દુનિયાના આ દેશોમાં વેશ્યાવૃતિને કાયદેસર છે, જાણો શું કહે છે ભારતના કાયદા?
વેશ્યાવૃતિ કે પ્રોસ્ટિટ્યૂશન જેવા કામને ભારત જેવા દેશોમાં ઘૃણાસ્પદ માનવામાં આવે છે. જો તે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના ઘણા દેશોમાં વેશ્યાવૃતિ કાયદેસર છે.
જણાવી દઈએ કે દુનિયામાં ઘણા દેશો વેશ્યાવૃતિને કાયદેસર માને છે અને આ કામ કરનારી મહિલાઓના અધિકારોના રક્ષણ માટે વિશેષ કાયદા પણ બનાવાયા છે.

ગ્રીસમાં વેશ્યાવૃત્તિ કાયદેસર છે પરંતુ આ દેશમાં સેક્સ વર્કરોએ પોતાની નોંધણી કરાવવી પડે છે. અહીં સેક્સ વર્કર માટે આઈડી કાર્ડ અપાય છે. આ સિવાય ઓસ્ટ્રિયામાં વેશ્યાવૃત્તિ સંપૂર્ણપણે કાયદેસર છે.
અહીં આ વ્યવસાયમાં પ્રવેશવા માટે ઓછામાં ઓછી 19 વર્ષની વય મર્યાદા ફરજિયાત બનાવવામાં આવી છે. સેક્સ વર્કર્સ ટેક્સ પણ ચૂકવે છે. તેઓએ સમયાંતરે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરાવવું પડે છે.
જર્મનીમાં વેશ્યાવૃત્તિ સામેના કડક કાયદા પહેલાથી જ અસ્તિત્વમાં છે પરંતુ અહીં હજુ પણ વેશ્યાવૃત્તિ કાયદેસર છે. સેક્સ વર્કર્સને જર્મનીમાં ગ્રાહકો શોધવાની મંજૂરી નથી.
નેધરલેન્ડ રાજધાની એમ્સ્ટરડેમ તેના રેડ લાઇટ એરિયા માટે પણ વિશ્વભરમાં જાણીતું છે. વિશ્વના અન્ય દેશોમાં લોકો રેડ લાઇટ એરિયામાં અન્ય લોકોથી છુપાઈને આવે છે ત્યારે એમ્સ્ટરડેમમાં પ્રવાસીઓ ખાસ રેડ લાઇટ એરિયા જોવા માટે આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં વેશ્યાવૃત્તિ કાયદેસર છે પરંતુ જાહેર સ્થળોએ ગ્રાહકો સાથે દલાલી કરવી અને શોધવા એ ભારતમાં કાયદેસર ગુનો છે. આ જર્મનીની જેમ જ છે.












Click it and Unblock the Notifications
