• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે પણ રહસ્યમય છે 'સંભોગથી લઈને સમાધિ સુધી' લખનાર 'ઓશો', જાણો તેમની ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

Read some interesting facts about Osho Rajneesh and His Thought: નવી દિલ્લીઃ આજે આચાર્ય રજનીશની પુણ્યતિથિ છે, જેમને લોકો 'ઓશો'ના નામથી ઓળખે છે, જીવનને નદીની ધારા સમજનાર આચાર્ય રજનીશે બોલ્ડ શબ્દોમાં રૂઢિવાદી ધર્મોની ટીકા કરી હતી એટલા માટે તેમને અમુક લોકો ભગવાનની સંજ્ઞા આપે છે જ્યારે અમુક લોકોની નજરમાં તે એક રહસ્યમય ગુરુ રહ્યા છે. આધ્યાત્મિક શિક્ષક તરીકે તેમણે 1960ના દશકમાં ભારતનો પ્રવાસ કર્યો હતો, તેમના બોલ્ડ વિષય પર આપેલા ભાષણ આજે પણ ચર્ચાો વિષય છે જેના માટે દરેક વ્યક્તિના અલગ અલગ મંતવ્ય છે.

જીવનભર વિવાદોમાં રહ્યા 'ઓશો'

જીવનભર વિવાદોમાં રહ્યા 'ઓશો'

'ઓશો'નો જન્મ એમપીના રાયસેન શહેરના કુચ્ચાવાડા ગામમાં થયો હતો. તેમણે પોતાનો અભ્યાસ જબલપુરમાં પૂરો કર્યો અને બાદમાં તે જબલપુર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કામ કરવા લાગ્યા. તેમણે અલગ અલગ ધર્મ અને વિચારધારા પર દેશમાં પ્રવચન આપવાનુ શરૂ કર્યુ હતુ. વર્ષ 1981થી 1985 વચ્ચે તે અમેરિકા જતા રહ્યા હતા જ્યાં તેમણે ઓરેગૉનમાં આશ્રમની સ્થાપના કરી, આ આશ્રમ 65 હજાર એકરમાં ફેલાયો હતો જેમાં ભોગ-વિલાસની બધી સુવિધાઓ હતી જેના વિશે ઘણી સારી-ખરાબ વાતો કહેવામાં આવી છે.

'ઓશો' દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા

'ઓશો' દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા

આમ તો 'ઓશો' દર્શનશાસ્ત્રના અધ્યાપક હતા પરંતુ તેમના જીવન વિશે પોતાના વિચારો અને દ્રષ્ટિકોણ હતો. તે જીવનમાં આગળ વધવા માટે સંભોગને લાઈફનુ મુખ્ય અંગ માનતા હતા, જેના કારણે તે 'સેક્સ ગુરુ' પણ કહેવાતા હતા. કહેવાય છે કે ઓશો 'ફ્રી સેક્સ'નુ સમર્થન કરતા હતા અને તેમના આશ્રમમાં દરેક સન્યાસી એક મહિનામાં લગભગ 90 લોકો સાથે સેક્સ કરતો હતો પરંતુ આમાં કેટલી સચ્ચાઈ છે તે આજ સુધી કોઈને ખબર નથી.

'સંભોગથી લઈને સમાધિ સુધી'

'સંભોગથી લઈને સમાધિ સુધી'

તેમના પર ધર્મને બિઝનેસ બનાવવાનો આરોપ પણ લાગ્યો પરંતુ વિવાદો વચ્ચે પણ ઓશો ઘણા લોકપ્રિય રહ્યા, તેમને પસંદ કરનારા માં દેશી ઓછા પરંતુ વિદેશી વધુ હતા. તેમણે પોતાના જીવનમાં ઘણા પુસ્તકો લખ્યા, જેમાંથી 'સંભોગથી લઈને સમાધિ સુધી' નામના પુસ્તકે તેમને વિવાદોના ચરમ પર પહોંચાડી દીધા. ઓશો ઉત્કૃષ્ટ તર્કશાસ્ત્રી હતી અને પોતાના તર્કો દ્વારા સાચાને ખોટુ અને ખોટાને સાચુ કરી દેતા હતા.

રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ

રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ

19 જાન્યુઆરીના રહસ્યમય પરિસ્થિતિઓમાં મૃત્યુ પામનાર ઓશોએ કહ્યુ હતુ કે મોતથી ડરવુ ન જોઈએ, ઉલટાનુ તેને સેલિબ્રેટ કરવુ જોઈએ. ભગવાન શ્રી રજનીશના નામથી જાણીતા ઓશોના અમુક અનુયાયીઓનુ માનવુ હતુ કે તેમના ગુરુને તેમના જ અમુક વિશ્વાસપાત્ર સહયોગીઓએ ઝેર આપી દીધુ. એ લોકોની નજર ઓશોની અખૂટ સંપત્તિ પર હતી. હાલમાં જ ઓશોના મોત સાથે જોડાયેલા સવાલોના જવાબ લોકોને મળ્યાનથી.

ઓશોના આ વિચારો પર થયો હતો હોબાળો

ઓશોના આ વિચારો પર થયો હતો હોબાળો

  • સેક્સનુ વિરોધી નથી 'બ્રહ્મચર્ય' પરંતુ સેક્સનુ ટ્રાન્સફૉર્મેશન છે. જે દિવસે દેશમાં સેક્સની સહજ સ્વીકૃતિ થઈ જશે એ દિવસે એટલી મોટી ઉર્જા મુક્તથશે ભારતમાં કે આપણે આઈન્સ્ટાઈન પેદા કરી શકીએ છીએ.
  • જ્યારે બે પ્રેમી સંભોગ કરે છે, તો વાસ્તવમાં પરમાત્માના મંદિરથી જ પસાર થાય છે.
  • સંભોગથી તમે એ દિવસે મુક્ત થઈ જશો જે દિવસે તમને સંભોગ વિના સમાધિ મળશે.

'Tandav' સીરિઝમાં સૈફ નહિ અસલી તાંડવ મચાવી રહી છે ગૌહર ખાન'Tandav' સીરિઝમાં સૈફ નહિ અસલી તાંડવ મચાવી રહી છે ગૌહર ખાન

English summary
Osho died mysteriously on 19 January 1990. Read some interesting facts about Osho Rajneesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X