For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબોના મસીહા લાલૂ પ્રસાદ યાદવની રાજકીય સફર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાંચી, 30 સપ્ટેમ્બર: રાષ્ટ્રીય જનતા દળની લાલટેન ઓલાવવાની તૈયારીમાં છે, કારણ કે ચારા કૌભાંડમાં લાલૂ પ્રસાદ યાદવ સહિત 45 આરોપીઓને દોષી ગણાવવામાં આવ્યા છે. એમાંથી સાત લોકોને સજા સંભળાવવામાં આવી છે, અને ત્રણ ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તો બાકી લોકોની સજા ઉપર આવતીકાલે કોર્ટમાં ઉલટતપાસ થશે. આ કેસનો ચૂકાદો 3 ઓક્ટોમ્બરના રોજ સંભળાવવામાં આવશે.

ત્યારે એક તરફ રાજકીય વિરોધી ખુશ છે, તો બીજી તરફ એક ટુકડી એવી છે જે સમાચાર બાદ દુખી છે. તે છે બિહારના ગરીબો. જી હાં લાલૂ પ્રસાદના રાજકીય સફર એક નજર કરીએ તો સૌથી મહત્વપૂર્ણ વાત એ સામે આવે છે કે લાલૂ પ્રસાદ યાદવ ગરીબોના મસીહા રહ્યાં છે.

લાલૂ પ્રસાદ યાદવની રાજકારણમાં એન્ટ્રી 1970માં વિદ્યાર્થી રાજકારણથી થઇ હતી, જ્યારે તે પટના યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના મહાસચિવના રૂપમાં પ્રથમ ચૂંટણી જીત્યા હતા. જયપ્રકાશ નારાયણ, રાજ નારાયણ કરપૂરી ઠાકુર અને સત્યેંદ્ર નારાયણ સિંહાથી પ્રભાવિત થઇને લાલૂ પ્રસાદ યાદવે વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રી તથા જનતા પાર્ટીના અધ્યક્ષ સત્યેંન્દ્ર નારાયણે લાલૂ પ્રસાદ યાદવને લોકસભાની ચૂંટણી લડવાની સલાહ આપી હતી અને ફૂલ સપોર્ટ કર્યો. છઠ્ઠી લોકસભામાં જનતા પાર્ટીની ટિકિટ પરથી લાલૂ પ્રસાદ યાદવ માત્ર 29 વર્ષની ઉંમરમાં લોકસભાની ચૂંટણીમાં જીતીને સંસદ પહોંચ્યા. તે સમયે લાલૂ પ્રસાદ યાદવ સૌથી યુવા સાંસદોમાંના એક હતા.

10 વર્ષમાં લાલૂ પ્રસાદ યાદવે બિહારમાં પોતાનો સિક્કો જમાવી લીધો. મુસલમાનો અને યાદવો વચ્ચે લાલૂ પ્રસાદ યાદવ પ્રખ્યાત નેતા રીતે ઉપસી આવ્યા. તે દરમિયાન મોટાભાગે મુસલમાન કોંગ્રેસના સમર્થક હતા, પરંતુ લાલૂ પ્રસાદ યાદવે તે વોટબેંક તોડી દિધી. બીજું ફેક્ટર જેને લાલૂ પ્રસાદ યાદવના પક્ષમાં કામ કર્યું. 1989માં ભાગલપુર હિંસા થઇ હતી. મોટાભાગે મુસલમાન યાદવોના પક્ષમાં થઇ ગયા અને યાદવ એટલે લાલૂ.

1989માં ચૂંટણીમાં અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ ફ્રન્ટનું નેતૃત્વ લાલૂ પ્રસાદ યાદવે કર્યું. 1990માં લાલૂ પ્રસાદ યાદવને બિહારના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. 1990ના દાયદામાં લાલૂ પ્રસાદ યાદવે બિહારને આર્થિક રીતે મજબૂત કર્યું, જેની પ્રશંસા વર્લ્ડ બેંક પણ કરી હતી.

લાલૂ પ્રસાદ યાદવ વિશેની કેટલીક મહત્વપૂર્ણ વાતો જુઓ સ્લાઇડરમાં.

1996માં થયો ચારા કૌભાંડનો પર્દાફાશ

1996માં થયો ચારા કૌભાંડનો પર્દાફાશ

1996માં સૌથી પહેલાં બીબીસીએ સમાચાર બ્રેક કર્યા, જેમાં 950 કરોડના ચારા કૌભાંડની વાત જનતા સમક્ષ બહાર આવી. પોલીસ પ્રાથમિક તપાસ શરૂ કરી તો આ કૌભાંડમાં લાલૂ પ્રસાદ યાદવ પણ લુપ્ત જોવા મળ્યા. આખા દેશમાં લાલૂ પ્રસાદ યાદવની થૂ થૂ થઇ હતી. વિપક્ષી દળોએ લાલૂ પ્રસાદ યાદવ પર દરેકબાજુથી પ્રહાર કર્યા. સાચુ કહીએ તો અહીંથી જ લાલૂ પ્રસાદ યાદવ રાજકીય વિકાસ અટકી ગયો. જેથી લાલૂ પ્રસાદ યાદવને પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું અને તેમની પત્ની રાબડી દેવીને બિહારના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા.

શરદ યાદવને પછાડ્યા

શરદ યાદવને પછાડ્યા

14મી લોકસભામાં લાલૂ છપરા અને મધેપુરાથી જીતીને સંસદ સુધી પહોંચ્યા. તેમને ભાજપના રાજીવ પ્રતાપ રૂડીને છપરામાં અને જેડીયૂના શરદ યાદવને મધેપુરામાં હરવ્યા. ત્યારબાદ તેમને મધેપુરાની સીટ છોડી દિધી. આગળ જતાં લાલૂ પ્રસાદ યાદવ કેન્દ્રિય રેલમંત્રી બન્યા.

કુલડીને આપ્યું મહત્વ

કુલડીને આપ્યું મહત્વ

લાલૂ પ્રસાદ યાદવે રેલવે મંત્રી તરીકે સૌથી પહેલાં રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં કુલડીમાં ચા વેચવાની પ્રથાને પ્રોત્સાહન આપ્યું. તેમને પ્લાસ્ટિક કપ બેન કરી દિધા. તેમને ગ્રામીણ વિસ્તારોમાં ભારે માત્રામાં રોજગારી આપી. તેમને દહીં અને ખાદીને પણ પ્રોત્સાહન આપ્યું. આ દરમિયાન લાલૂ મોટાભાગે અચાનક રેલવે સ્ટેશન પહોંચી જતા હતા.

રેલવે કરાવ્યો ફાયદો

રેલવે કરાવ્યો ફાયદો

લાલૂએ જે સમયે રેલવે મંત્રાલય સંભાળ્યું હતું, ત્યારે રેલવે નુકસાનમાં જઇ રહી હતી, જ્યારે કાર્યકાળ પૂરો કરતાં લાલૂ પ્રસાદ યાદવે રેલવેને 2.50 બિલિયન રૂપિયાનો જબરજસ્ત લાભ કરાવ્યો. આટલો ફાયદો રેલવેએ આજ સુધી કોઇ રેલવેમંત્રીએ કરાવ્યો નથી.

ગરીબોના મસીહા

ગરીબોના મસીહા

લાલૂએ યાત્રીઓનું હંમેશા ધ્યાન રાખ્યું છે. લાલૂના કાર્યકાલમાં જ સૌથી પહેલાં ગરીબ રથ દોડાવવામાં આવ્યો હતો અને તેમને જ ગરીબો માટે બનાવવામાં અનરિઝર્વ્ડ ડબ્બામાં કુશન સીટો લગાવવાનો આદેશ આપ્યો. એટલે કે તમે કહી શકો કે લાલૂ હંમેશાના મસીહા છે.

હાર્વડ યૂનિવર્સિટી પણ લાલૂથી પ્રભાવિત

હાર્વડ યૂનિવર્સિટી પણ લાલૂથી પ્રભાવિત

લાલૂના મેનેજમેન્ટ સ્કિલથી એટલા પ્રભાવિત થાય કે હાર્વડ યુનિવર્સિટીની એક ટીમ પણ ભારત આવી અને તેમને લાલૂના મેનેજમેન્ટ સ્કિલ્સનું અધ્યન કર્યું. લાલૂએ એકવાર હાર્વડ અને વોર્ટનના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. તે પણ હિન્દીમાં.

English summary
RJP supremo Lalu Prasad Yadav and 44 others are convicted in Fodder Scam. Here is the political career of former CM Lalu Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X