For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકોએ સ્વપ્નને પરિવર્તિત કર્યું હકિકતમાં

|
Google Oneindia Gujarati News

કંઇક કરી દર્શાવવાનું અથવા તો કંઇક બનવાના સ્વપ્ન દરેક સામાન્ય નાગરીક જોતો હશે, પરંતુ કેટલાક જ એવા હોય છે કે જે પોતાના સ્વપ્નને હકિકતમાં પરિવર્તિત કરી શકે છે. બાકી એવા સેંકડો લોકો હશે કે જેમણે કંઇક બનવાના સ્વપ્ન જોયા હોય પરંતુ સંજોગો વસાત તેઓ પોતાના સ્વપ્નને હિકકતમાં ફેરવી શકવામાં નિષ્ફળ નિવડ્યા હશે. જો કે, આ યાદીની વાત કરવામાં આવે તો ઘણી લાંબી થઇ શકે છે, પરંતુ આજે અહીં એવા ભારીતય લોકો અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, જેમણે પોતાના સ્વપ્ને સાકાર કર્યું છે.

આ એ લોકો છે કે જેમણે પોતાના સ્વપ્નને હકિકતમાં પરિવર્તિત કરવામાં સફળતા હાંસલ કરી છે. આ યાદી ધ ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા બહાર પાડવામાં આવી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ કે આ યાદીમાં એવા કયા કયા નામ છે કે જેમણે પોતાના સ્વપ્નને સાકાર કર્યું છે અને તેને હિકકતમાં પરિવર્તિત કર્યું છે.

રાજીવ બજાજ

રાજીવ બજાજ

રાજીવ બજાજ, હાલ બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર છે. ભારતમાં હાઇ પરફોર્મન્સ બાઇક્સ રજૂ કરવામાં રાજીવ બજાજનું યોગદાન અભૂતપૂર્વ છે.

પુલોક ચેટરજી

પુલોક ચેટરજી

પુલોક ચેટરજી ઇન્ડિયન સિવિલ સર્વન્ટ છે. જે ભારતના વડાપ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી છે. જ્યારે રાજીવ ગાંધી 1985માં વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમને પીએમઓમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ વિશ્વ બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા.

જીન ડ્રેઝ

જીન ડ્રેઝ

જીન ડ્રેઝ બેલ્જિયન મૂળના ભારતીય છે. તેઓ ડેવલોપમેન્ટ ઇકોનોમિસ્ટ છે અને ઇન્ડિયન ઇકોનોમિક પોલીસીમેકિંગમાં છે. તેઓ ભારતમાં શિક્ષણ, બાળ સ્વાસ્થ્ય, ભૂખમરા સહિતના મુદ્દાઓ પર અને નરેગામાં કામ કર્યું છે.

ફ્રાન્સિસ્કો ડિસોઝા

ફ્રાન્સિસ્કો ડિસોઝા

ફ્રાન્સિસ્કો ડિસોઝા કોગ્નિઝેન્ટના સીઇઓ છે. તેમજ તેઓ ભારતમાં સોફ્ટવેર સર્વિસ સેક્ટરના સૌથી યુવા ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર છે. તેમણે 2007માં ચીફ એક્ઝિક્યુટિવ પદ ગ્રહણ કર્યું હતું.

રાકેશ ગંગવાલ

રાકેશ ગંગવાલ

રાકેશ ગંગવાલ યુએસ એરવેઝ ગ્રુપના પૂર્વ સીઇઓ છે અને 2005માં લોન્ચ કરવામાં આવેલી ઇન્ડિગો એરલાઇનના કો ફાઉન્ડર છે. તેમને એવિએશન ક્ષેત્રમાં 33 વર્ષનો અનુભવ છે.

પ્રતાપ ભાનુ મહેતા

પ્રતાપ ભાનુ મહેતા

પ્રતાપ ભાનુ મહેતાન નવી દિલ્હીમાં પોલીસી રીસર્ચ સેન્ટરના પ્રમુખ છે. તેમજ તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર પણ છે. તેઓને 2004માં પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

વીએસ પાર્થાસાર્થી

વીએસ પાર્થાસાર્થી

વીએસ પાર્થાસાર્થીએ 2000માં પરફોર્મન્સ મેનેજમેન્ટ અને આઇટીના હેડ તરીકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને જોઇન્ટ કરી હતી. આ ઉપરાંત તેઓ સીએફઓ, બિઝનેસ પ્લાનિંગ, ઇન્ટરનેશનલ ઓપરેશન્સ, પોલીસી ડેવલોપમેન્ટ, સ્ટ્રેટેજી સહિતની જવાબદારી પણ નિભાવી રહ્યાં છે. હાલ તોએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કોર્પોરેટ સેન્ટરમાં એમ એન્ડ એ અને ફાઇનાન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે.

ગુનીત મોંગા

ગુનીત મોંગા

ગુનીત મોંગા ફિલ્મ પ્રોડ્યુસર અને લાઇન પ્રોડ્યુસર છે, જેઓ 2009માં શરૂ કરવામાં આવેલી ફિલ્મ પ્રોડક્શન કંપની સિખ્યા એન્ટરટેઇનમેન્ટના કો ફાઉન્ડર છે. આ ઉપરાંત તેઓ અનુરાગ કશ્યપ ફિલ્મ્સના સીઇઓ પણ છે. તેઓ ગેંગ ઓફ વાસેપુર, પેડલર્સ અને લંચબોક્સ જેવી નોંધપાત્ર ફિલ્મો સાથે પણ જોડાયેલા છે.

રમેશ/સ્વાતિ રામનાથન

રમેશ/સ્વાતિ રામનાથન

રમેશ રામનાથન અને સ્વાતિ રામનાથન જનગ્રહ એનજીઓના કો ફાઉન્ડર છે. તેમણે JNNURM1માં મહત્વની ભૂમિકા ભજવી હતી.

English summary
Here are the names of such people who have converted their dreams into reality
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X