For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં હરેક 10માંથી એક વ્યક્તિને કેંસરનો ખતરો, 15માંથી એક દર્દીનું થઇ શકે છે મોત

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World Health Organistaion) કેન્સરના પગલે ખુબજ ખતરનાક રિપોર્ટ જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

આજે 4 ફેબ્રુઆરી એટલે કે કેન્સર દિવસ, કેન્સરને અટકાવવા માટે અવનવા પ્રયત્નો થકી લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. કેન્સર પ્રત્યે લોકો જાગૃત બને તે હેતુથી દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર દિવસ (World Cancer Day) તરીકે મનાવવામાં આવે છે. જોકે આ અવસરે WHOએ ગ્લોબલ રિપોર્ટ જાહેર કરી છે. તાજેતરમાં WHOએ જાહેર કરેલી રિપોર્ટ મુજબ આવનારા આગામી સમયમાં ભારતમાં દર 10 લોકોમાંથી એકને કેન્સર થશે અને કેન્સરના દર 15 દર્દીઓમાંથી એકનું મોત થવાની સંભાના છે.

હાલમાં કોરોના વાયરસે આખી દુનીયામાં ભરડો લીધો છે. ત્યારે આખી દુનિયામાં કોરોના વાયરસના કારણે ભય ફેલાયેલો છે. દુનિયાના કેયલાય દેશોમાં આ બીમારી ફેલાઇ ચુકી છે. ચીનમાં તો કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધતો જ જઇ રહ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે ભારતની તો ભારતમાં પણ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. જેમા કેરલની અંદર કોરોના વાયરસથી પીડીત ત્રીજો વ્યક્તિ મળી આવ્યો છે અને કોરોના વાયરસના ભયના માહોલ વચ્ચે ભારતમાં કેન્સરને લઇ ખુબજ ગંભીર રિપોર્ટ સામે આવ્યો છે. મહત્વનું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (World Health Organistaion) કેન્સરના પગલે ખુબજ ખતરનાક રિપોર્ટ જાહેર કરી છે.

ભારતમાં ઝડપથી વધી રહ્યા છે કેન્સરના દર્દી

ભારતમાં ઝડપથી વધી રહ્યા છે કેન્સરના દર્દી

WHOના અહેવાલ મુજબ ભારતમાં કેન્સરના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા દિવસોમાં 11 લાખથી પણ વધારે કેન્સરના નવા કેસ સામે આવ્યા છે. આ દરમ્યાન કેન્સરથી 7 લાખ 84 હજાર 800 લોકોના મોત થઇ ચુક્યા છે. પાછલા 5 વર્ષથી 22 લાખથી વધુ લોકો કેન્સર સામે લડી રહ્યા છે. ભારતમાં કેન્સરના સૌથી વધારે આંકડા છે. ભારતમાં 135 કરોડની આબાદી માટે કેન્સર જીવલેણ સાબિત થઈ રહ્યું છે. જોકે દર વર્ષે મરવા વાળાઓની સંખ્યા વધતી જ જાય છે.

ભારતમાં કેવા પ્રકારના કેન્સરથી સૌથી વધુ દર્દીઓ

ભારતમાં કેવા પ્રકારના કેન્સરથી સૌથી વધુ દર્દીઓ

કેન્સરને રોકવા માટે વિશ્વસ્તરે અવનવા પ્રયત્નો થઇ રહ્યા છે. પરંતુ ભારતમાં કેન્સરનાં કેસ ઓછા થવાનું નામ નથી લેતા. એક આંકડા મુજબ ભારતમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર (1 લાખ 62 હજાર 500) ના કેસ નોંધાયા છે. ત્યારબાદ ઓરલ કેન્સર (1 લાખ 20 હજાર કેસ), સર્વાઇકલ કેન્સર (97 હજાર), લંગ કેન્સર (68 હજાર કેસ), પેટનું કેન્સર (57 હજાર કેસ) અને કોલોરેક્ટર કેન્સર (57 હજાર કેસ)ના ક્રમે આવે છે. કેન્સરના આ બધા કેસોએ કેન્સરના કુલ કેસોમાં 49 ટકા છે. નોંધનીય છે કે પુરૂષો કરતા સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ વધારે છે.

પુરૂષોમાં કેન્સરના 5.70 લાખ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી ઓરલ કેન્સરના 92 હજાર, લંગ કેન્સરના 49 હજાર, પેટના કેન્સરમાં 39 હજાર અને કોલેરેક્ટ કેન્સરના 37 હજાર દર્દીઓનું પ્રમાણ છે. આવી જ રીતે મહીલાઓમાં કેન્સરના 5.87 લાખ નવા કેસ સામે આવ્યા આવ્યા છે. પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓમાં કેન્સરના 17 હજાર નવા કેસ નોંધાયા છે. જેમાથી 1 લાખ 62 હજાર 500 બ્રેસ્ટ કેન્સર, 97 હજાર સર્વાઇકલ કેન્સર, 36 હજાર અંડાશયના કેન્સર, 28 હજાર ઓરલ કેન્સર અને 20 હજાર કોલોરેક્ટર કેન્સરના કેસ સામેલ છે.

તમાકુના કારણે થાય છે સૌથી વધારે કેન્સર

તમાકુના કારણે થાય છે સૌથી વધારે કેન્સર

પુરૂષોમાં થતા કેન્સરમાં 34 થી 69 ટકા કેસ તમાકુના કારણે થાય છે. વળી ત્યાંજ 10 થી 27 ટકા સ્ત્રીઓને પણ તમાકુના કારણે કેન્સર થાય છે. મહત્વનું છે કે તમાકુના કારણે સૌથી વધારે કેન્સર થઇ રહ્યા છે. ખાસ કરીને પુરુષોમાં કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. એક આંકડા મુજબ લગભગ 22 ટકા લોકોને કેન્સર તમાકુના સેવનને કારણે થાય છે.

દર 20 વર્ષે બેગણા થઇ જાય છે કેન્સરના કેસ

દર 20 વર્ષે બેગણા થઇ જાય છે કેન્સરના કેસ

કેન્સરના પગલે 2019માં એક રીપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ મુજબ દર 20 વર્ષે ભારતમાં કેન્સર ના કેસ બેગણા થઇ જાય છે. આ રિપોર્ટ પ્રમાણે આવનારા 10 થી 20 વર્ષોમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, અને ઓડીસામાં કેન્સર ભયાનક સ્વરૂપ લઈ શકે છે. આ રાજ્યોમાં કેન્સરના ઇલાજ માટે હોસ્પીટલો પણ ઓછા છે.

આ પણ વાંચોઃ બાપૂ પર નિવેદનબાજી માટે સામે આવી હેગડેની સફાઈ, પાર્ટીએ પણ લીધી એક્શનઆ પણ વાંચોઃ બાપૂ પર નિવેદનબાજી માટે સામે આવી હેગડેની સફાઈ, પાર્ટીએ પણ લીધી એક્શન

English summary
one out of every 10 men in india is at risk of cancer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X