For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બરાક ઓબામાના રહસ્યમય વિમાન સાથે જોડાયેલ રસપ્રદ તથ્યો

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 7 જાન્યુઆરી: નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24 જાન્યુઆરીની રાત્રે બોઇંગ VC-25A એટલે કે અમેરિકન રાષ્ટ્રપતિનું ઓફિશિયલ એરક્રાફ્ટ 'એરફોર્સ વન' લેન્ડ કરશે. દેખાવે ભલે આ સાધારણ બોઇંગ એરક્રાફ્ટ જેવું દેખાતું હોય પરંતુ છ માળની બિલ્ડિંગ જેટલું આ એરક્રાફ્ટ પર ન્યૂક્લિયર બોમ્બની પણ કોઇ અસર નથી થતી.

airforce one
વિમાન અંગે રોચક જાણકારી

  • એરફોર્સ વન કોઇ પ્લેનનું નામ નથી પરંતુ એ દરેક રેડિયો કોલને કહે છે જે તેને યૂએસ એરફોર્સના એ પ્લેનથી કરવામાં આવે છે જે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને લઇને જાય છે.
  • જેવા રાષ્ટ્રપતિ વિદેશ પ્રવાસ માટે એરફોર્સમાં પગ મૂકે છે, તે પ્લેનને, ક્રૂ, વગેરેને એરફોર્સ વન તરીકે એડ્રેસ કરવામાં આવે છે.
  • એવું એટલા માટે કારણ કે એ દરમિયાન તે ક્ષેત્રમાં ઊડી રહેલા બાકી પ્લેનની સાથે કોઇ પણ પ્રકારનું કોઇ કંફ્યૂઝન ના થઇ શકે.
  • જો રાષ્ટ્રપતિ આર્મીના એરક્રાફ્ટમાં હશે તો તેને આર્મી વન કહેવામાં આવશે.
  • અમેરિકન રાષ્ટ્રપતિના અધિકારીક એરક્રાફ્ટ તરીકે બે વિમાન છે જેને બોઇંગ કંપનીએ બનાવ્યા છે.

રહસ્યમય એરક્રાફ્ટ

  • એરફોર્સ વનને એક રહસ્યમય એરક્રાફ્ટ પણ કહેવામાં આવે છે કારણ કે તેના કેટલાક ભાગો અંગે કોઇ કંઇ નથી જાણતું.
  • અહીં સુધી કે અન્ય દેશોથી આવનારા રાજનેતાઓ અને જર્નાલિસ્ટને પણ તેના એ ભાગોમાં જવાની પરવાનગી નથી હોતી.
  • યૂએસ એરફોર્સ પણ એ વાતને લઇને ખૂબ જ સજાગ છે અને તેના લે આઉટને લઇને ખૂબ જ એલર્ટ રહે છે.
  • તે અંદરથી કેવું દેખાય છે તે પણ રહસ્યમય છે.
  • જો કોઇને પણ તેની અંદરની જાણકારીઓ મળી છે તો સુરક્ષાને ધ્યાન રાખતા તેણે તે અંગેની જાણગારી આપવાનો ઇનકાર કરી દીધો છે.
English summary
Air Force One actually is not technically a plane but the name of a radio call. Rarely know facts about Air Force One the official aircraft of US President.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X