તેમનું તેમનું દોહન કરવાનું બાકી છે. સમાજના વિકાસમાં વિદ્યા, હેલ્થકેર, ભોજન, મકાન તથા રોજગારી વગેરે પાયાનું મૂળભૂત જરૂરિયાતો પુરી પાડવી તથા આવક સમાન વિતરણની આજે એકદમ જરૂરિયાત છે.

હોસ્પિટલ બિલમાં 20 ટકા સુધીની રાહત

હોસ્પિટલ બિલમાં 20 ટકા સુધીની રાહત

ગુજરાત રાજ્ય જે પોતાના વિકાસ મોડલ માટે ગત કેટલાક વર્ષોથી ચર્ચાના કેન્દ્ર છે ત્યારે ડૉ. મોહિત શર્મા સૌ પ્રથમ વાર હોસ્પિટલ બિલમાં 20 ટકા સુધીની રાહત માટે વેબપોર્ટલ પુરૂ પાડવા જઇ રહ્યાં છે.

પ્રથમ હેલ્થકેર વેબપોર્ટલ

પ્રથમ હેલ્થકેર વેબપોર્ટલ

www.freemiumhealth.com અમદાવાદમાં પોતાની નિશુલ્ક સેવા શરૂ કરવા જઇ રહી છે. આ વેબસાઇટ યૂજરને પોતાના તબીબી ખર્ચ પર ડિસ્કાઉન્ટ મેળવવામાં મદદ કરશે આ પ્રથમ હેલ્થકેર વેબપોર્ટલ હશે.

ખાસ ડિસ્કાઉન્ટેડ પેકેજ

ખાસ ડિસ્કાઉન્ટેડ પેકેજ

www.freemiumhealth.com પોતાના વેબપોર્ટલના માધ્યમથી હોસ્પિટલ પોતાના ખાસ ડિસ્કાઉન્ટેડ સર્જરી પેકેજ તથા બીજી સુવિધાઓ સામાન્ય યૂઝર માટે એક સ્થળે સમાન રૂપે પુરી પાડશે.

હેલ્થકેરમાં સસ્તા બિલની સુવિધા

હેલ્થકેરમાં સસ્તા બિલની સુવિધા

ગત કેટલાક વર્ષોમાં સામાન્ય વ્યક્તિના તબીબી ખર્ચોમાં ઝડપથી થઇ રહેલા વધારાને તેમના જીવનને અસહજ કરી દિધું છે. દેશની 30 ટકાથી વધુ શહેરી જનતા અથવા દરેક ઘરમાંથી એક વ્યક્તિ ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી રહ્યો છે એવામાં સસ્તા બિલની સુવિધા હેલ્થકેરમાં નવી આયામ આપશે.

સસ્તી અને ઉત્તમકક્ષાની હેલ્થકેર સેવા

સસ્તી અને ઉત્તમકક્ષાની હેલ્થકેર સેવા

ફ્રીમીયમ હેલ્થ પ્રાઇવેટ લિમીટેડના ડાયરેક્ટર ડૉક્ટર મોહિત શર્માએ જણાવ્યું હતું કે તેમનો પ્રયત્ન ઇન્ટરનેટના માધ્યમથી જનતા સુધી સસ્તી અને ઉત્તમકક્ષાની હેલ્થકેર સેવા પુરી પાડવી તથા કઠીન પરિસ્થિતીમાં પણ તેમના ચહેરા પર મુસ્કાન લાવવાનો એકમાત્ર પ્રયત્ન છે.

તબીબી બિલમાં કાપ મુકી શકાશે

તબીબી બિલમાં કાપ મુકી શકાશે

ફ્રીમિયમ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડે www.freemiumhealth.com વેબસાઇટની શરૂઆત જનતાના હાથમાં એક હથિયારના રૂપમાં છે જે એક જ જગ્યાએ બધી જ માહિતી પુરી પાડશે. આ બિમાર અથવા તેના સગાવ્હાલાઓને સારો નિર્ણય લેવામાં તથા ઉપલબ્ધ વૈકલ્પિક સુવિધા પ્રાપ્ત કરવામાં મદદ થશે. ભારતીય નવ ઇન્ટરનેટ જાગૃત શહેરી વર્ગ આના દ્રારા પોતાના તબીબી બિલમાં કાપ મૂકી શકશે તેને દાક્તરી રિફાર્મના રૂપમાં પણ જોઇ શકાય છે.

સામાન્ય જનતાને મળશે સીધો લાભ

સામાન્ય જનતાને મળશે સીધો લાભ

આ કોન્સેપ્ટનો હેતુ છે કે સરકારી હોસ્પિટલમાં પથારીઓની સંખ્યા ઓછી છે એટલે એફોર્ડેબલ ખર્ચ હોવા છતાં આ સામાન્ય જનતાને સરળતાથી ઉપલબ્ધ નથી જ્યારે ખાનગી હોસ્પિટલમાં મોંઘી મેડિકલ સેવાના લીધે બેડની ડિમાન્ડ ઓછી રહે છે. અમારો પ્રયત્ન ઇન્ટરનેટનો ઉપયોગ કરી ડિસ્કાઉન્ટેડ દર પર બેડ ઓક્યૂપેંસીને મોટી હોસ્પિટલની સુવિધાને પ્રોત્સાહન આપવાનો છે. આના દ્વારા સામાન્ય જનતા તથા સામાન્ય જનતા તથા હોસ્પિટલ બંનેને લાભ થશે.

ટૂંક સમય અન્ય રાજ્યો પણ સેવા શરૂ થશે

ટૂંક સમય અન્ય રાજ્યો પણ સેવા શરૂ થશે

ફ્રીમિયમ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડને પોતાના સર્વેમાં જાણવા મળ્યું કે એવી માન્યતા છે કે હેલ્થકેર સેવા પર ડિસ્કાઉન્ટેડ સેવા પુરૂ પાડવામાં આવી ન શકે. ઉક્ત વેબસાઇટની હોસ્પિટલ્સ તથા અન્ય હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનની સાથે ગુજરાતમાં ટાઇઅપ પ્રક્રિયા ચાલુ છે જે વેબસાઇટ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવશે. ટૂંક સમયમાં જ આ સેવાનો ફેલાવો અન્ય વિસ્તારો તથા રાજ્યોમાં પણ કરવામાં આવશે.

માર્ચથી અમદાવાદમાં સેવા શરૂ થશે

માર્ચથી અમદાવાદમાં સેવા શરૂ થશે

વેબસાઇટના વિકાસ પર નરજર રાખનાર વિશેષજ્ઞોનું માનવું છે કે આ યૂજરના ખિસ્સા સુધી પહોંચાડનાર વાસ્તવિક ડિસ્કાઉન્ટ હશે. ફ્રીમિયમ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે વર્ષના અંત સુધી અન્ય વિવિધ ફ્રી સેવાઓનો વિસ્તાર કરીશું. અમદાવાદ શહેરમાં આ સેવા માર્ચ 2014 સુધી શરૂ કરી દેવામાં આવશે.

English summary
Gujarat which is lately in the news for its development is also first in experiencing a new vertical of internet which helps in cutting down hospital bills by up to around 20%.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X